એકેડેમીક સેશનમાં રોજ ગુજરાત તખ્તાના ખ્યાતનામ કલાકારો કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં રોજ સાંજે લાઈવ આવીને રંગભૂમીના વિવિધ વિષયોની ચર્ચા સાથે પોતાના અનુભવો અને દર્શકોના પ્રશ્ર્નોના જવાબો આપી રહ્યા છે. સોશિયલ મીડીયાના સથવારે દેશ-વિદેશનાં ખૂણેખૂણેથી કલારસિકો જોડાઈને જ્ઞાન મેળવી રાહ્યા છે. મૂળ આર્કિટેક્ટ તરીકે વ્યવસાય કરતા લેખક, દિગ્દર્શક કબીર ઠાકોર લગભગ છેલ્લા 20 વર્ષથી સિરિયસલી નાટ્યક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી
‘અબતક’ સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
કોકોનટ થિયેટરના ચાયવાય ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3 માં પોતાનો વિષય નોટ કમર્શિયલ ઓર એક્સપેરિમેન્ટલ, બત મિનીંગફૂલ થિયેટર એ વિશે વાત કરતાં કબીર ભાઈએ શરૂઆત કરતા પહેલા જણાવ્યું કે નાનપણમાં ઘણા બાળ નાટકોમાં કામ કર્યું, પરિવારના દરેક સભ્યો નાટકમાં સક્રિય હતા. નાટક ગળથૂથીમાં મળ્યું. મારા માટે નાટક એ જાતે શીખેલી કળા છે. લોકોને અરીસો બતાવીને વિચારતા કરવા એ માટે નાટક હોય છે.
મૂળ તો ગુજરાતની નાટક પરિસ્થિતિ વિશે વાત કરતાં એમણે જણાવ્યું કે ઘણી જગ્યાએ નાટક શીખવવાનો એમને અવસર મળ્યો,અઢળક વર્કશોપ કર્યા જેમાં 30 થી 35 વર્ષના યુવાનો આવતા અને એમને પ્રથમ સવાલ પૂછતો તમે નાટક જોયું છે ? ક્યાં જોયું છે ? તો જવાબ મળતો કે મોબાઈલ અને લેપટોપ પર નાટક જોયું છે. ગુજરાતમાં 80 ટકાથી વધુ લોકોએ નાટકો જોયા જ નહીં હોય, કહેવાય છે કે સફેદ વાળવાળા લોકો જ નાટક જોવા વધુ આવે છે. અમારા વખતે સ્કૂલમાં પણ નાટકનો વિષય કે તાલીમ જેવું હતું નહીં.
ખાસ કરીને મુંબઈ અને ગુજરાત આ બે રાજ્યની રંગભૂમિ વિશેના ઓબ્ઝર્વેશન અને અનુભવની વાત આજે કબીર ભાઈ એ ઘણી ઊંડાણ પૂર્વક કરી. યુથ સાથે થિયેટર કનેક્ટ કરવા કરતા, બાળકની સાથે કનેક્ટ કરીએ તો થિયેટર ટકશે. એવું કબીર ભાઈ નું માનવું છે. કમર્શિયલ થિયેટર એટલે શું ?
નાટક શાને માટે થિયેટરમાં જઈને જોઈએ છીએ ? આ દરેક સવાલોના જવાબ પોતાના જ અનુભવ દ્વારા કબીર ભાઈ આપ્યા. નાટક માત્ર સારું કે ખરાબ હોઈ શકે, ટિકિટ લઈને જોવાતા નાટકો કમર્શિયલ હોય, ચોક્કસ વાર્તા, સેટ, અને લગભગ એક જેવી જ સમસ્યાઓ તથા જોક્સ અને ભરપૂર હાસ્ય આ કમર્શિયલ નાટકની વ્યાખ્યા કદાચ હોઈ શકે. એક્સપરિમેન્ટ થિયેટર અલગ છે. જેમાં ક્ધટેન્ટ જુદું હોય, વાત જુદી હોય અને રજૂઆત પણ જુદી હોય. મિનિંગ ફૂલ થિયેટરમાં નાટકમાંથી પ્રેક્ષક બહાર નીકળે ત્યારે એના મગજમાં રમખાણ ચાલતું હોય અને હૃદયમાં ક્યાંક દીવો પ્રગટે ત્યારે જ આપણે સફળ નાટક ભજવ્યું કહેવાય. શું સો બસ્સો ચાલતા નાટકો સફળ નાટક કહેવાય ?
પાંચથી સાત શો થયેલા અને સમાજને કંઈક બોધ આપતા, સમાજને જાગૃત કરતા નાટક ને શું કહી શકીએ? આજે એક્સપરિમેન્ટલ થિયેટર માટે મુંબઈની પ્રજા સજાગ છે. પણ ગુજરાતની પ્રજાને હજુ તૈયાર કરવાની બાકી છે. કબીર ભાઈએ પોતેજ સ્ક્રેપ યાર્ડ નામનું એમફિ થિયેટર ઉભું કર્યું છે. જે રંગમંચ નહિ પણ એક વિચાર છે. જેને જૂની વસ્તુઓ માંથી ઉભું કર્યું છે અને જ્યાં માત્ર એવા જ નાટકો થાય જેમાંથી સમાજને કંઈક નવું શીખવા અને જાણવા મળે. આ સ્ક્રેપયાર્ડ માંથી અત્યારસુધી ઘણા નવલોહિયા યુવાનો લેખક-દિગ્દર્શક અને કલાકાર તરીકે બહાર આવ્યા છે જેમાં રંગભૂમિ પર નવું કરવાની હોંશ છે, ધગશ છે
ખુબ મજાની જાણકારી આજે કબીર ભાઈ પાસેથી મળી, એ સિવાય પ્રેક્ષકો અને ફેન્સ સાથે લાઈવ સવાલ જવાબ થયા. જે આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં રુચિ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો અને મળો આપના મનગમતા મહેમાનને.
આજે જાણિતા લેખક અને વાર્તાકાર રવિન્દ્ર પારેખ
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં હાલ એકેડેમીક સેશન ચાલી રહ્યું છે. જેમાં આજે સાંજે 6 વાગે ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા જાણિતા લેખક અને સ્ટોરી રાઈટર રવિન્દ્ર પારેખ લાઈવ આવીને ‘નાટ્ય લેખન’ વિષયક પોતાની વાત-વિચારોને અનુભવો શેર કરશે. નાટ્ય લેખન જેટલું મજબૂત હોય તેટલું જ નાટક વધારે સફળ હોય છે. નાટકમાં સ્ટોરી સાથે પાત્રના સંવાદોનું મહત્વ વધુ હોય છે. રવિન્દ્ર પારેખે લખેલા નાટકો ખૂબજ સફળ રહ્યા છે. આજે તેઓ લેખનમાં કેમ સુધારો કરવો તે વિષયક ચર્ચા સાથે દર્શકોનાં પ્રશ્ર્નોના જવાબો પણ આપશે.