માનવ શરીરમાં દરેક અંગનું મહત્વ રહેલું છે. જેમાં આંખએ શરીરનો ખૂબ જ મહત્વનો ભાગ માનવામાં આવે છે. એવું કહેવાય કે દ્રષ્ટિ છે તો સૃષ્ટિ છે. પરંતુ આંખને લગતા ઘણાં બધા રોગો થતા હોય છે જેમ કે આંખ ઉઠવી ઝામર થવું, પડદામાં સમસ્યા નથી, રેટિનામાં સમસ્યા મોતિયા વગેરે જેવી બિમારી થઇ શકે છે અને તેના ઓપરેશન, સર્જરી કરવામાં આવે છે. આંખ મહત્વનું અંગ હોવાથી તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
દ્રષ્ટિ હૈ તો સૃષ્ટિ હૈ
વર્તમાન સમયમાં બાળકોમાં ઓનલાઇન એજ્યુકેશન તેમજ “સ્ક્રીન યુઝ” વધતા જતા ક્રેઝ વચ્ચે આંખની સંભાળ લેવી માતા-પિતા માટે ‘મિશન’ સમાન
તેથી સમયાંતરે આંખનું ચેકઅપ કરાવવું જોઇએ. આજે ઓનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોમાં નંબર આવવા, ચશ્માના નંબર વધવાની સમસ્યાઓ વધી રહી છે. ત્યારે હવે વાલીઓ જાગૃત થઇ રહ્યાં છે અને બાળકોના આંખનું ચેકઅપ કરાવતા થયા છે.
એકબીજાને જોવાથી “આંખ ઉઠે છે” એ વાત અયથાર્થ: ડો.અનીમેશ ધૃવ
ડો.અનીમેશ ધૃવ ‘અબતક’ સાથેની ખાસ વાત-ચીતમાં જણાવે છે કે આંખની કાળજી કઇ રીતે રાખવી જોઇએ. નાનુ બાળક માટે માતા-પિતાએ કાળજી રાખવી વિશેષ જરૂરી હોય છે તેમજ જે લોકોને ડાયાબીટીસ કે બી.પી.ની સમસ્યા હોય તેઓએ નિયમિત આંખનું ચેકઅપ કરાવવું જોઇએ. ઉપરાંત જે લોકોને સ્ક્રીનવર્ક વધારે હોય છે. તેઓએ કમ્પ્યૂટરના નિર્દેશ ધ્યાનમાં રાખવા જોઇએ જેમ કે સ્ક્રીનથી કેટલુ
અંતર જાળવવું જોઇએ. ક્ધજક્ટીવાઇટીસની વાત કરીએ તો લોકો આઇ-ટુ આઇ સંપર્ક કરતા ડરે છે, પણ આ વાત તદ્ન ખોટી છે. ચેપ ત્યારે જ લાગે છે, જ્યારે આંખના ચીપડાના સંપર્કમાં કોઇ આવે ! કોરોનાને કારણે આંખના રોગમાં પણ વધારો જોવા મળ્યો છે, પડદામાં પ્રોબ્લેમ અને ક્ધજક્ટીવાઇટીસની સાથે હાલમાં મ્યુકરમાઇકોસિસ જેવા રોગ થાય છે. તેઓ મોતિયાનું ઓપરેશન કોઇ જ પ્રકારના ઇન્જેક્શન કે પાટા-પીન્ડી વગર ટીપા નાખી અને લેટેસ્ટ અધ્યતન ફેકો મશીનની મદદથી ઇલાજ કરવામાં આવે છે. બાળકોમાં પણ આજે મોતિયાની સમસ્યા જોવા મળે છે, પ્રેગન્સી વખતે રૂબેલા નામક વાયરસનું ઇન્ફેક્શન જોવા મળે છે જે આ કારણ બની શકે છે.
ડાયાબીટીસના દર્દીએ સમયસર આંખનું ચેક-અપ કરાવુ જરૂરી : દેવ્યાની ગદ્રે વોરા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ગદ્રે હોસ્પિટલના કોનિયા સ્પેશ્યાલીસ્ટ દેવયાની ગદ્રે વોરાએ જણાવ્યું હતું કે શરીરમાં આંખએ ખૂબ જ સેન્સીટીવ ભાગ છે. તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આંખની કીકીમાં ફંગસનું ઇન્ફેક્શન થતું હોય. જો ખેડૂતભાઇ-બહેન કામ કરતી વખતે પ્રોટેક્ટીવ સનગ્લાસ પહેરે તો તેને થવાથી અટકાવી શકાય. ડાયાબીટીસના કારણે પણ આંખના પડદામાં મુશ્કેલી આવે છે. આ બાબતની સમયસર કાળજી રાખીએ
તો ચિંતા જેવી વાત નથી ત્યારે જેમને ડાયાબીટીસ હોય છે તેઓએ આંખનું સમયસર ચેક-અપ કરાવી લેવું જોઇએ ! સામાન્ય રીતે પણ માતા-પિતાને બાળક જ્યારે 3 વર્ષનું થાય ત્યારથી રેગ્યુલર આંખનું ચેકઅપ કરાવવું જરૂરી છે. આંખની સર્જરીની વાત કરીએ તો તેમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ કે સર્જરી થઇ ગયા બાદ આંખમાં પાણી છાટવું નહીં તથા ઓપરેશન સમયે દર્દીને આપવામાં આવેલી સૂચનાનું તેઓ કાળજીપૂર્વક ધ્યાન રાખે. કારણ કે માનવજીવનમાં દ્રષ્ટિ અનમોલ છે.
સમય-સમય પર આંખનું ચેકઅપ કરાવવુ અત્યંત જરૂરી
“આંખ ઉઠવા” જેવી આંખની આ સમસ્યા અંગે લોકોમાં પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ તબીબોએ દૂર કરી
આંખમાં સામાન્ય ચિન્હો દેખાય ત્યારે ઘરગથ્થુ ઇલાજ ન કરાવતા ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવી જોઇએ : ડો.પિયુષ ઉનડકટ
શ્રદ્ધા આંખની હોસ્પિટલના ડો. પીયુસ ઉનડકટે ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી આંખના સર્જન તરીકે ફરજ બજાવું છું. આંખમાં ઉંમર પ્રમાણે જોઈએ તો બાળકોમાં નંબર આવવા જો કે તેને રોગ ના કહી શકાય પરંતુ માતા પિતાને ચિંતા થતી હોય છે. તેમજ ડિજિટલ ગેજેટ્સના વપરાશને કારણે આંખ ડ્રાય થઈ જવી. તેમજ ઉંમર વાળા વ્યક્તિમાં જોઈએ તો મોતિયો, જામર, ડાયાબીટીસને કારણે આંખ પર અસર થવી તેવા રોગો
થતા હોય છે. બાળકોની વર્ષે એકવાર ચેકઅપ થવું જરૂરી છે. ઉંમર વાળા દર્દીઓને પણ મોતિયો, જામરનું પણ સમયાંતરે ચેકઅપ કરવું જોઈએ. મોતીયાના ઓપરેશન પહેલા ચેકો મારીને ઓપરેશન કરવું પડતું હતું. પરંતુ હવે ફેંકો પદ્ધતિ એટલે કે ફક્ત 2.2 મિલિમિટરના કાપામાંથી ઓપરેશન કરતા હોઈએ છીએ. જેને કારણે ટાકા લેવા પડતા નથી. સાથેજ હવે આંખમાં ઈન્જેકશન મારવું પડતું નથી ખાલી આંખમાં ટીપા નાખીને ઓપરેશન કરવામાં આવે છે. લેઝરથી આંખના નંબર ઉતરતા ફકત 10 મિનિટનો જ સમય લાગે છે. તેમાં પણ કોઈપણ પ્રકારના ઈન્જેકશન વગર બંને આંખનું ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન બાદ સામાન્ય ઇન્ફેકશન ન લાગે તે માટેની ખાલી કાળજી રાખવાની હોય છે. વિશેષ કોઈ કાળજી રાખવી પડતી નથી.
ઓનલાઈન એજ્યુકેશન કે પછી વર્ક ફ્રોમ હોમને કારણે આપડે ડિજિટલ ગેજેટ્સનો ઉપયોગ વધી ગયો છે. જેને કારણે આંખમાં ખરાબ અસરો થવાના પ્રમાણમાં વધારો થયો છે. તેમજ આંખ ડ્રાઇ થઈ જવી, આંખમાં લાલાશ થઈ જવી, માથું દુખવું, કંટાળો આવવો જેવી અસરો જોવા મળે છે. આંખને નુકસાન થવા પછી તો બધા ધ્યાન રાખે છે. પરંતું આંખને નુકસાની ન થાય તે માટે સાવચેતી રાખવી પણ એટલીજ જરૂરી છે. તો તેના માટે બાળકો અને મોટા દરેકે નાની સ્ક્રીન કરતા મોટી સ્ક્રીન વાળા ગેજેટ્સ વાપરવા જોઈએ. સાદી ભાષામાં જો વાત કરીએ તો મોબાઈલ કરતા ટેબલેટ વાપરવું જોઈએ ટેબ્લેટ કરતા લેપટોપનો ઉપયોગ કરવો જોઇએ. જેમ સ્ક્રીનની સાઈઝ મોટી તેમ આંખ પર સ્ટ્રેન્થ ઓછો. દર મિનિટે આઈ બ્લીન્કિંગ વધારે પ્રમાણમાં કરવું જોઈએ. ફોન્ટ્સ એવા પસંદ કરવા જોઈએ કે જેને કારણે આંખોને ઓછી તકલીફ પડે.
રાજકોટમાં મ્યુકરમાઇકોસીસના ઘણા કેસો જોવા મળ્યા હતા. લોકો પણ જાગૃત થઈને સારવાર લેવા લાગ્યા છે. પહેલા મ્યુકરમાઇકોસીસના પહેલા પણ કેસ જોતા હતા પરંતુ કોરોનાનો સાઈડ ઇફેક્ટને કારણે આ કેસોમાં ઘણો વધારો થયો છે. મ્યુકરના દરેક કેસમાં આંખ કાઢવી પડે તે જરૂરી નથી. અગાઉથી સારવાર લેવાને કારણે દર્દીઓ હવે ઝડપથી સાજા થવા લાગ્યા છે.
પરિવન્સન ઇઝ બેટર ધેન ક્યોંર, એટલે હંમેશા કાળજી રાખવી અને ખાસ તો રોગ ન થાય તેની વિશેષ કાળજી લેવી જોઈએ. કોઈ પણ રોગ હોય બાળકોમાં નંબર, મોટી ઉંમરના લોકોમાં મોતીયો હિયકે કોવિડને કારણે મ્યુકરમાઇકોસીસ થવાની સાંભવના હોય. તો ક્યારેય પણ દર્દીને સામાન્ય ચિહ્નો દેખાય ત્યારે ઘરગથ્થુ ઈલાજ ન કરાવતા ડોકટરની યીગ્ય સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ.
બ્લુ બ્લોક લેન્સ સ્ક્રીન વર્કર માટે મદદરુપ: રાજુભાઈ શેઠ
ગ્લાસીસ ઓપ્ટિક્સના માલિક રાજુભાઈ શેઠ ‘અબતક’ સાથે ની વાતચીતમાં જણાવે છે કે હાલ ઓનલાઇન શિક્ષણ ને કારણે સ્ક્રીન વર્ક વધી રહ્યું છે ત્યારે ડિજિટલ ડીવાઈસ ઉપર પ્રોટેક્શન આપી શકે એવા એક લેન્સનો ઉપયોગ કરી શકાય સાથે-સાથે મોટી ઉંમરના લોકો માટે પ્રોગ્રેસિવ લેન્સમા એન્ટી-રેફલેક્ટિવ કોટિંગના લેન્સ મદદરૂપ થઈ શકે અને નાઈટ ડ્રાઈવ માટે ખાસ એન્ટી-રિફલેક્ટિવ વિથ નાઈટ ડ્રાઈવ કોટીંગ! કોન્ટેક્ટ લેન્સની
વાત કરતા તેઓ જણાવે છે કે ચશ્મા અને લેન્સમાં સામાન્ય રીતે લેન્સ વધુ યોગ્ય ગણી શકાય કારણ કે લેન્સ ડિરેક્ટલી આંખ પર અપ્લાઈ કરવામાં આવે છે જેના લીધે આઈ સ્ટ્રેન ઓછો પડે અને આંખ નંબર વધવાની શક્યતા નહીવત ગણાય ! સ્પોર્ટ્સ અને તમામ એક્ટિવીટીમાં રસ ધરાવતા લોકોને માટે કોન્ટેક્ટ લેન્સ સરળ ઉપાય માની શકાય.
કોન્ટેક્ટ લેન્સ આંખને જરાપણ નુકસાન કરતી નથી: રાહુલભાઇ સાંગાણી
આઈ કેન સીના રાહુલ સાંગાણી ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે કોન્ટેક્ટ લેન્સ આંખને નુકસાન કરે છે એ તદ્દન ખોટી વાત છે. કોન્ટેક્ટ લેન્સ શું કાળજીથી વપરાશ કરે તો એમાં કોઈ નુકસાન નથી. ચશ્માની વાત કરીએ તો આજે ઓનલાઇન શિક્ષણના કારણે બાળકોથી લઈને વૃદ્ધ સુધી સ્ક્રીન વર્ક વધી રહ્યું છે ત્યારે એન્ટિ ગ્લેર લેન્સ ઉપયોગી થઇ શકે છે નાઈટ ડ્રાઇવિંગમાં પણ આ લેન્સ મદદરૂપ થાય છે.
સાથે બાળકોને ઓનલાઇન શિક્ષણના કારણે આંખનું રક્ષણ મળે તે માટે બ્લુ બ્લોક લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રેન્ડની વાત કરીએ તો તેને ફોલો કરવા કરતાં આંખના નંબર જે પ્રકારના હોય એને ધ્યાનમાં રાખીને ફ્રેમની પસંદગી કરવી જોઈએ.
પેન્ડમિક સમય ગાળામાં ચશ્માના ગ્રાહકો સાથે બાળકોમા વઘારો: કૌશલ શેઠ
લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે શિક્ષણ સજ્જ રાખવા ઓનલાઇન શિક્ષણ પરિચયમાં આવ્યું છે ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં ગ્રાહકો વધ્યા છે અને ખાસ તો બાળકો માં વધારો જોવા મળ્યો છે. કમ્પ્યુટર, લેપટોપ સ્ક્રીનનું વર્ક હોય છે ત્યારે માર્કેટમાં એન્ટિ ગ્લેર અને બ્લુ બ્લોક લેન્સ મળે છે જે આંખને મદદરૂપ થઈ શકે છે. કોન્ટેક્ટ લેન્સની જો વાત કરીએ તો એવી ગેરમાન્યતા છે કે લેન્સ આંખને નુકસાન પહોંચાડે છે જ્યારે આ વાત તદ્દન ખોટી છે,
સરખી કાળજી રાખી અને જો લેન્સનો ઉપયોગ કરવામાં આવે તો એ આંખને કોઈ નુકસાન પહોંચતું નથી. ચશ્મા પહેરનાર લોકો કરતા કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરનારની આંખના નંબર વધવાની શક્યતા ઓછુ હોય છે.