શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ એસજીવીપી રીબડા ખાતે પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે દર વરસે વિવિધ ધાર્મિક, સામાજીક સેવા કાર્યો થતા હોય છે.
વંથલી, સોરઠ, સરધાર, કોલીથડ, ગુંદાસરા, રીબ વગેરે ગામોમાંથી મંગાવવામાં આવેલા જાંબુની પ્રસાદીની બાળકોમાં વહેંચણી કરાઇ
જેમાં આમ્ર કુટોત્સવ, અનાથાશ્રમમાં ગરીબોને સહાય, દિવ્યાંગ બાળકોને સહાય, ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોને શિક્ષણ કીટ અર્પણ વગેરે સેવા પ્રવૃતિ થતી હોય છે. વૈષ્ણવી પરંપરા પ્રમાણે ભગવાનને ઋતુ ઋતુ પ્રમાણે ફળો ધરવામાં આવતા હોય છે. તે પરંપરા પ્રમાણે ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે પ00 કિલો જાંબુનો ફલકુટ ઘનશ્યામ મહારાજને ધરવામાં આવ્યો હતો.
આ જાંબુ વંથલી, સોરઠ, સરધાર, કોલીથડ, ગુંદાસરા, રીબ વગેરે ગામોમાંથી મંગાવવામાં આવ્યા હતા. તમામ જાંબુ બાળકોને વહેચવામાં આવ્યા હતા. વિતરણ વ્યવસ્થા વેદાંતસ્વરુપદાસજી સ્વામી તથા વિશ્ર્વસ્વરુપદાસજી સ્વામી અને બોડા પરસોતમભાઇએ સંભાળી હતી. આ પ્રસંગે ગુરુકુલના ટ્રસ્ટી મુંબઇ નિવાસી નવીનભાઇ દવે ખાસ ઉ5સ્થિત રહ્યા હતા.