લવ જેહાદનો કાયદો અમલમાં આવતા લવ જેહાદ કાયદોમાં શું જોગવાય છે, તે અંગેની સમજ આપવા માટે પોલીસ કમિશનર કચેરી ખાતે તમામ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સયોજી પોલીસ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમજ શહેરના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 15 પોલીસ કર્મચારીઓની માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન રહેલી વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઇ તમામને પસંશા પત્ર આપી સન્માનીત કર્યા છે. કોરોના મહામારીને અટકાવવા સુપર સ્પેર્ડરોને પોલીસ દ્વારા શોધી કાઢી વેક્સિન અપાવવાની કામગીરી અંગે પોલીસ કમિશનર દ્વારા બિરદાવવામાં આવી છે.
લવ જેહાદને લઈ યોજાયો વર્કશોપ
શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવેલ. જેમાં સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા સાહેબ તથા રાજકોટ શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નરઓ તથા તમામ પોલીસ સ્ટેશન/બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરઓ હાજર રહેલા હતા.
ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી દ્વારા હાલમાં લવ જેહાદનો નવો કાયદો વિધાનસભામાં બીલ મંજુર કરી અમલમાં મુકવામાં આવેલ છે. જેથી ક્રાઇમ કોન્ફરન્સમાં હાજર રાજકોટ શહેરના તમામ અધિકારીઓને આ કાયદાની સમજ કરવામાં આવેલ અને કાયદાની અમલવારી કરવા માટે વર્કશોપ રાખવામાં આવેલ. અને લવ જેહાદના નવા કાયદાનુ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ. તેમજ કાયદો અને વ્યવસ્થા અનુસંધાને તેમજ હાલની કોરાના વાયરસની મહામારી તથા ક્રાઇમ સબંધી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ.
લવ જેહાદમાં ધર્મપરીવર્તન કરાવનાર ધર્મ ગુરુઓ કે કોઇ પણ ઇસમો સંડોવાયેલ હશે, તો તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ લવ જેહાદના કાયદા બાબતે ધર્મ ગુરુઓ સાથે મીટીંગ પણ કરવામાં આવશે. ભુતકાળમાં પણ ઘણી દીકરીઓ જેમને ધર્માનત્રણ ના બદ ઇરાદે ભગાડી ગયેલ હોય. તેમાં રાજકોટ શહેર પોલીસ દ્રારા દીકરીઓને પરત લાવી અને માતા પિતા સાથે મુલાકાત કરાવી આપેલ હતી.
‘કૉપ ઓફ ધ મંથ’ના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
હાલની કોરાના વાયરસની મહામારીમાં રાજકોટ શહેરમાં લારી ગલ્લા ચલાવતા તેમજ શાકભાજી વેંચનારા લોકોને વેકશીન લેવા માટે સમજણ આપી. તેમની સાથે રહી તેમને તાત્કાલીક ધોરણે વેકશીનેશન થઇ જાય તે માટે વ્યવસ્થા કરાવવા માટે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.
રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે સમાંતર માસની સરખમાણીએ ગુન્હાઓનુ પ્રમાણ ઘટવા પામેલ છે, અને ડીટેકશનનુ પ્રમાણ વધેલ છે. આમ ક્રાઇમ રેટમાં ઘટાડો થયેલ છે. જે ક્રાઇમ રેટ ઘટાડવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ખાનગી બાતમીદારો, અટકાયતી પગલાઓ વગેરેની સાથે સાથે આધુનિક જમાનામા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી ગુન્હાઓ શોધી કાઢવા માટે બનાવવામાં આવેલ રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન દ્વારા રાજકોટ શહેરના માથાભારે ઇસમો (ટપોરી) કે જે શરીર સંબંધી ગુન્હાઓ કરે છે અથવા એમ.સી.આર., હીસ્ટ્રીસ્ટર, બુટલેગર્સ, નાસતા ફરતા આરોપીઓને અવાર નવાર ચેક કરતા ઉપરોકત વિગતે ગુન્હાઓનો ઘટાડો થયેલ છે.
ગયા માસમાં રાજકોટ શહેરમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ માલવીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી લુંટના બનાવ બનેલ હતા. જે લુંટના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબએ અભિનંદન આપેલ છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ-અલગ એપ્લીકેશનો બનાવવામાં આવેલ છે. જે એપ્લીકેશનો નો રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ઉપયોગ કરી જે કામગીરી કરવામાં આવેલ હતી. તે કામગીરીના ડેટા ઉપરથી મુલ્યાંકન કરી માટે માર્ચ-એપ્રીલ-મે રહત ના માસ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો માથી પ્રથમ ક્રમાંક મેળવનાર ગાંધીગ્રામ-ર (યૂની) પોલીસ સ્ટેશન તથા દ્વિતીય ક્રમાંક મેળવનાર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા કવચ કે.પી.આઇ. ઇ-ગુજકોપ ઇ-પોર્ટલ એપ્લીકેશનોમાં ડેટા એન્ટ્રીઓ પુર્ણ કરી શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય. જેથી ઉમદા કામગીરી કરવા તથા કરાવવા બદલ બન્ને પોલીસ સ્ટેશનને પ્રોત્સાહીત કરવા રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન ઓફ ધ મંથનુ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ છે.
તેમજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન બ્રાન્ય તેમજ પો.હેડ કવા માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કે જેઓએ માટે માર્ચ-એપ્રીલ-મે ૨૦૨૧ના માસમાં પોલીસ સ્ટેશન/બ્રાન્ચ તેમજ પો.હેડ.કવા લેવલે સારી (બેસ્ટ) કામગીરી કરેલ હોય. જેથી રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન બ્રાન્ચ તેમજ પો.હેડ કવા. ના કુલ-૧૫ પોલીસને પોલીસ કમિશનર મનોજ ખગ્રવાલ સાહેબ દ્વારા “કૉપ ઓફ ધ મંથ”નુ પ્રમાણપત્ર આપી સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને બીરદાવવામાં આવેલ છે.