વી.વી.પી. કોલેજનાં ઈલેકટ્રોનિકસ અને કોમ્યુ.ના છઠ્ઠા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થી બંસી જગદીશભાઈ રાયચૂરા એ પોતાના વિષયના મીની પ્રોજેકટનાં ભાગરૂપે એક પ્રણાલી બનાવેલ છે જેનુંનામ છે. ડ્રાઈવર ડ્રાઉઝીનેસ ડીટેકશન આ પ્રણાલીમાં બંસી રાયચૂરા જણાવે છે કે તેમણે રાસબરી પાઈ (અધતન ઈલેકટ્રોનિકસ પ્રણાલી)નો ઉપયોગ કરેલ છે. આ સેટઅપમાં ડ્રાઈવરની સામેના વીન્ડ સ્ક્રીન ઉપર એક અધતન કેમેરા સિસ્ટમ લગાડવામાં આવેલ છે. આ કેમેરા સતત ડ્રાઈવરની આંખના ખૂલ્લા રહેવાની નોંધ કરે છે.
અધતન ‘ડ્રાઈવર ડ્રાઉઝીનેશ ડીટેકશન સિસ્ટમનો આવિષ્કાર કરતા વી.વી.પી.કોલેજના વિદ્યાર્થી બંસી રાયચુરા
આ કેમેરા સાથે રાસબેરી પાઈ બોર્ડની પ્રોસેસીંગ સિસ્ટમ એમ્બેડેડ પ્રોગ્રામ કરી બનાવવામાં આવેલ છે જે સતત કેમેર તરફથી આવતા ડેટાનું એનાલીસીસ કરે છે.ઈમેજ પ્રોસેસીંગ અને રીઅલ ટાઈમ વીડીઓ પ્રોસેસીંગ અલગોરીધમનો પ્રોગ્રામ બનાવેલ છે જે સતત દરેક ક્ષેત્રમાં ચેક કરે છે.કેડ્રાઈવરની આંખો ખૂલ્લી છે કે નહિ સ્વાભાવિક છે કે કોઈપણ વ્યકિતની આંખો એક મીનીટમાં અંદાજીત 20 વાર બ્લીનક (ઝપકવું) થાય છે જે આ સિસ્ટમમાં ફીલ્સ ડીટેકશનના થાય એ પ્રમાણે ગોઠવેલ છે. કોઈપણ વ્યકિતની આંખ 100 મીલીસેન્ડ પૂરતી ઝબકે છે.
આ સમય કરતા વધારે સમય આંખ બંધ રહે તો વ્યકિત ડાઉઝીનેશ સુસ્તીમાં છે અને ઉધવાની કેઝોકુ ખાવાની શકયતા ધરાવે છે. સિધ્ધાંતના આધારે સમગ્ર સિસ્ટમ કાર્ય કરે છે. હવે જાણીએ કે સિસ્ટમમાં કયા કયાં વિભાગો છે. તો પહેલા કેમેરા દ્વારા સતત ડ્રાઈવરની આંખોનું મોનીટરીંગ કરવામાં આવે છે ત્યારબાદ આ ડેટાનેસબેરી પાઈમાં પ્રોગ્રામીંગ કરી પ્રોસેસ કરવામાં આવેલ છે. રાસબેરી પાઈએ અધતન એમ્બેડેડ સિસ્ટમ બનાવવા માટેનું ઈલેકટ્રોનિકસ પ્લેટફોર્મ છે. આ સિસ્ટમ સાથે એક મોબાઈલ કનેકટ કરવામાં આવેલ છે.
જયારે ડ્રાઈવરની અંખ નિયત સમય કરતા વધારે સમય સુધી બંધ રહેશે. એ લાઈવ વીડીયો પ્રોસેસીંગમાં ડીટેકટ કરવામાં આવશે. ત્યારે એક એલાર્મ વગાડવામાં આવશે જેથી ડ્રાઈવર એલર્ટ થઈ જશે અને ફેશ થઈ ફરીથી ડ્રાઈવીંગ શરૂ કરી શકશે. જેથી અકસ્માત નીવારી શકાય. આ સાથે એક વધારાની સિસ્ટમના ભાગરૂપે જયારે લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓ મોબાઈલ પર વીડીયોગેસ રમવામાં સમય બગાડતા હોય ત્યારે આવા સંજોગોમાં સમયનો સદઉપયોગ કરી બંસી રાયચૂરાએ દેશને મદદરૂપ થાય તેવી રાષ્ટ્રભાવના દર્શાવતી ડ્રાઈવર ડાઉઝીનેશન ડીટેકશન સિસ્ટમ બનાવી સમગ્ર યુવા વર્ગને રાહ ચીંધી છે.
બંસી જગદીશભાઈ રાયચૂરાના આ પ્રોજેકટ માટે વી.વી.પી. કોલેજનાં ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન વિભાગના વડા ડો. ચાર્મીબેન પટેલ દ્વારા સમગ્ર માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવેલ છે.તેમની આ સિધ્ધિ બદલ વી.વી.પી. ઈજનેરી કોલેજનાં મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલા, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર અને નરેન્દ્રભાઈ દવે, અને આચાર્ય ડો. જયેશ દેશકર એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે. અને આ સમાજ ઉપયોગી સાધન વધઉ સારૂ બનાવી શકાય તેના માટે શુભેચ્છાઓ આપેલ છે.