પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા જઈ રહ્યાં છે. વધતા જતા ઈંધણના આ ભાવે નાના અને મધ્યમ વર્ગીય લોકોને વધુ એક મોટી માર પાડી છે. પરંતુ આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે આગામી થોડાં સમયમાં ઈંધણમાં થયેલ આ ભાવ વધારો અંકુશમાં આવી જશે. કોરોનાના મહામારીના સમયમાં પણ કેન્દ્ર સરકારની જીએસટીની આવક એક લાખ કરોડને પાર નોંધાઈ રહી છે અને હજુ પણ તેમાં વધારાની પ્રબળ સંભાવના છે. તો બીજી બાજુ વાયરસની બીજી લહેર અંકુશમાં આવતા અર્થતંત્ર પણ ગ્રીન ઝોનમાં રહેવાની તીવ્ર સંભાવના છે. સરકારની આવક વધતા હવે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ધટાડો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સજ્જ બની છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી વચ્ચારે લોકડાઉન જેવી સ્થિતિમાં પૈડા થંભી જતા પેટ્રોલ-ડીઝલની માંગમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક માગમાં પણ ઘટાડો નોંધાતા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 30 ડોલરએ પહોંચી ગયા હતા. પરંતુ તેમ છતાં ભારતમાં ડોમેસ્ટિક પ્રાઈઝ ઘટાડવામાં આવી ન હતી. કોરોનાના કપરા કાળમાં આવકના સ્ત્રોત ઊભા કરવા માટે સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો ન કરી સમતુલા જાળવવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાની બીજી લહેર પણ અંકુશમાં આવતાં સામે જીએસટીની આવક પણ વધતા હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી લોકોને રાહત આપવામાં આવે તેવી શક્યતા છે. ભાવમાં સતત વધારાને નિયંત્રિત કરવા માટે હવે સરકાર જલ્દી મોટો નિર્ણય લઈ શકે છે.
મહામારીમાં પણ ભારતની વેપાર તુલા મજબૂત નિકાસ 39%ના ઉછાળા સાથે રૂ.ર લાખ કરોડને પાર
સંસદીય સ્થાયી સમિતિ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સ્થિરતા લાવવા અથવા ઘટાડવા માટે આવતીકાલે બેઠક મળી રહી છે. આ બેઠકમાં સરકારી તેલ કંપનીઓના અધિકારીઓ પણ જોડાશે. આ બેઠકમાં સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લેશે.
કોરોનાની વૈશ્વિક મહામારીની દરેક દેશ અને દરેક દેશના અર્થતંત્ર પર કારણે નકારાત્મક અસરો પહોંચી છે. ભલભલા દેશો પણ વાયરસની પછડાટથી પાછળ ધકેલાઈ ગયા છે. પરંતુ આ કપરાકાળના સમયમાં ભારતની અન્ય દેશોની તુલનાએ સારી સ્થિતિ રહી છે. અર્થતંત્ર ટનાટન રહેવાની સાથે હવે આગામી નાણાંકીય વર્ષમાં જીડીપી દર 9.5થી 10 ટકાની વચ્ચે રહે તેવી પ્રબળ સંભાવના છે. કારણકે કપરા સમયમાં પણ ભારતની વેપાર તુલા મજબૂત બની ઉભી છે. મે માસની નિકાસ 69 ટાકાએ વધી રૂપિયા 2 લાખ કરોડે પહોંચી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા સુધારેલા વેપાર આંકડા દર્શાવે છે કે, એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ અને જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રોમાં વૃદ્ધિને પગલે મે મહિનામાં નિકાસમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 3.35% નો વધારો થયો છે, જે 32.27 અબજ ડોલર થઈ છે. અને વેપાર ખાધ છેલ્લા 8 માસના ગાળામાં સૌથી ઓછી નોંધાઈ રહી છે. 6.28 અબજ રહ્યો આઠ મહિના ઓછો દર છે. એપ્રિલમાં વેપાર ખાધ 15.10 અબજ ડોલર અને મે 2020માં 3.15 અબજ ડોલર હતી. મે મહિનામાં આયાત વાર્ષિક ધોરણે 73.64% વધીને 38.55 અબજ ડોલર થઈ છે.
કોરોનામાં પણ ભારતની આર્થિક મૂડી 11 ટકા વધી !!
કટોકટીના સમયમાં પણ ભારતનું અર્થતંત્ર ટના ટન અને ફૂલગુલાબી પરિસ્થિતિમાં આગળ વધી રહ્યું છે. 2020ના કોરોનાના કપરા સમયમાં પણ ભારતની મૂડીમાં 11 ટકાનો વધારો થવા પામ્યો છે અને બે લાખ કરોડ રૂપિયા ની મૂડી વૃદ્ધિ થવા પામી છે. ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ આપવાનો રોડ મેપ હવે નજીકના ભવિષ્યમાં જ મંદિર સુધી પહોંચી જાય તેવું સ્પષ્ટ દેખાઈ રહી છે.
2025 સુધીમાં અર્થતંત્ર પાંચ અમેરિકન ડોલરથી પણ આગળ વધી જાય તેઓ દેખાઈ રહ્યું છેકરકસર ખર્ચમાં કાપ અને બચત ના કારણે રાજકોષીય સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે તેમાં કિંમતી ધાતુઓ સોનુ અને અન્ય ઝવેરાત ની કયામત 2020 માં 12.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ચૂક્યું છે.