રાજકોટ તથા અન્ય કોઇપણ જગ્યાએ ‘બ્લુ વહેલ ચેલેન્જ’ ના કારણે યુવાન પોતાનો જીવ ન ગુમાવે એ આશયથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ‘બ્લુ વ્હેલ ચેલેન્જ’ અંગેની માર્ગદર્શિકા તૈયાર કરેલ છે.
તમામ ઇલેક્ટ્રોનિક્/પ્રિન્ટ મિડિયા મિત્રોને નમ્ર વિનંતી કે આ માર્ગદર્શીકાનો લોકોમાં બહોળો પ્રચાર, પ્રસાર થાય..
૧- બ્લુ વ્હેલ ચેલેન્જ શું છે?
– બ્લુ વ્હેલ ચેલેન્જ ઘણા દેશોમાં અસ્તિત્વમાં હોવાનો દાવો કરવામાં આવે છે. આ એપ્લિકેશનન્સમાં કથિત રીતે ૫૦ દિવસના સમયગાળા દરમિયાન સંચલાકો દ્વારા ખેલાડીઓને અલગ અલગ પડકારો આપવામાં આવે છે. જેમાં અંતિમ પડકાર ‚પે ખેલાડીને આત્મહત્યા કરવા જણાવવામાં ઓ છે. ‘બ્લુ વ્હેલ’ શબ્દ ‘બીચ વ્હેલ’ ઘટના પરથી આવ્યો છે. જે આત્મહત્યા સાથે સંકળાયેલો છે.
૨- બ્લુ વ્હેલ ચેલેન્જની શ‚આત ક્યારે અને ક્યાંથી થઇ?
– બ્લુ વહેલ ચેલેન્જ ૨૦૧૩માં રશિયામાં વિકોન્ટાક્ટે (વિ.કે) સોશિયલ નેટવર્કમાં શ‚ થયું અને કથિત રીતે ૨૦૧૫માં ગેમના કારણે પ્રથમ આત્મહત્યા થઇ. ફિલિપ બુડેઇકિનએ દાવો કર્યો હતો. કે તેણે એપ્લિકેશન્સની શોધ કરી હતી બાદમાં બુડેઇકિનને આત્મહત્યા કરવા માટે ઓછામાં ઓછી ૧૬ ટીનેજ છોકરીઓને ઉશ્કેરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો અને રશિયન આત્મઘાતી નિવારણ કાયદો તરફ દોરી ગયો અને બ્લુ વ્હેલની ઘટના ઉપર વિશ્ર્વ વ્યાપી ચિંતા કરી શ‚ કરી.
૩- બ્લુ વ્હેલ ચેલેન્જના ભોગ/સહભાગીઓ કોણ છે?
– મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો એપ્સ દ્વારા ખુબ જ પ્રભાવિત થયા છે અને બ્લુ ચેલેન્જમાં ભાગ લઇ રહ્યા છે.
૪- બ્લુ વ્હેલ ચેલેન્જના વિવિધ પગલાં
– તેમાં લગભગ ૫૦ તબક્કાઓનો સમાવેશ થાય છે. જેમાં ગેમના સંચાલક દ્વારા વ્યક્તિને ટાસ્ક આપવામાં આવે છે. જે ગેમમાં આગળ વધવા માટે પડકારો તરીકે સેટ કરવામાં આવ્યા છે. પડકાર ‚પે જેમાં વિકૃત સામગ્રી જોવાનું, તીક્ષ્ણ પદાર્થો દ્વારા ઇજા કરવાનું, શરીરમાં ભોંકવાનુ સૌથી મોટા ભાગે આત્મહત્યાના વૃતિઓ તરફ પ્રેરવના પડકાર આપવામાં આવે છે. અસંખ્ય યુવાનો જે મોટેભાગે ૧૪-૧૮ વર્ષની વય જુથ છે. તે આ એપ્લિકેશન્સના શિકાર બની ગયા છે.
૫- મા-બાપ શા માટે કાળજી લેશે?
– બ્લુ વ્હેલ ચેલેન્જ એ એક એવો વિસ્તાર બનાવે છે કે જ્યાં સંવેદશીલ અલગ અથવા હતાશ બાળકો અને કિશોરો મુલાકાત લઇ શકે છે. અને તેઓનું શોષણ અને નિયંત્રિત કરી શકાય છે. વધુમાં તે સોશિયલ મિડિયા દ્વારા નવા નવા લોકોને નિશાન બનાવવાની તકો આપે છે.
૬- માતા-પિતા / વાલીઓ અને કિશોરો માટે સલાહ?
– ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને કમ્પ્યુટર્સના તમારા બાળકોના ઉપયોગનું નિરીક્ષણ કરો તેઓ ક્યા પ્રકારની વેબસાઇટની મુલાકાત લઇ રહ્યા છે અને ક્યા એપ્લિકેશનો તેઓ એક્સેસ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અને શું ઉપયોગ કરી રહ્યા છે તે જાણો. તેઓ તેમના ઉપકરણો પર શું કરી રહ્યા છે તે વિશે તેમની સાથે વાત કરો. નિયમિતપણે તેમના બ્રાઉઝિંગ અને તેમણે કરેલા સર્ચની સમીક્ષા કરો.
– જો કોઇ વ્યક્તિ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે કોઇને પડકાર આપે તો શું કરવું તે અંગેના તમારા બાળકો/ટીનેજર્સને માર્ગદર્શન પુરુ પાડો. તેમને કોઇ વિશ્ર્વાસુ પુખ્તને જણાવવા માટે પ્રોત્સાહિત કરો કે જે સમસ્યાને ઉકેલવા માટે મદદ કરી શકે છે. સત્તાધીશોને જાણ કરો મોબાઇલને રીપેર કરવા તથા એવા યુવાનો જે જોડાવાની સંભાવના છે. તેમની સાથે સંપર્ક રાખો તેમની સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરો.
– માનસિક તકલીફની ચેતવણી ચિહ્નો જાણો. વર્તનમાં ફેરફાર નિરાશા, ઉદાસી. આત્યંતિક કંટાળા, ડિપ્રેશન અને અસ્વસ્થતાની શારીરીક અથવા મૌખિક અભિવ્યક્તિ, જબરજસ્ત પીડા અથવા તકલીફો દર્શાવે, આત્મહત્યા કરવાની યોજના બનાવે તેના વિશે ચર્ચાઓ કરે, આત્મહત્યા વિશે લખે. કોઇ કોટોકટીમાં
– આપના ધ્યાન પર કોઇ વ્યક્તિ પોતાને દુ:ખ પહોંચાડતી હોય અથવા પોતે આત્મહત્યા કરવાની વારંવાર ધમકી આપતી હોય અને કોઇપણ વ્યક્તિ ‘બ્લુ વ્હેલ ચેલેન્જ’ રમતી ધ્યાન પર આવે તો તાત્કાલીક ડાયલ ૧૦૦ પર સંપર્ક કરો.