શહેર ભા.જ.પ. દ્વારા કરાયેલી કારોબારી સમિતિની રચનામાં જથ્થાબંધ આગેવાનો અને કાર્યકર્તાઓની નિમણુંક કરવામાં આવી છે. મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ મેયરો અને પૂર્વ પ્રમુખ સહિતના અનેક લોકોને રાજી રાખવામાં આવ્યા છે. શહેર ભા.જ.પ.ના પ્રમુખ ડો. વિમલભાઇ કગથરાએ કુલ 190 લોકોની લાંબીલચ્ચ કારોબારી સમિતિની યાદી જાહેર કરી છે જેમાં ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ, આઠ મંત્રી, એક ખજાનચી, એક કાર્યાલય મંત્રી અગાઉ જાહેર કર્યા હતાં. આ ઉપરાંત શહેર ભા.જ.પ.ની કારોબારીમાં તમામ 16 વોર્ડના પ્રભારીનો સમાવેશ કરાયો છે. જેમાં સંજય મકવાણા, દિનેશ ગજરા, નિતીન સોલાણી, કેતન જોષી, મનિષ કનખરા, અશ્ર્વિન પંડયા, ચંદુ કાછડિયા, સંજય મુંગરા, નિતીન ચૌહાણ, પી.ડી. રાયજાદા, સંજય ચુડાસમા, અનિલપુરી ગોસાઇ, દિવ્યેશ અકબરી, પરષોતમ કકનાણી, અશોકકુમાર વસિયર, મુકેશકુમાર લાલવાણીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત યુવા મોરચાના પ્રભારી મિહીર નંદા, મહિલા મોરચાના પ્રભારી નારણ મકવાણા, બક્ષીપંચ મોરચાના પ્રભારી આલા રબારી, લઘુમતી મોરચાના પ્રભારી, ઇકબાલ ખફી, અનુ. મોરચાના પ્રભારી કમલાસિંહ રાજપૂત, પૂર્વ ઉપપ્રમુખ શિશિર કટારમલ, પૂર્વ વોર્ડ પ્રભારી ભાવેશ કાનાણી, પૂર્વ મહામંત્રી પ્રકાશ કનખરા, પૂર્વ કોર્પોરેટર આકાશ બારડ, બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ કમલેશ સોઢા, પૂર્વ વોર્ડ પ્રમુખ મહાવિરસિંહ જાડેજા, કારોબારી સભ્ય શૈલેષ મારૂ, પૂર્વ કોર્પોરેટર જયેશ લખીયર સમાવાયા છે.કારોબારી સભ્ય તરીકે કિરીટ છાપીયા, રમેશ દત્તાણી, અતુલ દાઉદીયા, પ્રકાશ ભટ્ટી, જીતેન્દ્ર લાલ, કિશોર પટેલ, રમેશ નંદા, એ.પી. અમૃતિયા, વકિલ મનોજ અનડકટ, ન.પ્રા.શિ.સ.ના પૂર્વ ચેરમેન ડો. મધુસુદન ગોંડલીયા, પૂર્વ વોર્ડ પ્રભારી વિનુ બકરાણીયા, હેમત ગોહિલ, ભાયા ડેર, પ્રતાપ નંદાણી, પૂર્વ કોર્પોરેટર હર્ષિદાબેન પંડયા, સરિતાબેન ઠાકર, નયનાબેન ચાવડા, ગીતાબેન સાવલા, મંજુલાબેન હીરપરા (પૂર્વ ડે. મેયર), પુષ્પાબેન શ્રીમાળી, બિનાબેન કોઠારી (મેયર), કોર્પોરેટર અલ્કાબા જાડેજા, પ્રભાબેન ગોરેચા, સોનલબેન કણઝારીયા, કુસુમબેન પંડયા (શાસકપક્ષ નેતા), ક્રિષ્નાબેન સોઢા, હર્ષાબેન વિરસોડિયા, બબીતાબેન લાલવાણી, શારદાબેન વિંઝુડા હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, ગીતાબા જાડેજા, લીલાવંતીબેન કંસારા (પૂ.ડે. મેયર), પૂર્વ કોર્પોરેટર રીટાબેન ઝીંઝુવાડીયા, પૂર્ણબા રાઠોડ, નીતાબેન પરમાર, ભાનુભાઇ પટેલ, અશ્ર્વિન કોઠારીને પણ સ્થાન મળ્યું છે.
ઉપરોકત 90 સભ્યો ઉપરાંત કારોબારીમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પરમાણંદ ખટ્ટર, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, મનહર ઝાલા, પૂર્વ મેયર ધીરૂભાઇ કનખરા, બિપીનભાઇ ઝવેરી, હિતેનભાઇ ભટ્ટ, મુકેશભાઇ દાસાણી, નિલેષભાઇ ઉદાણી, અશોકભાઇ નંદા, હસમુખભાઇ હિન્ડોચા તેમજ પૂર્વ મેયર ડો. અવિનાશ ભટ્ટ, રાજુભાઇ શેઠ, હસમુખ જેઠવા, કનકસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જયશ્રીબેન જાની, દિનેશભાઇ પટેલ, પ્રતિભાબેન કનખરા, સનતભાઇ મહેતાને પણ સમાવાયા છે. વધુમાં મોટાભાગના કોર્પોરેટરોને લેવાયા છે. આ સિવાય પૂર્વ કોર્પોરટરો, પૂર્વ હોદેદારને પણ સાચવાયા છે.