કેળા ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે કેળામાં અનેક વિટામીન, ગુણધર્મો રહેલા છે. શરીરને ઠંડક પ્રદાન કરતા કેળા કેટલા ફાયદારૂપ છે. તેટલીજ તેની છાલ પણ ઉપયોગી બને છે. ખાસ કરીને મહિલાઓ પોતાનો ચહેરો, ત્વચાને સુંદરતા બક્ષવા છાલનો અસરકારક ઉપયોગ કરી શકે છે.
સ્કિનને હેલ્ધી રાખવાની સાથે અનેક ગુણધર્મો ધરાવતી ‘કેળાની છાલ’
ત્વચાને ચમકદાર રાખવાની સાથે વિટામીન બી,સી, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપુર
આજકાલ મહિલાઓ શરીરની સુંદરતા માટે અવનવા ઉપાયો અજમાવતી હોય છે. આજની યુવતીઓ, સ્ત્રીઓ, રાસાયણીક પ્રસાધનો છોડી દેશી, સુલભ અને સસ્તી વસ્તુઓનો ઉપયોગ કરતી જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓ પોતાના ચહેરાને લઈને સૌથી વધુ ચિંતિત હોય છે. જો ચહેરાને સુંદર નિખાર આપવો હોય તો કેળાની છાલ પણ ખુબ અસરકારક સાબિત થાય છે. કારણ કે કેળાની છાલમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ મુખ્ય ખીલની સમસ્યા દૂર કરવા મદદ રૂપ બને છે.
કેળાની છાલમાં એન્ટિઓકિસડેન્ટ ગુણ હોય છે જે ત્વચા પરના કાળા ધબ્બા દૂર કરવા ઉપયોગી છે. ચહેરા પરના કાળા ધબ્બા દૂર કરવા સીધી જ કેળાની છાલઘસી શકાય છે. સાથે મધ લગાવીને ચહેરા પર મસાજ કરવાથી ગ્લો આવે છે અને ચહેરો ચમકદાર બને છે. આ ઉપરાંત કરચલીઓ દૂર કરવા કેળાની છલને પીસી લઈ તેમાં એક ઈંડુ ઉમેરવું આ પેસ્ટ ચહેરા પર પંદરથી વીસ મીનીટ રાખવાથી થોડા દિવસોમાં કરચલીઓ દૂર થયેલી જોવા મળે છે.
જો તમે આંખ નીચેના કાળા કુંડાળાથી પરેશાન છો તો તે માટે પણ કેળાની છાલ ઉપયોગી છે. કેળાની છાલ સાથે એલોવેરા જેલ મીકસ કરી લગાવવાથી ડાર્ક સર્કલમાંથી છૂટકારો મળે છે. આમ, કેળુ ખાધા બાદ તેની છાલ ફેંકી ન દેતા ચહેરા-ત્વચાને ચમકીલી બનાવવા તેનો સચોટ ઉપયોગ કરવાથી ખીલ, ડાર્ક સર્કલ વગેરે દૂર કરવા માટે અસરકારક સાબિત થાય છે.