ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ સોલંકી જણાવે છે કે કુદરતના કેર તરીકે સમગ્ર દુનિયામાં જયારે કોરોના નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકોના આરોગ્ય માટે ઉપયોગી એવી કોરોના વિરોધી રસી મુકવામા ગુજરાત રાજય સમગ્ર ભારતવશમાં પ્રથમ નંબર રહેવા બદલ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ અને સરકારની સમગ્ર ટીમને બીરદાવ્યેછીએ અને જણાવ્યું છે કે આ ખુબજ ખતરનાક રોગચાળા સામે સર્વોત્તમ સિધ્ધી છે.સંપૂર્ણ પણે લોકડાઉન કર્યા વિના કોરોનાપર ગુજરાતભરમાં કાબુ મેળવવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે.

કોરોના રસી મુકવામાં ગુજરાત દેશમાં પ્રથમ: નરેન્દ્ર સોલંકી

મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈ પ્રજાલક્ષી સફળ યોજનાઓ અને આયોજન બદલ અભિનંદન પાઠવતા પ્રદેશ ભાજપ અગ્રણી

નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું છે કે ગુજરાત સરકારે જાહેર કરેલ આંકડા પર એક દ્રષ્ટિપાત કરતા જણાય છે કેસમગ્ર ગુજરાતમાં ગઈકાલની તારીખ 13.6.2021ની સાંજની સ્થિતિએ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં વડીલો ભાઈઓ, બહેનો, માતાઓ વિગેરેને રસીના કુલ 2 કરોડથી વધુ ડોઝ અપાયા છે. આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટલાઈન વર્કરને 19,42,897 પ્રથમ ડોઝ અને 11,02,929 દ્વિતીય ડોઝ અપાયેલ હતો 45 વર્ષથી ઉપરના 99,72,919 લોકોને પ્રથમ ડોઝ અને 33,99,133 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18 થી 45 વર્ષ સુધીમાં 37,76,176 પ્રથમ ડોઝ અને 69,846 બીજો ડોઝ અપાય ચૂકયો છે. આમ કુલ મળીને આશરે 20264893 જેવા ડોઝ અપાયા છે. જે ખૂબજ સરાહનીય બાબત છે. રસીકરણની બાબતમાં સંવેદનશીલ મુખ્યમંત્રીની દિર્ઘષ્ટી કારણે અનેક મોટા રાજયો કરતાં ગુજરાત રાજય આગળ નિકળી ગયું છે. જે ભારતીય જનતાપાર્ટી માટે ખૂબજ સરાહનીય છે.

દરરોજ સરેરાશ આશરે 2 લાખથી વધુ લોકોને રસી અપાય છે.તા.13.5.2021એક દિવસમાં સમગ્ર ગુજરાતમાં આશરે 234551 લોકોને રસીનો લાભ આપવામાં આવ્યો હતો. કુલ 8 લાખથી વધુ દર્દીઓએ સમગ્ર ગુજરાતમાં કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. ગુજરાત રાજયનો રીકવરી રેટ અંદાજે 97.23% સુધી પહોચી ગયો છે. જે ખૂબજ સારી બાબત છે. કોરોના સામેની સહયારી લડતમાં સહયોગી બનેલા તબીબો નર્સીંગ સ્ટાફ સંપૂર્ણ તબીબી સ્ટાફ સરકારી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ધાર્મીક ક્ષેત્રના વડાઓ સંતો મહંતો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને આ કામગીરીમાં પોઝીટીવ રીતે સાથ આપનાર સમગ્ર પ્રજાજનો વગેરે ખુબજ યશના અધિકારી છે. જે રીતે રસીકરણ અભ્યાનમાં ગુજરાત પ્રથમ રહ્યું છે. તે જ રીતે કોરોનાને પરાસ્થ કરવામાં પણ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રહેશે તેવી આશાઓ વધી રહી છે.

નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છેકે તાઉતે વાવાઝોડાનો ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણમાં સરકારી રાહે સંપૂર્ણ સફળતા પૂર્વક સામનો કર્યા બાદ ખુબજ ટુંકા ગાળામાં રસીકરણ ક્ષેત્રે પણ સીધ્ધી મેળવી છે. ગયા અઠવાડીયે ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રૂબરૂ મુલાકાત લઈ તેમની સાથેની વિસ્તૃત ચર્ચાઓ બાબતે પ્રજા લક્ષી સફળ યોજનાઓ અને આયોજન બદલ તેમને તથા તેમની ટીમને અભીનંદન આપ્યા હતા. કોરોના અગાઉ કરતા ઘણોજ ધીમો પડયો છે.પરંતુ હજી સંપૂર્ણ પણે તેનો નાશ થયો નથી. તેના માટે સમગ્ર સમાજના માતાઓ બહેનો વડીલો ભાઈઓ યુવાનો બાળકો ને અનુરોધ કર્યો છે કે જયાં સુધી સંપૂર્ણ પણે કોરોનાનો નાશ ન થાય ત્યાં સુધી લોકો ખાસ માસ્ક પહેરી રાખે, સોશ્યલ ડીસ્ટસીંગનું પાલન કરે, સેનીટાઈઝર અને સાબુનો ઉપયોગ કરે અને તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.