દુંદાળા દેવના મહોત્સવનો આજે નવમો દિવસ છે. શંકર પાર્વતીનાં પૂત્ર ગણેશની ભકિત શ્રધ્ધાભેર શેરીએને ગલીએ થઈ રહી છે. તેમજ ભવ્ય ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. બાળકો માટે વિવિધ સ્પર્ધા યોજાઈ રહી છે. ગણેશ મહોત્સવ પૂર્ણ થવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યો ભકતો ભકિતમાં કોઈ કસર રાખવા ન માગતા હોય તે રીતે દુંદાળા દેવની ભકિતમાં મગ્ન થઈ ગયા છે.
જીવનનગર કા વિઘ્ન હર્તા
જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, મહાદેવ ધામ સમિતિ, અને મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહર્તા ગણપતિ મહોત્સવમાં દિપમાલાનું ઉદઘાટન કરી સમિતિને અર્પણ કરવામાં આવ્યું હતુ. ગૌ સંવર્ધનના ચેરમેન અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ દિપમાલાનું ઉદઘાટન કર્યંુ હતુ. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ સ્વાગત કરતા જણાવ્યું કે આ વિસ્તાર અધાર હતો તેથી પ્રશ્ર્નો અનેક હતા સમિતિએ જે જે પ્રશ્ર્નો રજૂ કર્યા તેનું નિરાકરણ થયું છે. બે ટર્મથી નગરસેવકોએ લોકપ્રશ્ર્નો માટે સકારાત્મક કામ કર્યું છે. ડો. કથીરીયાની ગાયના સંવર્ધન માટેના પ્રયાસોની રાષ્ટ્રીય નોંધ લેવામાં આવી છે તે માટે સમિતિ અભિનંદન પાઠવે છે.
કરણપરા કા દાદા
વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ આયોજીત કણપરા કા દાદા સાર્વજનીક ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ મહોત્સવમાં દરરોજ રાત્રે ૮ કલાકે મહાઆરતી યોજવામાં આવે છે. જેમાં વોર્ડ નં.૭ના કોર્પોરેટર કશ્યપ શુકલ, રસીકભાઈ મોરધરા, નીતીન ઝરીયા, પ્રવિણ ચાવડા સહિતના સાથેઉપસ્થિત રહી ગણપતિ મહારાજની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તેમજ પ્રદીપ ઠકકર એન્ડ ગ્રુપ દ્વારા ગણપતિજી વંદનાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આજે રાત્રે ૯ કલાકે શ્રીનાથજીની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.
સંજયનગર કા રાજા
સામાકાંઠા વિસ્તારનાં સંત કબીર રોડ પર આવેલ સંજયનગર ચોક ખાતે સંજયનગર કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં આરતી સ્પર્ધા યોજાઈ હતી જેમાં ચાલીશથી વધુ બહેનોએ ભાગ લીધો હતો. જેના નિર્ણાયક તરીકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, રસીલાબેન સાકરીયા અને વિનોદભાઈ પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા વિજેતાઓને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીના હસ્તે વિજેતાઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આવતીકાલે જુ. ફિલ્મી કલાકારો દ્વારા કાર્યક્રમ યોજાશે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
નિકાવા ગણપતિ મહોત્સવ
નિકાવામાં ત્રિલોકમંડપ સર્વીસ ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવને સફળ બનાવવા માટે નિરવ ગોંડલીયા, જયેન્દ્રપરી ગોસ્વામી, કૌશિકપરી ગોસ્વામી, રાકેશપરી ગોસવામી રવિગીરી ગોસ્વામી, વિજય મોચી, બૈજુ મોતી તથા મિત્ર મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમાં દરેક ગામવાસીઓ દ્વારા સાંજે આરતી કરવામાં આવે છે.
કોઠારીયા કોલોની કા મહારાજા
વિનાયક ગ્રુપ આયોજીત ૭/૩ માસ્તર સોસાયટી ખાતે કોઠારીયા કોલોની કા મહારાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે વૃધ્ધાશ્રમના વડીલો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. તેમજ આજરોજ અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકો દર્શન તથા આરતીનો લાભ લઈ રહ્યા છે.
સેલવાસ
સેલવાસનાં પીપરીયામાં આવેલ ‘સિધ્ધિ વિનાયક’ દરબારમાં ભકતોની ભીડ જામી છે અહી સિધ્ધી વિનાયક મીત્ર મંડળ દ્વારા અગ્યાર દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં દરરોજ ભકતોની ભીડઉમટે છે. સેલવાસનાં પોલીસ સ્ટેશનનાં એસએસઓ કે.બી. મહારાજને સહ પરિવાર સિધ્ધિ વિનાયકના દર્શન કર્યા હતા. ઢોલ નગારાથી વાજતે ગાજતે સિધ્ધિ વિનાયકની વિશેષ આરતી કરી દાદરાનગર હવેલીમાં હંમેશા સુખ અને શાંતી સહિત સમૃધ્ધી રાખે તેવી પ્રાર્થના કરી હતી. સતત ૩૨માં વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ છે. અગ્યારમાં દિવસે ગણેશ વિસર્જન થશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે.
રાજકોટ કા મહારાજા
બ્રહ્મ સમાજના ભુદેવ પરિવારોને એક સુત્રતાથી બાંધવાનું તથા સામાજીક કાર્યોમાં હંમેશા અગ્રગણ્ય ભુદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવના ૮ માં દિવસે ભગવાન ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાના હોદેદારો, બ્રહ્મસમાજના અગ્રણીઓ મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજર રહી મહાઆરતીના સમાપન બાદ દરોજ સ્વાઈન ફલુ સામે રક્ષણ મળે તેવા ઉદેશથી આરોગ્ય ભારતી સંસ્થા દ્વારા દરરોજ ટેબલેટ વિતરણ કરવામાં આવે છે. અને દરરોજ હજારો ભાવિકો ભકતજનો લાભ લે છે. આમ રાજકોટ કા મહારાજા ખાતે આજે રાત્રે સંજયભાઈ ડી. ભટ્ટના શ્રીમુખેથી સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ છે.
સતવારા સમાજ આયોજીત ગણેશોત્સવ
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના ધર્મપત્ની અંજલીબેન ‚પાણીએ રૈયા રોડ બાપા સીતારામ ચોકની સામે સરસ્વતી પાર્ક ખાતેનાં સતવારા સમાજ આયોજીત ગણપતી મહોત્સવમાં ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તેમની સાથે નીતીનભાઈ ભારદ્વાજ, દેવાંગભાઈ માંકડ, પુષ્કરભાઈ પટેલ, વિક્રમભાઈ પૂજારા, બાબુભાઈ આહિર, સહિતના આગેવાનો એ ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સતવારા સમાજના અગ્રણીઓએ સર્વે આગેવાનોનું સ્વાગત કર્યુ હતુ.
રાજકોટ કા રાજા
રાજકોટ કા રાજા ના આંગણે આજરોજ ૯૦૦ ફુટ લાંબી ૫૫૧ બરફથી લાદી, ૪૫ શીખર તથા બરફના શીવલીંગ-૩ ફુટના ૪૦૦ લાકડાથી પણ વધારે ફ્રેમથી બનેલું મજબુત ક્ધતાન ૨૦૦૦ ફુટથી વધારે પીઓપી ૬૦૦ કીલોથી વધારે ૧૦૦૦ થી વધારે બીલીપત્રો ૫૦ કીલોથી વધારે ગુલાબની પાંદડીઓ અલગ અલગ કલરથી બરફની લાદી શુશોભીત કરી આજરોજ રાજકોટ કા રાજા ના આંગણે આ સંપૂર્ણ તૈયારી બાદ પૂર્વ સ્ટે. ચેરમેન તથા ભારતીય જનતા પાર્ટી આગેવાન નીતીનભાઇ ભારદ્વાજના હસ્તે દર્શન સાત કલાકે આજે સાંજ ખુલ્લા મુકવામાં આવશે.આવતીકાલે આજ ૯૦૦ ફુટ લાંબી ગુફાની અંદર ભસ્મથી ભસ્મેશ્ર્વર યાત્રા આખા જંગલના માહોલ એક જંગલી વાતાવરણ સાથે દેવાધીદેવ મહાદેવના ભસ્ત સાથેના દર્શન કરાવવામાં આવશે. તથા આવતી કાલે સાથે સાથ બહેનો માટે મેગા દાંડીયા રાસ કોમ્પીટીશન પણ રાખવામાં આવ્યું છે. જેની કોમ્પીટીશનમાં ભાગ લેવા ઇચ્છુક બહેનોએ ગ્રાઉન્ડ ઉપર મેહુલભાઇ ત્રિવેદીનો સંપર્ક કરી તેઓનું નામ નોંધાવવા જણાવાયું છે.
જાગનાથ સોસાયટી ગણેશ મહોત્સવ
ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ના ધર્મપત્ની અંજલીબેન સોજીત્રાનગર, અરવિંદભાઇ મણીયાર ફલેટસ, એ.પી. પાર્ક જગન્નાથ સોસાયટી ખાતેના ગણપતિ મહોત્સવોમાં દર્શનાર્થે ઉ૫સ્થિત રહ્યા હતા. તેમની સાથે દેવાંગ માંકડ, દિનેશભાઇ ટોળીયા, નીતીન ભુત, રઘુભાઇ ધોળકીયા, મહેશભાઇ રાઠોડ, રાજુભાઇ અઘેરા, જાગૃતિબેન ઘાડીયા, કાથડભાઇ ડાંગર, અલ્કાબેન કામદાર, કીરણબેન માંકડીયા સહીતના આગેવાનો એ ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.