તા.૧૦મીએ સવારે ૮:૩૦ કલાકે મણીયાર જિનાલયેથી દાદાની ભવ્ય રથયાત્રા તથા તપસ્વીઓના વરઘોડા પ્રસ્થાન કરશે: પાલિતાણાના સુપર બેન્ડના સાંજીદાઓ ગુ‚ભગવંતોને સંગીતમય સલામી આપશે

માંડવી ચોક જિનાલયે ભવ્ય રથયાત્રા, તપસ્વીઓનો વરઘોડો, શોભાયાત્રા તેમજ રાજકોટમાં વસતા તમામ મૂર્તિપૂજક જૈનોનું સંઘજમણનું રવિવાર તા.૧૦ના રોજ રાજકોટ જૈન તપગચ્છ સંઘના આંગણે આયોજન કરવામાં આવ્યું છે.રથયાત્રા તથા તપસ્વીઓનો વરઘોડો રવિવારે મણિયાર જિનાલય ચૌધરી હાઈસ્કુલ સામેથી સવારના ૮:૩૦ કલાકે શ‚ થશે. તેમજ અંદાજીત સવારના ૧૧ કલાકે ૧૯૧ વર્ષ પ્રાચીન તીર્થ સુપાર્શ્ર્વનાથ દાદાના જિનાલયે પધારશે. જયાં પ્રભુજીના પોખણા થશે.ગુજરાતમાં ૧ માત્ર સોના-ચાંદીના મૂલ્યવાન નવનિર્મિત રથમાં ભગવાનને લઈને લાભાર્થી પરીવાર લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ ઘી વાળા બેસશે. યુવરાજ માંધાતાસિંહજીની આગેવાનીમાં રજપૂત સમાજ દ્વારા રથયાત્રાનું સન્માન કરાશે. શ્ર્વેતાંબરશ મૂર્તિપૂજક સંઘના પ્રમુખો ભગવાનની રથયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જૈનોના દરેક ફીરકાઓ એકતા ‚પ પ્રભુજીની રથયાત્રામાં ઉપસ્થિત રહેશે. વિવિધ શણગાર સજી ૧૧ બગીઓમાં તપસ્વીરત્નો બિરાજશે. રથયાત્રાના સમગ્ર ‚ટ ઉપર ઠેક-ઠેકાણે રથયાત્રાને વધાવતી વિવિધ રંગોળીઓ કરવામાં આવશે. ૧૫૧ બેડાધારી બહેનો કળથ સાથે એક સરખા કલરની સાડીમાં રથયાત્રામાં આગળ ચાલી શુકલ કરાવશે.મણીયાર જીનાલય, એરપોર્ટ સંઘ, યુનિ. સંઘ, ધર્મનાથ જીનાલય, પંચવટી સંઘ, આનંદનગર સંઘ, સાધુ વાસવાણી જિનાલય, શ્રમજીવી સંઘ, કાલાવડ રોડ સંઘ, ગાંધીગ્રામ સંઘ સહિતના સંઘોમાં પ્રભુજીના પારણા લઈ પધારશે. રાજકોટમાં પ્રથમવાર પાલિતાણાના સુપર બેન્ડના સાજીંદાઓ રાજકોટના માર્ગો ઉપર જૈન ભકિત સંગીત દ્વારા ગુ‚ ભગવંતોને આદરતાપૂર્વક સલામી આપશે. બેન્ડની અંદર અંદાજીત ૨૨ થી પણ વધારે સાજીંદાઓ રહેશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ‚પી, કાઠિયાવાડી રાસ મંડળી ‚ટ ઉપર જૈન સ્તવનોના તાલેરાસની રમઝટ બોલાવશે. સમગ્ર રથયાત્રાના ‚ટ ઉપર ઠેક-ઠેકાણે સમાજના વિવિધ મંડળો યુવક મંડળો, મિત્ર મંડળો દ્વારા પાણી અને સરબતની વ્યવસ્થા ગોઠવાઈ રહેલ છે.જાજરમાન રથયાત્રામાં પધારવા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને રાજકોટ જૈન તપાગચ્છ સંઘના ટ્રસ્ટીઓની લાગણીને માન આપી અનુકુળતા મુજબ પધારશે. રથયાત્રાના ‚ટ ઉપર આવતા નાગરિક બેંક સામે, ઢેબર ચોક, કોર્પોરેશન ચોક, પેલેસ રોડ, કોઠારીયા નાકા તેમજ સોની બજાર ચોકમાં રથયાત્રાનું ફુલહારથી સ્વાગત કરશે. બોલબાલા ટ્રસ્ટ, આશાપુરા યુવક મંડળ, કોઠારીયા નાકા મિત્ર મંડળ, સ્થાનકવાસી જૈન સમાજ, શિવસેના, સોની બજારના વેપારી મિત્રો દ્વારા સ્વાગત થશે. રથયાત્રામાં શાસન ધ્વજ-વિવિધ વેશભૂષામાં નાના નાના ભુલકાઓ શાસનની શાન વધારશે. રથયાત્રાના પાવનમાં આચાર્ય ભગવંત પ્રદીપચંદ્ર સુરીશ્ર્વરજી મહારાજ તથા પૂ.આ યશોવિજયજી મ.સા. આદિ ઠાણા (૧૦) તથા દાદાવાડી રાજકોટ જૈન તપગચ્છ સંઘમાં બિરાજમાન પૂ.પ્રશાંતશ્રીજી મ.સા.ના આદિઠાણા ૮ તથા મણિયાર જિનાલયમાં બિરાજમાન પ.પૂ.વ્પિલયાશ્રીજી મ.સા.આદિઠાણા પધારશે.રથયાત્રાના સમગ્ર આયોજન તથા સંચાલન પ્રમુખ જીતુભાઈ ચા વાળાના માર્ગદર્શન હેઠળ જયંતભાઈ મહેતા, મહાસુખભાઈ રામાણી, કેવીનભાઈ દોશી, કેતનભાઈ વોરા, જયેશભાઈ દોશી, ભાવેશ વોરા, દિલીપભાઈ વોરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. રથયાત્રા, દાદાવાડી સંઘમાં પધાર્યા બાદ પ્રભુજીના પોખાણ શાસ્ત્રોકત વિધિ મુજબ કરવામાં આવશે. ત્યારબાદ પૂ.આચાર્ય ભગવંતના માંગલિક પ્રવચન અને સંઘ જમણની શ‚આત કરવામાં આવશે. સંઘ જમણના મુખ્ય લાભાર્થી પરિવાર સંઘપતિ જૈન શ્રૈષ્ઠીવર્ય જે.એમ.શાહ પરિવાર દ્વાર ભગવાનને થાળ સંઘ જમણની શુભ શ‚આત કરવામાં આવશે.સંઘ જમણની તૈયારીમાં સંઘ સેક્રેટરી કેતનભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જયેશભાઈ દોશી, મહાસુખભાઈ રામાણી, નીતીનભાઈ દેસાઈ કાર્યરત છે. અંદાજીત ૧૦ હજારથી પણ વધારે જૈનો સંઘ જમણમાં પધારશે. ૪૫ સહાયક સંઘપતિ પરિવારના સુકૃત સહયોગથી આયોજીત થતા સંઘ જમણમાં મણિભદ્ર આસ્થા મંડળ મણિયાર જિનાલયના ક્ધવીનર દિલીપભાઈ પારેખની રાહબરી હેઠળ જિનાલયના શ્રાવક / શ્રાવિકાઓએ, યુનિવર્સિટી રોડ, જૈન સંઘના યુવાનો, આનંદનગર જૈન સંઘના કાર્યકર્તાઓ તથા મારવાડી સમાજના યુવાનો-વ્યવસ્થા સંભાળશે.રથયાત્રામાં પરિવાર સહ પધારવા રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઈ દેસાઈ (ચા વાળા), ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી, જાગનાથ જિનાલયના ક્ધવીનર ત‚ણભાઈ કોઠારી, મણીયાર જિનાલયના ક્ધવીનર દિલીપભાઈ પારેખ, પટણી જિનાલયના ક્ધવીનર કેતનભાઈ વોરા તેમજ દાદાવાડી સંઘના સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા રાજકોટના જૈનોને પધારવા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.