રાજ્યભરમાં કોરોનાના કેસોમાં જે રીતે ધટાડો જોવા મળ્યો છે તેમ લોકડાઉનમાં પણ સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આગામી તારીખ 14 ને સોમવારથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા રદ કરાયેલા રૂટો શરૂ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ આગામી સોમવારથી રાજકોટથી નાગદ્વારા, સોમનાથ, દ્વારકા, કચ્છ, ભુજ અને બરોડા સહિતના રૂટો શરૂ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી નાગદ્વારાના રૂટો શરૂ કરવા માટે મુસાફરોની માંગ હતી જેને ધ્યાને લઇ હવે સોમવારથી રાજકોટ નાગદ્વારાની બસ શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટથી સોમનાથ, સોમનાથથી દ્વારકાની એસી બસો પણ શરૂ થશે. જ્યારે રાજકોટથી દ્વારકા અને દ્વારકાથી સોમનાથ સુધીની બસ પણ રાજકોટથી મળી રહેશે. જ્યારે રાજકોટ બરોડા, રાજકોટ ભુજ, રાજકોટ અમદાવાદના રૂટો પણ ફરી શરૂ થશે.
કોરોનાને કારણે અગાઉ બંધ કરાયેલા રૂટો સોમવારથી ફરી શરૂ કરવામાં આવતા મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.