મેષ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારો ગુસ્સો નાની વાતને મોટું સ્વરૂપ આપી શકે છે, જે તમારા પરિવારને નારાજ કરી શકે છે. તમારા ગુસ્સા પર આજે કાબુ રાખવો. આ રાશિના જાતકોએ આજે રોકાણ કરવાથી બચવું. આજે કોઈ પણ વાત યોગ્ય સમયે જ કહેવી નહિતર સંબંધ બગડી શકે છે. આજના દિવસ દરમિયાન નવી ભાગીદારી ફાયદાકારક નીવડશે. આજે જીવનસાથી સાથે વાદ-વિવાદ થવાની પુરી સંભાવના છે તેથી સાવધ રહેવું. આજે કોઈ ધાર્મિક પ્રવચન સાંભળવા અથવા ભગવાનનું સ્મરણ કરવું. કાર્યસ્થળ પર બોલવામાં સાવધાન રહેવું, પછતાવવું પડી શકે છે.
વૃષભ રાશીફળ – આજે માનસિક સ્પષ્ટતા માટે ભ્રમ અને નિરાશાથી દૂર રહેવાની કોશિશ કરવી. આજે તમને કેટલાક સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. આજના દિવસ દરમિયાન મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો. નવી ભાગીદારી ફાયદાકારક રહેશે. પરોપકાર અને સામાજિક કાર્યો તમને આકર્ષિત કરશે. આ રાશિના નોકરીયાત વર્ગે ઓફિસમાં કામમાં સાવધાની રાખવી, આજે પ્રેમિકાને સમય ન આપવાથી નારાજ થઈ શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ આનંદમય રહેશે.
મિથુન રાશીફળ – આ રાશિના જાતકોએ ખુશનુમા દિવસ માટે જીદ્દી અને હઠીલા સ્વભાવને દુર રાખવો, આનાથી માત્ર સમયની જ બરબાદી થશે. આજના દિવસ દરમિયાન વધારે ખર્ચ કરવાની આદત આર્થિક મુશ્કેલી ઉભી કરી શકે છે. ઉદાર બનવું, પરંતુ સાવધાન રહેવું. આજે કાર્યક્ષેત્રમાં કેટલાક પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે. વકીલ પાસે જઈ કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે.
કર્ક રાશીફળ – તણાવની તબીયત પર અસર પડી શકે છે. આજે તમારી ઉર્જા સારી રહેશે. અચાનક કોઈ નફો થઈ શકે છે. આજે પરિવાર પર હુકમ ચલાવવા માટે ખરાબ દિવસ ચે, પરેશાની ઉભી થઈ શકે છે. એવા લોકોથી દુર રહેવું જે તમારી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી શકે તેવા હોય. આજે જીવનસાથી માટે સમય કાઢવો, ધાર્મિક કાર્ય અથવા ધાર્મિક જગ્યા પર જવાનું બની શકે છે. જીવનસાથી સાથે સારો સમય વિતાવવા માટે આજે પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો.
સિંહ રાશીફળ – આ રાશિના જાતકોને વ્યસન છોડવા માટે આજનો દિવસ શુભ છે. આજના દિવસમાં લાંબાગાળાનું રોકાણ કરશો તો ફાયદાકારક નીવડશે. તમને આજે પરિવાર તરફથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. નવી શરૂ કરેલી યોજના ધાર્યું પરિણામ નહીં આપે. તમારી આપેલી સલાહથી તમારા જ વખાણ થઈ શકશે. જીવનસાથી સાથ સારો દિવસ પસાર થઈ શકે છે.
કન્યા રાશીફળ – તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું તથા આધ્યાત્મિક પણ બનવું ખુબ જરૂરી છે. ધાર્મિક વિચાર તમારા જીવનમાં આવેલી દરેક સમસ્યાનું સમાધાન આપી શકેશે. જરૂરત કરતા વધારે ખર્ચ કરવાથી બચવું. આ રાશિના લોકોએ ચાલાકીભરી યોજનામાં રોકાણ કરવાથી ફસાઈ શકે છે તેથી સાવધાન રહેવું. તમારા નજીકના લોકો સાથે વ્યવહાર સારો રાખવો. આજના દિવસમાં ભાગીદારીની યોજનામાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આજે વાહન ચલાવવામાં સાવધાની રાખવી નહીં તો અકસ્માત થઈ. આજનો દિવસમાં તમે ઇચ્છશો તેવો નહીં રહે. આ રાશિના લોકોએ માનસિક શાંતિ માટે ઘરે રહી આરામ કરવો. આદ્યાત્મ રહેવાથી મનને શાંતી મળશે.
તુલા રાશીફળ – આ રાશિના તબીયત સારી રહેશે. મિત્રોની મદદથી આર્થિક પરેશાની દૂર થઈ શકશે. આ રાશિના જાતકોએ પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે દૂરવ્યવહાર ન કરવો. કાર્યસ્થળ પર સારો દિવસ છે. છુપાયેલા દુશ્મનો પર નજર રાખો, કારણ કે તે અફવાહ ફેલાવવા માટે તે અધીરા જ રહેશે. જીવનસાથી સાથે થોડો તણાવ રહી શકે છે પરંતુ દિવસના અંતમાં બધુ બરાબર થઈ જશે.
વૃશ્ચિક રાશીફળ – આજે ભીડભાડવાળા વિસ્તારથી દુર રહેવું. આ રાશિના લોકોને અચાનક કોઈ રોગ પરેશાન કરી શકે છે. આજના દિવસ તમે લગાડેલું અનુમાન નુકશાનકારક સાબિત થઈ શકે છે, જેથી રોકાણ કરવામાં સાવધાની રાખવી. આજે મનમાં કોઈ પ્રકારનો ડર રહેશે, જેનાથી તમે પર્યાપ્ત ખુશી પ્રાપ્ત થઈ શકશો નહીં. આજના દિવસમાં બેન્કીંગ ક્ષેત્રે કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉતાવળમાં કોઈ પારીવારિક નિર્ણયો ન લેવા જેનાથી પછાતાવવું પડી શકે છે.
ધન રાશીફળ – આજના દિવસમાં પોતાની ખુશીઓ બીજા સાથે વહેચવાનું રાખો ખુશી વહેંચાથી વધશે. ભાગીદારી અને ચાલાકીભરેલા યોજનાઓમાં રોકાણ કરવાથી બચવું. તમારા નિર્ણયો બાળકો પર થોપવા નહીં, નારાજ થઈ શકે છે. કોઈ પણ વાત રાખતા પહેલા તે વાત સમજાવવી. તમારા ઉદ્દેશ્ય તરફ શાંતીથી વધવું અને સફળતા મળ્યા બાદ જ રહસ્ય ખોલવા. જો તમે તમારી પ્રગતિ ઇચ્છતા હોય તો યોગ્ય લોકોની સલાહ સાંભળવી. અલગ-અલગ વિચારના કારણે જીવનસાથી સાથે વિવાદ ઉભો થઈ શકે છે.
મકર રાશીફળ – આ રાશિના જાતકોએ કસરતને પોતાની દિનચર્યામાં ઉમેરવી જોઈએ. ઉધાર માંગનારા લોકોને આજે નજરઅંદાજ કરો. કોઈ ત્રીજા વ્યક્તિનો હસ્તક્ષેપ જીવનસાથી વચ્ચે તણાવ પેદા કરી શકે છે. ભાગીદારીમાં કોઈ વ્યવસાય શરૂ કરવા માટે સારો દિવસ છે પરંતુ ભાગીદાર વિશે તમામ જાણકારી પહેલા મેળવી લેવી. કાર્યસ્થળ પર આજે કામનું ભારણ વધારે રહેશે, જોકે સહકર્મીઓનો સપોર્ટ સારો રહેતા તણાવમુકત રહેશો.
કુંભ રાશીફળ – આજે તમે ખુદને રોજની અપેક્ષાએ ઉર્જાવાન અનુભવશો. આ રાશિના જાતકો આજે સામાજિક કાર્યો પર વધારે ધ્યાન આપી શકો છો. આ રાશિના લોકોએ કોઈની સાથે વધારે પડતી મિત્રતા કરવાથી બચવું, નહીં તો પછતાવવું પડી શકે છે. કાર્યસ્થળ પર કામચોરી કરી તે પકડાઈ જશે. જીવનસાથીના અચાનક કોઈ કામના કારણે તમારું આજનું પ્લાનિંગ બગડી શકે છે. પરંતુ, પાછળથી તમને ખબર પડશે કે જે થયું તે સારા માટે થયું.
મીન રાશીફળ – આજે બેચેની અનુભવી શકો છો. આજે સકારાત્મક વિચારો મદદગાર રહેશે. સટ્ટાબાજીથી ફાયદો થઈ શકે છે. ઉધારમાંગનારા લોકોને આજે નજરઅંદાજ કરવા, પૈસા ફસાઈ શકે છે. જો તમે વિદેશમાં નોકરીનો પ્લાન બનાવી રહ્યા હોય તો આજે તે માટે સારો દિવસ છે. અચાનક યાત્રા તણાવ આપી શકે છે. વૈવાહિક જીવન માટે સારો દિવસ છે.