કેશોદ,જય વિરાણી:
કોરોનાની મહામારીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોચ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવ વધારા સામે આખરે કોંગ્રેસે આળસ ખંખેરીને રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ છે. કોંગ્રસે આજે “અબકી બાર પેટ્રોલ 100 કે પાર”ના સૂત્ર સાથે વિરોધ પ્રદશન કર્યા છે. જેમાં કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવવધારા સામે ધરણાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
પેટ્રોલ-ડીઝલ,ગેસના ભાવ વધારામાં કેશોદ શહેર કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી તેમજ પેટ્રોલ ડીઝલના વધતાં જતાં ભાવને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે દેશભરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે કેશોદમાં પણ કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું. કેશોદના ચાર ચોક વિસ્તારમાં પ્લે કાર્ડ અને બેનર સાથે કુદકેને ભુસકે વધી રહેલી મોંઘવારીનો વિરોધ કર્યો.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઇ કોગ્રેસ આક્રમક મૂડ માં જોવા મળી રહી છે. ત્રાહિમામ પોકારેલ લોકોને સહાનુભૂતિ મળે તે હેતુસર ગુજરાતમાં ઠેરઠેર પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરી રહી છે. કેશોદ ચારચોક ખાતે આવેલ પેટ્રોલ પંપ પાસે કોંગ્રેસ દ્વારા વધતા જતા ભાવ અંગે વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ગેસ અને પેટ્રોલ ડીઝલના વધતાં જતા ભાવ સામે સરકાર સામે આખરે જનમત મેળવવા આંદોલનનું રણશિંગું ફૂંકાયું છે.
કોંગ્રેસ દ્વારા ગેસના બાટલા લઈ ધરણાં યોજવામાં આવ્યાં હતાં. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ સરકાર સામે હાય હાયના નારા પણ લગાવ્યા હતા. સાથે જ કોંગ્રેસ દ્વારા મોઘા તેલ રેસ બંધ કરોના બેનરો દર્શાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. કેશોદ પોલીસ દ્વારા જીલ્લા કલેકટરનાં જાહેરનામાંનો ભંગ કરવા બદલ અટકાયત કરવામાં આવી.
કોરોના મહામારી વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની આર્થિક નિતિઓ નાં ભોગે આવશ્યક ચીજવસ્તુઓ નાં આસમાને પહોંચેલા ભાવથી પ્રજાજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો.