વાયરસ એક સબ માઇક્રોસ્કોપી ચેપી એજન્ટ કે પ્રતિકૃતિઓ માત્ર જીવતા અંદર કોષોના એક સજીવ છે. વાયરસ અને બેકેટેરીયા, પ્રાણીઓ, છોડથી લઇનેતમામ જીવો, સુક્ષ્મજીવોને ચેપ લગાડે છે. આપણાં પર્યાવરણમાં લાખો પ્રકારના વાયરસ, બેકટેરીયા, જોવા મળે છે. ખાસ કરીને ‘વાયરસ’ પૃથ્વી પરની લગભગ તમામ ઇકો સીસ્ટમમાંં જોવા મળે છે. વાયરસના અઘ્યનને માઇક્રોબાયોલોજીની પેટા જાતી ‘વાયરોલોજી’ તરીકે ઓળખાય છે. જયારે ચેપ લાગે ત્યારે હોસ્ટ સેલને મુળ વાયરસની હજારો નકલો ઝડપથી ઉત્પન કરવાની ફરજ પડે છે. વાયરસ ઘણી રીતે ફેલાય છે, મુખ્યત્વે શરીરની અંદર પ્રસરીને ને નુકશાનકર્તા હોય છે.
વાયરસ હવા, પાણી કે કોઇ ખાદ્ય પદાર્થ ઉપર જીવી શકતા નથી, જયારે બેકેટેરીયા આમાં જીવી શકે છે તેથી બન્નેમાં તફાવત જોવા મળે છે. પૃથ્વી પર આજ સુધીમાં ઘણા વાયરસો આવીને ચાલ્ગયા ગયા જેમાં બર્ડફલુ, સાર્સ, એન્થ્રેકસ, એચ.આઇ.વી, વાયરસ જ હોય છે. તેના વિરૂઘ્ધની રસી એ જ કામ કરે છે. ટુંકમાં શરીરની આંતરીક પ્રતિક્રિયામાં જ તેની રોકથામ કરવી જ પડે છે. આજે પણ બાહય દુનિયામાં લાખો વાયરસ ફરી રહ્યા છે. જે આપણને કશું જ કરતો નથી હોતો. ઘણા બેકટેરીયા તો શરીરને લાભકર્તા પણ હોય છે. કોઇપણ વાયરસ શરીરમાં પ્રવેશે ત્યારે આપણું શરીર તેની સામે એકરી બોડી બનાવે છે તે બનવાનો સમયગાળો અલગ અલગ હોય છે.
1981મમં સમગ્ર દુનિયામાં એચ.આઇ.વી. વાયરસે હાહાકાર મચાવી દીધો હતો. આ વાયરસથી થતા એઇડસનો ભયાનક ખોફ દુનિયાભરમાં જોવા મળ્યો હતો. આફ્રિકા બાદ દુનિયાના તમામ દેશોમાં ફેલાતા મેડીકલ જગત પણ ધંધે લાગી ગયું હતું. માત્ર પાંચ વર્ષના ગાળા બાદ 1986માં એઇડસ જોવા મળ્યો હતો. આજે એઇડસને 40 વર્ષ થયા છે તેને નાથવા કોઇ ચોકકસ રસી હજી સુધી શોધાય નથી. દુનિયામાં ‘એઇડસ’ જેવી પ્રસિઘ્ધી કોઇને મળી નથી. તેના ડર માત્રથી લાખો લોકોના મોત થયો હતો.
1981માં જે કારણોથી પ્રસરતો એચ.આઇ.વી. એજ કારણોથી આજે ર1મી સદીમા ફેલાય છે ફરક માત્ર એટલો છે કે ત્યારે લોકોમાં તેની જાગૃતિ ન હતી જે આજે છે એટલે આપણને હવે સામાન્ય લાગવા લાગ્યો છે. વાસ્તવમાં આજે પણ 14 થી 24 વર્ષના યુવાવર્ગમાં હજી તે એટલી જ ઝડપે વિશ્ર્વમાં પ્રસરી રહ્યો છે, પણ હવે દુનિયાના લોકોએ તેની સાથે જીવતા શીખી લીધું છે. અસુરક્ષિત જાતીય વ્યવહારો, સગર્ભા માતા દ્વારા બાળકને દુષિત, રકતથી અને એકથી વધુવાર દુષિત સિરીંજ નીડલ કે ઓપરેશનના સાધનોના વપરાશથી માનવ શરીરમાં પ્રવેશે છે.
એચ.આઇ.વી. વાયરસ માણસના શરીરમાં પ્રવેશ્યા બાદ રોગપ્રતિકારક શકિતને ક્ષીણ કરે છે જેને કારણે ઘણા રોગો શરીરમાં વધી જતાં ફુલ બ્લો સ્થિતિમાંથતી અવસ્થાને ‘એઇડસ’ કહેવાય છે. આ સ્થિતિમાં દર્દી રોગોના સમુહમાં ઘેરાય જાય છે. પહેલાનો એચ.આઇ.વી. માંથી એઇડસ થતાં દર્દી મોતને શરણે થતો પણ એન્ટી રીટ્રો વાયરસ ડ્રગને કારણે ફુલબ્લો એઇડસમાંથી તેનો દર્દી પાછો નોર્મલ થઇને વાયરસ સાથે જીવવા લાગે છે. નવી નવી દવા આવતા મૃત્યુ આંક ઘટયોને દર્દી લાંબુ જીવન જીવવા લાગ્યો છે. દુનિયામાં ભરમાં સૌથી વધુ મોત એઇડસને કારણે થયા હતા.
છેલ્લા બે દશકાથી લોકોમાં જાગૃતિ આવતા હવે લોકો વાયરસ સાથે જીવતા લોકોને સહયોગ આપે છે, પહેલા તો તેનાથી ડરતા હતા. તબિબો પણ દુરથીવાત કરતાં ને તેનો વોર્ડ પણ અલગ રખાતો હતો. ભેદભાવની ભયંકર ધટનાઓ વિશ્ર્વની સાથે આપણા દેશમાં બનવા લાગી હતી. નોકરીના સ્થળે તેની ખબર પડતા તેને સૌ ધુતકારતા તેના માનવ હકકોનો પણ મોટા પ્રશ્ર્નો ઉભા થયા. અંગ્રેજીમાં બે ત્રણ ફિલ્મો સાથે હિન્દીમાં ફિર મિલેગે જેવી ફિલ્મો આવતા એઇડસ અંગે લોકોનો નજરીયો બદલાયો હતો. આજની તારીખે પણ દુનિયાના સૌથી મોટી તાકાત ધરાવતા અમરેકામાં 1.2 મિલિયન લોકો એઇડસના વાયરસ સાથે જીવા રહ્યા છે. જયારે 7 લાખ લોકો એઇડસને કારણે ઉદ્ભવતી બિમારીને કારણે મૃત્યુ પામ્યા છે.
પવર્તમાન કોરોના કાળમાં સૌથી વધુ ખતરો આ એચ.આઇ.વી. વાયરસ સાથે જીવતા લોકો એ સહન કર્યો છે. બન્નેમાં રોગ પ્રતિકારક શકિત ઓછી થવાથી વાયરસ સાથે જીવતા લોકો માટે ટકવું મુશ્કેલ થયું હતું. આ સમસ્યાને કારણે ઘણા મૃત્યુ પણ થયા છે.
એઇડસ સામે દુનિયા છેલ્લા 40 વર્ષથી લડી રહી છે જે અનુભવ આપણને કોરોના સામેની લડાઇમાં કામ આવ્યો છે. વાયરસ સામેની પ્રારંભિક દવા, માર્ગદર્શીકા, ચેપનો ફેલાવો, મેડીકલ ટ્રીટમેન્ટ જેવા ઘણા મુદ્દા આપણને કામ આવ્યા છે. આજે સમગ્ર વિશ્ર્વ ફિ એચ.આઇ.વી. વર્લ્ડ આવનારી પેઢીને મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે. એઇડસ એક સામાજીક જવાબદારી છે તેને સૌ એ ઓળખવો જરુરી છે. સમાજ ના છેવાડાના માનવી સુધી તેની જાણકારી સાચી અને વૈજ્ઞાનિક આધાર વાળી પહોંચશે નહીં ત્યાં સુધી આપણે સફળ થશું નહીં.
એચ.આઇ.વી. વાયરસ સામેની એ.આર.વી. ડ્રગ હજી સુધી 100 ટકા લક્ષ્યાંકે પહોંચી નથી, હજી 70 ટકા લોકો સુધી દવા પહોચાડી છે જેનો ગોલ્ડ પુરો કરવા 90-90-90 મુવમેન્ટ ચાલી રહી છે. દર 1લી ડિસેમ્બરે વિશ્ર્વ એઇડસ દિવસ ઉજવાય છે. તેનો સિમ્બોલ રેડ રિબન છે. ક્રિકેટરો પણ રેડ રિબન પીન અપ કરીને મેચ રમે છે. ફિલ્મ સ્ટારો પણ એઇડસ જનજાગૃતિ અભિયાનમાં જોડાય છે. શાળા, કોલેજના છાત્રોને પણ જોડાય છે છતાં દરરોજ નવા એચ.આઇ. વી. પોઝિટીવના કેસો જોવા મળે છે. ખાલી આફ્રિકામાં જ દર અઠવાડીએ 5500 સ્ત્રીઓને ચેપ લાગે છે. આ વર્ષનું લડત સુત્ર ‘વૈશ્ર્વિક ભાગીદારી, સહિયારી જવાબદારી’ છે. કોરોના સામે આજે દુનિયા એક જુટ થઇને લડાઇ લડે છે તેવી જ રીતે એઇડસ સામે પણ લડીને તેને નાબુદ કરવો જ પડશે.
ગત વર્ષે 1.5 મિલિયન લોકોને ચેપ લાગ્યો હતો. આજની તારીખે 37.6 મિલિયન લોકો દુનિયામાં એચ.આઇ.વી. વાયરસ સાથે જીવી રહ્યા છે. 690 હજાર લોકો 2020 ના એક જ વર્ષમાં દુનિયામાં મૃત્યુ પામ્યા હતા. આજે 40 વર્ષે યુ.એન. એઇડસનો વાર્ષિક રીપોર્ટ થોડી આશા જન્માવે છે કે આપણે ‘એન્ડ એઇડસ 2030’ ના લક્ષ્યનો સાધી શકીશું, એઇડસની ઉચ્ચસ્તરીય મીટીંગ ચાલી રહી છે. જેમાં સંયુકત રાષ્ટ્રના તમામ સદસ્ય દેશોને આગામી દશકામાં એઇડસને નાબુદ કરવાની હાંકલ કરી છે.
એઇડસ નાબુદી યુવા શકિતની ભાગીદારી ઘણી જ આવશ્યક છે. હાલ વિશ્ર્વ કોવિડ-19 અને એઇડસ બન્ને સામે લડી રહ્યું છે. આરોગ્ય સેવાઓ દરેક મળે તેવા પગલાં ભરવા હાંકલ કરાય છે. એચ.આઇ.વી. સાથે જીવતાં લોકોમાં ટી.બી. રોગના કારણે મૃત્યુદર ઘટાડવો, 2030 સુધીમાં એઇડસને સમાપ્ત કરવા માટે અસમાનતા દૂર કરવી સાથે હાલ કોરોના કાળમાં આવા દર્દીને કેમ બચાવવા તે સંદર્ભે કાર્યરત થવા જણાવેલ છે. એઇડસમાં થતી કલંક અને ભેદભાવની ઘટના નિવારવી જોખમી વર્તુણક વાળાને તેની હાની વિશે સાવચેતી કરીને તેને ફાસ્ટ ટ્રેકમાં સામેલ કરવાં.
“ચાલો સૌ આ થે મળીને એઇડસને નાબુદ કરીએ” જન-જન જાગે…. એઇડસ ભાગે
એચ.આઇ.વી.ના નવા ચેપ અને મૃત્યુદરમાં છેલ્લા દશકામાં ઘટાડો જોવા મળ્યો
એચ.આઇ.વી. / એઇડસના વૈશ્ર્વિક આંકડા જોઇએ તો હાલ દુનિયામાં 37.6 મિલિયન લોકો તેની સાથે જીવી રહ્યા છે. ગયા 2020ના એક જ વર્ષમાં દુનિયામાં નવા 1.5 મિલિયન લોકોને ચેપ લાગ્યો હતો. આજ વર્ષમાં 690 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. હજી આપણે ગત વર્ષના અંત સુધી 27.4 મિલિયનને દવા પહોચાડી છે એટલે હજી 9 મિલિયનથી વધુ લોકો દવા વગર જ જીવન જીવી રહ્યા છે. કોરોના રોગચાળાના કાળમાં 1.10 મિલિયન રોગચાળો શરુ થયોને ચેપગ્રસ્ત થયા હતા. એઇડસ સંબધિત મૃત્યુ કોરોના મહામારી વચ્ચે વધુ જોવા મળી રહ્યા છે. ગત વર્ષના અંત સુધી 73 ટકા લોકો સુધી દવા પહોચાડાય છે. 1998 ની ટોચની સ્થિતિ કરતા આજની તારીખે નવા ચેપમાં 47 ટકા ઘટાડો નોંધાયો છે, તેવી જ રીતે મૃત્યુદરમા પણ 61 ટકા જેટલો સુધાર જોવા મળ્યો છે. વિશ્ર્વની સાથે આપણા દેશમાં પણ સરકારી આંકડા મુજબ 23.48 લાખ લોકો એઇડસના વાયરસ એચ.આઇ.વી. સાથે જીવી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, યુ.પી. તેલંગાણા જેવા રાજયોમાં કેસ વધુ છે. જો કે સરકારી આંકડા કરતા કેસો વધુ હોવાનું એટલા માટે છે કે ઘણા લોકો ડરને કારણે બિમારી છુપાવે છે.