અબતક, રાજકોટ: કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતકી નીવડી હતી સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકા, સમાજ સુરક્ષા તથા લક્ષ્ય સંસ્થાના સંયુકત ઉપક્રમે શહેરમાં રહેતા 35 જેટલા ટ્રાન્સઝેન્ડરો માટે વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. સવારના 10 વાગ્યાથી ટ્રાન્સઝેન્ડરોને વેકસીન આપવામાં આવ્યું છે.
ટ્રાન્સઝેન્ડરો પણ વેકસીનેશન માટે આગળ આવતા સમાજ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડયું: પંકજ રાઠોડ – નાયબ આરોગ્ય અધિકારી
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડએ જણાવ્યું હતું કે, ‘આપણે જુદી જુદી કેટેગરીનો વેકસીનેશન કેમ્પ શરુ કરેલ. તેમાં આજરોજ નવયુગ સ્કુલ ખાતે ટ્રાન્સઝેન્ડર માટે વેકસીનેશન કેમ્પ કરેલ છે. જેમાં લક્ષ્ય સંસ્થા અને સમાજ સુરક્ષાના સંયુકત ઉપક્રમે વેકસીનેશન કરી રહ્યાં છીએ. તેમનો એક મઢ છે અને શહેરમાં 3પ જેટલા લોકોને વેકસીન આપવામાં આવશે. સમાજ માટે આ એક ખુબ જ સારી બાબત છે, કે ટ્રાન્સઝેન્ડર લોકો પણ વેકસીનેશન કરાવે છે. અને સમાજનો સારો સંદેશો આપેલ કે વેકસી એ જ કોરોના સામેનું રામબાણ ઇલાજ છે. ઇન્ફેકશનથી વેકસીન થકી જ બચી શકાશે. હજુ ઘણા લોકો વેકસીનેશન પ્રત્યે જાગૃતિ નથી. ત્યારે અમારી ટીમ દ્વારા ઘરે ઘરે જઇ લોકોને સમજાવે અને જરૂર પડે તે સેશન સાઇટ માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવવા મદદરૂપ થાય છે. અને માર્ગદર્શન પણ આપીએ છીએ.
વેકસીનની કોઇ આડઅસર નથી: ટ્રાન્સઝેન્ડરનો શૂર
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કિન્નરોએ જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારીમાં વેકસીનથી જ સુરક્ષિત થઇ શકીશું. આ રસીથી જ કોરોનાને હરાવી શકાય તેમ છે. તેથી હું લોકોને વિનંતી કરીશ, કે અમે વેકસીનનો આજે પ્રથમ ડોઝ લીધો છે, અને તમે પણ લેજો. ઘણા લોકો એવું માની રહ્યાં છે કે, વેકસીન લેવાથી આવું થશે તેવું થશે. પરંતુ વેકસીન લેવાથી કોઇ સાઇડઇફેકટ થતી નથી. અત્યાર સુધી એવું થવું છે કે કિન્નરોને કોરોનાની થોડા જ પ્રમાણમાં અસર થઇ છે. અમે તમામ પ્રિકોસન લીધા હતા. અને સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરેલ જેના કારણે કોરોના થયો નથી.’
ઘણા લોકો ખોટી અફવા ફેલાવતા હોય છે તેનાથી ડરવાની જરુર નથી. પરંતુ બધાએ કોરોનાને જો હરાવવો હોય તો વેકસીન અવશ્ય લેવું જરુરી છે. બધા એવું કહે છે કે કિન્નરોને કોરોના થતો નથી એ પાછળનું કારણ એમ તમામ નિયમો પાળ્યાં છે માસ્ક, સોશ્યલ, ડિસ્ટન્સ, સેનીટાઇઝ વગેરેના ઉપયોગ થકી અમને કોરોના નથી થયો.
આ કપરી પરિસ્થિતિ ઘણા કિન્નારો આગળ આવ્યાં છે. જેમ કે સુરત, વડોદરા, મુંબઇ, પેટલાદ, નળીયાદ બધી જગ્યાએ આગળ આવ્યાં. અત્યાર સુધી યજમાનોએ કિન્નરોને ખુબ આપ્યું છે, ત્યારે હવે કિન્નરોનો વારો આવ્યો અને અમે ઘ્યાન રાખ્યું.