સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી તમામ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી દીધી છે. પરંતુ તેમ છતા દુકાનો ખુલ્લી રાખનાર વેપારીએ પોતાને કોરોના નથી તેના રિપોર્ટ સાથેનું સર્ટિ. દુકાનમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે વેપારીએ કોરોનાની રસીના બે ડોઝ લઇ લીધા છે તેમને કોરોના પોઝિટિવ નથી તેનું સર્ટિ. ન રાખે તો ચાલશે. પરંતુ તેમણે રસી લઇ લીધી છે તેનું સર્ટિ. રાખવું પડશે
કોરોના નેગેટીવ રિપોર્ટ ફરજિયાત રાખવો પડશે
.સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થતા દુકાનો ખોલવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.હાલના સમયે સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં તમામ દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. પરિણામે દુકાનોમાં લોકોની ભીડ જામે છે. ઘણા દુકાનના માલિકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે છે. તો કેટલાક નિયમો નથી પાળતા પરિણામે વેપારીઓથી ગ્રાહકને અથવા ગ્રાહકથી વેપારી અને સ્ટાફને કોરોના થવાનો ભય રહે છે. આ માટે અધિક કલેકટર એન.ડી.ઝાલાએ જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણની સાથે સમગ્ર તાલુકા મથકોમાં દુકાનો ખુલ્લી રાખતા વેપારીને કોરોના થયો નથી તેનું સર્ટિ. ફરજિયાત રાખવું પડશે.
આટલું જ નહી પરંતુ વેપારી જે રિપોર્ટ કરાવે તે 10 દિવસથી જૂનો ન હોવો જોઇએ. આ ઉપરાંત જે વેપારીએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા છે તે વેપારી પોઝિટિવ નથી તેવુ સર્ટી નહી રાખે તો ચાલશે. રસીના બંને ડોઝ લઇ લીધા છે તેનું પ્રમાણપત્ર દુકાનમાં ફરજિયતા રાખવુ પડશે. 11 જૂનથી 30 જૂન સુધી આ જાહેરનામાનો અમલ રહેશે.