ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદની અસરથી રોડ-રસ્તાની સમસ્યા સર્જાવા લાગે છે. જયારે ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર વરસાદની અસર ના હોવા છતાં પણ રસ્તા પર એક મોટો ભૂવો(રસ્તામાં પડેલો ખાડો) પડ્યો છે.
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે થી કોટડા સાંગાણી રોડે જવા માટે મુખ્ય ગણાતા સુરેશ્વર મહાદેવ મંદિર રોડ પર ડેમના કાંઠા પાસે ભુવો પડી જવા પામ્યો છે. ગોંડલ શહેરમાંથી રોજિંદા ઘણા યુવાનો સવારના સુમારે સાઇકલિંગ કરવા નીકળતા હોય. સાઈકલિંગ દરમિયાન તે લોકોનું ધ્યાન આ ભુવા પર પડ્યું. ધ્યાન પડી જતા કોઈ વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે વાહન વ્યવહાર અટકાવી ઝાડની ડાળીઓ, મોટા પથ્થર મુકી આડસ કરી આપી હતી. જેથી કોઈ અકસ્માત ના સર્જાય.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, રોડ અને પુલ બન્યો તેને ગણતરીના વર્ષો પણ થયા નથી. પુલ ઉપર પણ ઘણી જગ્યાએ લોખંડના સળિયા પણ દેખાય છે. રોડ પર ભુવો પડી જતા તંત્રની પોલ છતી પડી છે. પાચીયાવદર ખરેડા કોટડાસાંગાણી રાજપરા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તરફ જવા આ રસ્તો મુખ્ય ગણાતો હોય. સ્થાનિક લોકો દ્વારા તંત્ર આ રોડનું રિપેરીંગ કામ હાથ ધરે તેવી માંગ ઉઠવામાં આવી છે.
ગીર-સોમનાથના વાવાઝોડા અસગ્રસ્ત લોકોને કેટલી ચૂકવાઈ સહાય રકમ ? જિલ્લા કલેકટરે આપી માહિતી