ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી ઉના, ગીરગઢડા તાલકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જામંત્રી સૈારભભાઇ પટેલે ઉના 220 કે.વી.ની મુલાકાત લઇ જેટકો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત તાલુકામાં વિજળી પુર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.
115 કોન્ટ્રાકટરોની ટીમ અને 39 પીજીવીસીએલની ટીમના 1200 થી વધુ અધિકારી/કર્મચારીઓની યુધ્ધના ધોરણે કામગીરી
11000 પોલ, 600 ટીસી રીસ્ટોર કરાયા
જે અંતર્ગત આજથી અસરગ્રસ્ત કોડીનાર, ગીરગઢડા, ઉના તાલુકાના ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડર ચાલુ કરી દરેક ગામડાઓને વીજળી પુર્વવત કરવામાં આવી છે. આ અસરગ્રસ્ત તાલુકામાં 20 સબસ્ટેશનો દ્વારા વીજપુરવઠો પુર્વવત કરવામાં આવ્યો છે અને 11000 વીજળી પોલ, 600 ટીસી રીસ્ટોર કરવામાં આવ્યા છે.
115 કોન્ટ્રાકટરોની ટીમ અને 39 પીજીવીસીએલ ટીમના 1200થી વધુ અધિકારી/કર્મચારીઓએ યુધ્ધના ધોરણે રાત-દીવસ કામગીરી કરી વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ તમામ ગામોમાં આજથી વીજળી પુર્વવત કરવામાં આવી છે. તેમ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર વાય. આર. જાડેજાની યાદીમાં જણાવાયું છે.