કોરોના મહામારીને કારણે ગત માર્ચ 2020થી શાળાઓ બંધ છે. આ વીકથી નવા શૈસત્ર 2021-22નો પ્રારંભ પણ બાળકો વગર શરૂ થઇ ગયો છે. શાળાઓ હાલ ઓનલાઇનથી બાળકોને ભણાવવાની કોશિશ કરી રહ્યાં છે. આ પ્રકારે શિક્ષણ કોઇ દિવસ સફળ ન થઇ શકે. છાત્રોના નવા ચોપડા આવી ગયા છે તે પૈકી ટાઇમ-ટેબલ દરરોજ નિયત તાસ ઓનલાઇન લઇને માત્ર પુસ્તકિયું જ્ઞાન અત્યારે અપાય છે. જો કે આ સિવાય બીજો કોઇ ઉપાય પણ નથી પણ એક વાત નક્કી છે કે છેલ્લા સવા વર્ષથી બંધ છે તે વાતાવરણે બાળકો કંટાળી ગયા છે ત્યારે તેના વિકાસ માટે ‘પ્રવૃતિ દ્વારા જ્ઞાન’ જ ઘેર બેઠા તેના વિકાસ માટે શ્રેષ્ઠ છે.
દરેક મા-બાપે બાળકોને ઘેર બેઠા જ ‘જીવન શિક્ષણ’ના પાઠ ભણાવવા પડશે
શાળાઓ અત્યારે પુસ્તકોનો અભ્યાસ ઓનલાઇન કરાવે છે, પણ બાળકોને પ્રવૃતિ દ્વારા તમે ઘણું શીખવી શકો છો: બાળકો ઘરમાંથી અને આસપાસના વાતાવરણમાંથી જ જીવન શિક્ષણનું સાચુ ભાથું મેળવે છે
બાળકનાં સંર્વાગી વિકાસમાં શાળા વાતાવરણ કરતાંય ઘરના વાતાવરણ ફાળો વિશેષ છે કારણ કે વધુ સમય તે ઘરમાં રહે છે. બાળકોને પ્રેમ-હુંફ અને લાગણી સાથે મા-બાપનો સઘિયારો ખૂબ જ આવશ્યક છે. બાળક ભણતું હોય ત્યારે માતાએ તેની સાથે જ સમય વિતાવવાથી તેના આઇક્યુમાં વધારો થતો જોવા મળે છે. બાળકોની સંભાળએ બહુ જ લાંબો વિષય છે જે વિશે આજના મા-બાપોને ખબર જ નથી. પૈસા કમાવવાની દોડધામમાં ક્યારેય બાળક ‘અટુલુ’ પડી જાય તે દેખાતું જ નથી. બાળકો માટે શૈક્ષણિક રમકડાં જરૂરી હોય છે જેના કારણે તેનો માનસિક વિકાસ થાય છે. હાલના સંજોગોમાં બાળકો વધુ સમય નવરા હોય ત્યારે તેને વિવિધ પ્રવૃતિ દ્વારા સતત સક્રિય રાખીને નવું-નવું શિખવા તરફ પ્રેરણા આપવી જોઇએ.
દરેક મા-બાપે પાયાનું શિક્ષણ અને જીવન શિક્ષણ આપવું જોઇએ. બાળકોને ઘરના તમામ કામકાજો શીખવવા પડે છે. બેંકના વહિવટ વિશે સાથે વિજળી-બીલ ગેસ બીલ જેવા વિવિધ કામો પણ તેને આવડવા જોઇએ. શિક્ષણ સિવાયના ઘણા કામો બાળકોને મા-બાપ જ શીખવી શકે છે જે માટે દરેક મા-બાપે કાળજી રાખવી પડે છે. આજે બાળકો તમારી પાસે વીડીયો ગેમ રમવા-ઇન્ટરનેટ વાપરવા કે ટીવી જોવાનો છૂટો દોર ઘણા ફેમીલી આપે છે સામે બાળક પાસેથી કરી અપેક્ષા રાખતા નથી આવુ ન કરવું બાળકોએ અમૂક કામ તો કરવાના જ એવી કડક સુચના મા-બાપે જ આપવી પડે છે.
બાળકના વિકાસ માટે ઘરના કામ ઘણા જ અગત્યના છે. બાળકો સતત સ્કૂલ લેશન કે બીજી પ્રવૃતિમાં ગુંથાયેલા હોય છતાં તેને અમૂક કામ કરાવવાના જ હોય છે. જેનાંથી તેનો વિકાસ થાય છે. બાળકોને જવાબદાર બનવા માટે શાળા કરતાં ઘર ઘણી સારી ભૂમિકા ભજવી શકે છે. ઘરે કામ-કામ કરતાં બાળકો શાળામાં વધુ સફળ થાય છે એવું સંશોધનમાં જોવા મળ્યું છે. બાળકોમાં આત્મવિશ્ર્વાસ સંયમ અને દ્રઢ મનોબળ જેવા ગુણોનો વિકાસ થાય છે ને સાથે કશુ નવું શીખે છે. ઘર-પરિવારમાં મદદ કરતો છાત્ર અન્યોને મદદ કરવા સદા અગ્રેસર જોવા મળે છે.
બાળકોને લાડ બહુ લડાવવાની નહી, તેને સારા-ખરાબની પરિભાષા સાથે આર્થિક મૂલ્યોની સમજ આપવીએ મા-બાપની ફરજ છે. આજની શાળાઓને બાળકોના સંર્વાગી વિકાસના શિક્ષણ સિવાયનાં બીજા કોઇ પાસાઓમાં રસ હોતો નથી કે આ વિશે કશું કરતાં જ નથી હોતા તેની મા-બાપે જવાબદારી લેવી જ પડશે. બાળકોને જવાબદારી વહન સાથે કુટુંબ-પરિવારની એકતા અને ભાઇચાર જેવી સમજ ગુણો પાવાનો અત્યારે સુનહરો અવસર છે.
હાલની કોરોના મહામારીમાં બાળકો રમતાં હોય ત્યારે તેની એક્ટીવીટીમાં શિક્ષણને સાંકડી તમે તેના રસ-રૂચીમાં વધારો કરી શકો છો. પુસ્તકના જ્ઞાન ઉપરાંત સહઅભ્યાસિક પ્રવૃતિઓ અત્યારે દરેક માં-બાપ વધુ કરાવીને તેનો વિકાસ કરી શકો છો. બાળક જોઇને સૌથી વધુ શીખે છે તેથી ઘરનું વાતાવરણ ખૂબ જ સારૂ રાખવું જોઇએ. બાળકોની વય કક્ષા મુજબ કામ સોંપવુ. દરેક બાળકમાં શીખવાની ક્ષમતા અલગ-અલગ હોય છે તેથી દ્રઢિકરણ જરૂરી છે જેમકે તમે મોબાઇલમાં ગેમ રમશો તો બાળક રમવા પ્રેરાય છે એથી ઉલટું તમે કોઇ પુસ્તક વાંચશો તો તે પણ એ વાંચવા પ્રેરાય છે.
આજે દરેક મા-બાપોને ઉંચુ પરિણામને નંબર વન શિક્ષણમાં મારૂ બાળક આવે એવો જ આગ્રહ હોય છે પણ એવું ન કરાય કારણ કે બાળક શિક્ષણ સાથે અન્ય પ્રવૃતિમાં ટોચે પહોંચે તો તે નંબર વન જ કહેવાય છે. ભણતરની સાથે એવી ઘણી બધી કલા આપવી સાથે તેના દરેક કાર્ય બાદ શાબાશી આપવીને તેને ગમતા કાર્ય માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે.
આજે દરેક મા-બાપે બાળકોને સ્વચ્છતા બાબતે અવશ્ય જ્ઞાન આપવું સાથે આપણા પર્યાવરણના સંવર્ધન માટે પણ જાગૃત કરવાનો છે. બધાને માન-સન્માન સાથે જીવનમૂલ્ય શિક્ષણ આપવું જરૂરી છે. હોંશિયાર બને, 100માંથી 100 ભલે ન આવે પણ તે એક સારો નાગરિક બને તે સૌથી વધુ અગત્યની બાબત છે. બાળકોને વિવિધ ઇત્તર પ્રવૃતિથી આગળ વધારવો-સ્વીમીંગ-આઉટડોર-ઇનડોર રમતો-ચિત્ર-સંગીત-ગાયન-વાદન જેવી વિવિધ કલાઓનો પણ મહાવરો કરાવવો.
બાળકો જેટલા કુદરતી વાતાવરણમાં ઉછરે તેટલા તે વધુ પાવરફૂલ બને છે તેવું સંશોધન થયેલ છે. બાળકોને કરૂણાના પાઠ સાથે જીવન ગણવીરના પાઠો પણ ભણાવવા પડશે. મુક્ત વાતાવરણમાં ઉછરેલ બાળક ચિડીયુ નથી બનતું. બાળકોને પોષણક્ષમ આહારની મહત્તા સમજાવી પડશે, તો બહારના જંક ફૂડથી થતાં નુકશાન વિશે પણ જાણકારી આપવી. ટૂંકમાં શાળા સિવાય બાળક ઘરમાંથી ઘણુ બધુ શીખે શકે છે જેની કોઇ કલ્પના જ નથી કરી શકતું.
બાળકો એક્ટીવીટી બેઇઝ લર્નીંગથી ઘણુ શીખે છે
હાલ કોરોનાને છેલ્લા સવા વર્ષથી શાળા બંધ છે, હજી ક્યારે ખુલશે તે નક્કી નથી. નવા શૈક્ષણિક સત્ર 2021-22ના પુસ્તકો પણ આવી ગયા છે. શાળાઓ બાળકોને ઓનલાઇન ભણાવવાનું શરૂ કરી દીધુ છે. એક વાત મા-બાપે સમજવી જોઇએ અત્યારે શાળાઓ બાળકોને પુસ્તકિંયુ જ જ્ઞાન આપે છે બાકી તમારે આપવું પડશે. પ્રવૃતિ દ્વારા જ્ઞાન મળે તેવું ટકાઉ જ્ઞાન બીજે ક્યાંય ન મળી શકે.
બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા તેને વાંચન-ગણન અને લેખન મહાવરા સાથે ઘરે ચિત્ર, સંગીત અને ઇન્ડોર રમતથી તેનો આઇક્યુ વધારી શકો છો. બાળક હાલ ખૂબ જ કંટાળેલ હોવાથી પ્રવૃતિમાં તેને રસ પડશે જ દરરોજ 10 લીટી અંગ્રેજી-હિન્દી-ગુજરાતીની લખાવીને તેના અક્ષરો સુધારો સાથે વિવિધ વસ્તુઓ મિક્સ કરીને છૂટી પાડીને પૃથકરણ કરાવો. પર્યાવરણના શિક્ષણ સાથે વિદ્યાર્થીની આસપાસ વિશે તેને સુમાહિતગાર કરોને નોંધ કરવા જણાવો.
ગણિતનાં વિવિધ કોયડા ઉકેલની રમત રમાડો. જોડ્યા શબ્દોનું લેખન અને તેનું ઉચ્ચારણ કરાવો. જેટલા આપણે સ્વચ્છ રહીએ અને ઘરને ચોખ્ખુ રાખીએ તેટલા ઓછા માંદા પડીએ, વાયરસનો ચેપ પણ ના લાગે તેવું બાળકોને સમજાવો.