ઉત્તરપ્રદેશના પ્રવાસમંત્રીને ‘ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર’માં ‘સ્વદેશ દર્શન સ્કીમ’હેઠળ આયોજનની માહિતી આપી
કૃષ્ણની ‘દ્વારિકા’ફરીથી ચળકશે. ઉત્તરપ્રદેશ સરકાર ગુજરાત સરકાર સાથે ‘ક્રિષ્ના ટુરીઝમ સર્કિટ’ના વિકાસમાં જોડાઇને કાર્ય કરશે. જેના કારણે બન્ને રાજયોના ટુરીઝમ વિકાસને ગતિ મળશે. ‘ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર’ માં ઉદ્ધાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના પ્રવાસન મંત્રી રીટા બહુગુણાએ આ અંગે કેન્દ્ર સરકારની ‘સ્વદેશ દર્શન સ્ક્રીમ’હેઠળ આ અંગેના આયોજન અંગે માહીતી આપી હતી.
આ જોડાણ થકી ઉત્તરપ્રદેશ અને ગુજરાત બન્ને રાજયોમાં ક્રિષ્નના અનુયાયીઓને પ્રવાસ કરવા માટે પ્રેરવામાં આવશે. યુ.પી. મંત્રીએ જણાવ્યું હતું કે આ સ્થળોમાં મથુરા, વૃંદાવન અને દ્વારકા જેવા સ્થળોને સમાવી લેવામાં આવશે. જેની હેઠળ પ્રવાસન માટેના ટ્રાવેલ્સ પેકેજના પ્લાનની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણથી ગુજરાતમાં આવેલા આ મંત્રી દ્વારા પ્રવાસન ના ફેસ્ટીવલ જેવા કે રણ ઉત્સવને પણ રાજયમાં ઉત્તેજન મળશે. આ એક અદભુત સિઘ્ધ દ્વારા આપણને પ્રવાસન માટે વધુ પ્રેરણા મળશે. એમ બહુગુણાએ જણાવ્યું હતું. તેણીએ વધુમાં ઉમેર્યુ હતું કે ઉત્તરપ્રદેશ સરકાર યાત્રિકોને આકર્ષિત કરી ધાર્મિક પ્રવાસનને વધુ વેગ આપવા માગે છે. પ્રવાસન એ માત્ર કમાવવા માટે જ નહી પણ નવી રોજગારી ઉભી કરી ગરીબી નિવારણમાં પણ ઉપયોગી થશે એમ તેણીએ જણાવ્યું હતું.
જો આ બે મોટા રાજયો વચ્ચે ગુજરાત પ્રવાસનનું જોડાણ થશે તો પ્રવાસન ક્ષેત્રે મોટી સિઘ્ધિ‘દ્વારિકા’ માટે ગણાશે. અહીં જો ‘ક્રિષ્ના ટુરિઝમ સર્કિટ’ હેઠળ વિકાસ થશે તો અહીં હોટલ, ક્રુઝ, એરડ્રાફટ, હોવર ક્રાફટ સહીતનું નિર્માણ થતાં ‘દ્વારિકા’ માત્ર ગુજરાતમાં જ નહી સમગ્ર દેશમાં મોટું પ્રવાસન સ્થળ બની જશે. તેમજ દરિયાને લગતી પ્રવૃત્તિઓ સ્કુબાડાઇવિંગ, વોટર સ્પોટસ વગેરેને ધાર્મિક સાથે પ્રોત્સાહન મળશે અને પ્રવાસનને લઇ ફરીથી દ્વારકા ચળકશે.