રાજકોટ એરપોર્ટમાં આવેલી એર ઇન્ડિયાની ઓફિસમાં વહેલી સવારે શોર્ટ-સર્કિટના હિસાબે અગ ભભૂકી હતી. સીઆઈએસએફની સજાકકતાના કારણે સમયસર આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જેમાં ઓફિસના વાયરો અને ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટના અંગે સમયસર જાણ ન થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી પણ ભીતિ સર્જાઈ રહી છે.CRPFના જવાનો અને એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓને જાણ થતા આગ કાબુમાં મેળવી: પીપીઇ કીટ અને પંખો બળીને ખાખ: સમયસર આગની જાણ ન થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત
મળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યા આસપાસ રાજકોટ એરપોર્ટમાં એર ઈન્ડિયાની ઓફિસમાં વાયરોમાં સામાન્ય શોર્ટ સર્કિટ થતાં આગની ઘટના સર્જાઈ હતી. જો કે, સમયસર એરપોર્ટ ઓર્થોરીટી ઈન્ડિયા અને CRPFના જવાનોને આગની જાણ થતાં જ તુર્ત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં રહેલા અગ્નિસામન યંત્ર વડે આગ બુઝાવી હતી. સાથે સાથે ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને સમયસર આગ પર કાબુ મેળવતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.
ઓફિસની અંદર રહેલા વાયરોમાં શોર્ટ સક્રિટ થતાં જે આગ લાગી હતી તેનાથી ઓફિસની અંદર ટેબલ નીચે રહેલ પીપીઈ કીટ અને એક ટેબલ ફેન બળીને ખાખ થઈ ગયો હતો. સવારે 8 વાગ્યા આસપાસ આ આગ લાગી હતી. જો કે, આગે વિકરાટ સ્વરૂપ લે તે પહેલા જ ત્યાંના સીઆઈએસએફના જવાનો અને એરપોર્ટ ઓર્થોરીટી કર્મચારીને જાણ થતાં આગ પર સમયસર કાબુ મેળવ્યો હતો.