આત્મનિર્ભર ભારત અભિયાનની ફલશ્રુતી માટે સરકારે એક બાદ એક નીતિ વિષયક નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. માત્ર આત્મનિર્ભર જ નહીં પરંતુ વૈશ્ર્વિકસ્તરે ભારતીય ઉદ્યોગ જગત ઉત્પાદનલક્ષી વિકાસ અને નિકાસ ક્ષેત્ર વધુ મજબૂત કરી શકે તે માટે સરકારે પીએલઆઈ ઉત્પાદક આધારિત ઈન્સેટીવ માટેના સમયગાળામાં છુટછાટ આપવાનું નક્કી કર્યું છે.
આત્મનિર્ભર ભારતના ક્નસેપ્ટને સાકાર કરવા માટે સરકાર દ્વારા ઉત્પાદન વૃદ્ધીને પ્રોત્સાહન આપવા માટે પ્રોડકશન લીંક ઈન્સેટીવ ઉત્પાદન આધારિત લાભ આપવાના પગલા લઈને ભારતીય ઘરેલુ ઉત્પાદન એકમોને પોતાના ઉત્પાદનમાં વધારો કરવા પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે.
પીએલઆઈ સ્કીમથી ઘરેલું ઉત્પાદનમાં વધારો કરી આયાત ક્ષેત્ર પર કાબુ મેળવી નિકાસને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છેે. પીએલઆઈ સ્કીમમાં ખાસ કરીને એલઈડી, એરકંડીશન જેવી વ્હાઈટ ગુડ ગણાતી ઈલેકટ્રીક આઈટમો કે જે મોટાભાગે ચીન સહિતના દેશોમાંથી આયાત કરવામાં આવે છે તેનું ઉત્પાદન દેશમાં વધે તે માટે 4 થી 6 ટકા જેવું પ્રોડકશન ઈન્સેટીવ આપવાની સરકારે યોજના જાહેર કરી છે અને તેનો લાભ લેવા માટેની મુદતમાં પણ વધારો કર્યો છે.
એરકંડીશન અને અન્ય ચીજ-વસ્તુઓ માટે ઈન્સેટીવની સ્કીમમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવા માટે 1લી એપ્રીલ 2021 થી 31 માર્ચ 2022 સુધીનો સમયગાળો અને મુદતમાં વધારો કરી પીએલઆઈ સ્કીમમાં વધુમાં વધુ ઉદ્યોગ જોડાય અને રોકાણકારોને સવલત રહે તે માટે સરકારે છુટછાટ આપી છે.