મેષ રાશીફળ – આ રાશિના જાતકોએ કોઈ રચનાત્મક કરવા માટે પોતાની ઓફિસથી ઝડપી નીકળવાની કોશિશ કરો. આજના દિવસ દરમિયાન ભાગીદારીના વ્યવસાય અને આર્થિક યોજનામાં રોકાણ કરવું નહીં. આજે પરિવાર સાથે પ્રેમ-સંબંધોમાં તમામ ફરિયાદ ગાયબ થઈ જશે. આ રાશિના લોકો કાર્યક્ષેત્રમાં આજે તેમની કમજોરીને તમે ઓળખી શકશો. તમારો હસવાનો અને હસાવવાનો સ્વભાવ તમારા માટે સૌથી મોટી પૂંજી સાબિત થઈ શકે છે.
વૃષભ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારે એ કામ કરવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો કરે. આર્થિક સ્થિતિ સારી કરવા માટે પોતાના સર્જનાત્મક વિચારોનો સહારો લો. તમારા નિરંકુશ વ્યવહારના કારણે પરિવારના સભ્યો નારાજ થઈ શકે છે. આજે કોઈ આકસ્મિક યાત્રાથી તમારો દિવસ તણાવયુકત રહી શકે છે .
મિથુન રાશીફળ – આ રાશિના લોકોને કોઈ જ્યોતિષ મિત્રની સલાહ ઉપયોગી સાબિત થશે. આજે ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં ફસાવવાથી બચવું તથા રોકાણ કરવામાં પણ સાવધાની રાખવી. આજે ઓફિસમાં ન ગમતું કામ કરવું પડી શકે છે. વ્યક્તિગત સંબંધ સંવેદનશીલ અને નાજુક રહેશે.
કર્ક રાશીફળ – આ રાશિના જાતકોનો ઉદાર સ્વભાવ ખુશીની પળ લઈને આવી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા જેનાથી પછતાવવાનો વારો આવી શકે તેમાં પણ આર્થિક મામલામાં ખાસ . તમારી લાપરવાહી તમારા માતા-પિતાને દુખી કરી શકે છે. આજના દિવસ દરમિયાન કોઈ પણ નવો વ્યવસાય કે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા માતા-પિતાની સલાહ લેવી હિતાવહ રહેશે. પોતાના પરિવારને નજર અંદાજ કરવાથી બચવું. તમારી લગન અને આત્મવિશ્વાસનું સ્તર ઊંચુ રહેશે.
સિંહ રાશીફળ – આ રાશિના જાતકો પોતાની મેળે પોતાની સારવાર કરવાથી બચવું . આજના દિવસ દરમિયાન આર્થિક લાભની સંભાવનામાં કોઈ વિઘ્ન આવી શકે છે. તમારા મિત્રો તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવી શકે છે તેથી સાવધ રહેવું. આજે ઓફિસમાં સારો માહોલ અનુભવી શકો છો. ગપ્પાબાજી અને અફવાહથી દૂર રહો. આજે તમારા જીવનસાથી તમારી તબીયતને લઈ અસંવેદનશીલ થઈ શકે છે.
કન્યા રાશીફળ – આ રાશિના લોકોએ પોતાની ક્ષમતાઓને ઓળખવી કેમ કે, તમારી અંદર તાકાત જ નહીં પરંતુ ઈચ્છા શક્તિનો પણ અભાવ રહેશે. આજના દિવસ દરમિયાન વધારાની આવક માટે સૃજનાત્મક વિચારોનો સહારો લો. પારિવારીક સમારોહ અને મહત્વપૂર્ણ અવસરો માટે સારો દિવસ. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે.
તુલા રાશીફળ – આ રાશિના જાતકોએ આજે ભાગીદારીવાળા વ્યવસાય અને ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. અટકેલા કામ હોવા છતા પરિવાર સાથે સારો દિવસ રહે. આજના દિવસમાં કામકાજમાં કોઈ મોટી ભૂલ થઈ શકે છે તેથી સાવધાની રાખવી, સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ નુકશાનનું કારણ બની શકે છે.
વૃશ્ચિક રાશીફળ – આજે રોકાણ માટેના મહત્વના નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દો. આ રાશિના જાતકોએ વધારે પડતી મિત્રતાનું વર્તન કરતા અજાણ્યા લોકોથી દુર રહેવું . વ્યક્તિગત માર્ગદર્શન તમારા સંબંધમાં સુધાર લાવશે. આજના દિવસ દરમિયાન કાર્ય સ્થળ પર તમને સ્નેહ અને સહયોગ મળશે. નવા વિચારો અને આઈડીયા તપાસવા માટે સારો દિવસ છે.
ધન રાશીફળ – આજે તમે એવા સ્ત્રોતથી ધન મેળવી શકો છો, જેના વિશે પહેલા તમે વિચાર્યું પણ નહીં હોય. આજે તમાર બાળક સાથે સ્નેહપૂર્વકનો વ્યવહાર રાખવો. આજના દિવસમાં કામમાં મન લગાવો દિલની વાતો પર વિચાર ઓછો કરો. આજે તમે જે વાત સાંભળવા માંગતા હતા તેના પર જ તમારા વખાણ થશે.
મકર રાશીફળ – પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા ઉત્સાહને ડબલ કરશે. નાણાકીય અનિશ્ચિતતા તમારા માનસિક તણાવનું કારણ બની શકે છે. આજે લાંબા સમયથી ચાલતા ઝગડાને ખતમ કરવા દિવસ સારો છે. સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે. તમારા જીવનસાથીની નાની-નાની વાતો નજર-અંદાજ કરશો તો તે તણાવનું મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે.
કુંભ રાશીફળ – માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. નવા કરાર ફાયદાકારક દેખાઈ શકે છે. પરંતુ તે આશા પ્રમાણે લાભ નહી અપાવી શકે. રોકાણ કરતા ઉતાવળથી નિર્ણય ના લો. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. સંભવ છે કે આજે જીવનસાથીના કારણે પ્રતિષ્ઠાને થોડી ઠેસ પહોંચી શકે છે.
મીન રાશિફળ – શારીરિક અને માનસિક બીમારીનું જડ દુઃખ હોઈ શકે છે.કમિશન, રોયલન્ટી થકી લાભ થશે.જીવનસાથીના મામલે જરૂર કરતા વધારે દખલ કરવી ઝઘડાનું કારણ બની શકે છે.આજે તમારા જીવનમાં સાચા પ્રેમની કમીનો અનુભવ કરશો.આજે ભાગંભાગ માટે પોતાને પ્રેરિત ન કરો.