સાબકાંઠામાંથી માનવતા દર્શાવતી એક ઘટના સામે આવી છે. જે જોઈ ને કહેવું પડે કે માનવતા આજે પણ જીવંત છે. સાબરકાંઠા પોલીસ દ્વારા 5 વર્ષથી પરિવારથી ભૂલી પડેલી છોકરીનું ફરી પાછું મિલન કરાવ્યું હતું. આ ઉમદા કાર્યથી બાળકીનું તેના પરિવાર સાથે મિલન થયું.
વાત એમ છે કે, એક બાળકી છેલ્લા પાંચ વર્ષ થયા તેના પરિવારથી વિખુટી પડી ગઈ હતી. પરિવાર દ્વારા તેની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન એક સામાજિક કાર્યકરને આ બાળકી મળી આવી હતી. બાળકી મળતા જ તેને સાબરકાંઠા બી ડિવીઝનના PSI એ વી જોષીને જાણ કરી.
રાજકોટઃ નાઇટકર્ફ્યુને હળવાશથી નહીં લેતા, નહીં તો ડી માર્ટના મેનેજર જેવી હાલત થશે !
એ વી જોષીને બાળકી વિશે જાણ થતા જ તેને તુરંત બાળકીના પરિવારની શોધખોળ ચાલુ કરી દીધી. બહુ ઓછા સમયમાં જ PSIને બાળકીના પરિવારની ખબર પડી. તેને તુરંત જ 5 વર્ષથી વિખુટી પડેલી બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું.