તા.8 જૂન એટલે રોજ વિશ્વ બ્રેઈન ટ્યુમર ડે છે બ્રેઈન ટ્યુમર સાંભળતા જ માણસના પગ તળે થી જમીન સરકી જતી હોય છે . પરંતુ દરેક બ્રેઈન ટ્યુમર કેન્સર હોતું નથી.
ત્રણ પ્રકારની ગાંઠ (ટ્યુમર) બ્રેઈનમાં જોવા મળે છે.
સાદી ગાંઠ ,ઝેરી (કેન્સરની) ગાંઠ , શરીરના બીજા અવયવોના કેન્સરથી મગજમાં ફેલાયેલ ગાંઠ
અમેરિકન બ્રેઈન ટ્યુમર એસોસિએશન પ્રમાણે મગજમાં થતી 2/3 (બે તૃત્યાંશ) ગાંઠ સાદી એટલે કે ઇયક્ષશલક્ષ હોય છે. સાદી ગાંઠ ધીમે ધીમે મોટી થતી હોય છે અને બ્રેઈનના અન્ય ભાગમાં કયારેક જ ફેલાતી હોય છે જયારે ઝેરી ગાંઠ ઝડપથી મોટી થાય છે અને ઝડપથી ફેલાતી હોય છે.
ઠઇંઘ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ બ્રેઈન ટ્યુમર ના વિવિધ પ્રકારો નક્કી કરેલ છે. તે મુજબ બ્રેઈન તથા સ્પાઈનના મળી ને 120 થી વધારે ટ્યુમર જોવા મળે છે.
લક્ષણો :
- બ્રેઇનના ક્યાં ભાગમાં ગાંઠ છે તેના આધારે અલગ-અલગ પ્રકારના લક્ષણો હોય છે પણ અમુક લક્ષણો કોમન હોય છે જેમ કે,
- સતત માથું દુ:ખવું,ઉલ્ટી ઉબકા થવા, આંચકી આવવી, યાદશક્તિ ઓછી થઈ જવી,ઝાંખું દેખાવું કે ડબલ દેખાવું, બોલવામાં તકલીફ થવી, ચાલવામાં બેલેન્સ ન રેહવું
- સ્વભાવમાં બદલાવ આવવો અને લકવાની અસર થવી વગેરે, અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા પ્રમાણે બ્રેઈન ટ્યુમરના દર્દીઓમાંથી 50% લોકો ને આંચકી (વાઈ,તાણ) આવવાની શક્યતા રહે છે
- બ્રેઈન ટ્યુમર થવાના કોઈ ચોક્કસ કારણો હોતા નથી.
- ઘણી વાર બાળકોમાં પણ બ્રેઈન ટ્યુમર જોવા મળે છે.
- અમુક કિસ્સાઓમાં બ્રેઈન ટ્યુમર વારસાગત પણ હોય શકે છે.
નિદાન
- બ્રેઈન ટ્યુમરનું નિદાનનું પહેલું પગથિયું દર્દીના લક્ષણો જાણીને ત્યારબાદ તેનું ડિટેઇલમાં ન્યુરોલોજીકલ એકઝામીનેશન થાય છે ત્યારબાદ
- કોન્ટ્રાસ્ટ એમ. આર. આઈ. (MRI) દ્વારા તેનું પાક્કું નિદાન કરવામાં આવે છે.
સારવાર
- બ્રેઈન તેની આજુબાજુ આવેલ આવરણો તથા સ્કલ બોન (ખોપડી) થી સુરક્ષિત રહે છે.
- તેની સરખામણી આપણે બંધ કુકર સાથે કરી શકીએ , જેમ બંધ કૂકરમાં પ્રેસર વધે ત્યારે સીટી દ્વારા પ્રેસર રિલીઝ થાય છે .
- માણસ ના બ્રેઈનમાં પ્રેશરકૂકરની સીટી જેવી વ્યવસ્થા નથી હોતી અને સ્કલ (ખોપડી) માં ફક્ત બ્રેઈન જેટલી જ જગ્યા હોય છે . આથી જયારે કોઈ ટ્યુમર બ્રેઈનમાં થાય ત્યરે અંદરનું પ્રેશર વધી જાય છે.
- આ કારણો સર બ્રેઈનની સાદી ગાંઠ પણ જો મોટી હોય તો જોખમી હોય છે અને તેનું ઓપેરશન કરવું પડતું હોય છે.
- બ્રેઈન ટ્યુમરની મુખ્ય સારવાર ઓપેરશન દ્વારા તેને દૂર કરવી તે જ છે.
- અને ત્યારબાદ બાયોપ્સી રિપોર્ટ પ્રમાણે શેક (રેડિયોથેરાપી) કે ક્રીમોથેરાપી ની જરૂર પડતી હોય છે.
- નવી ટેક્નોલોજી પ્રમાણે ઘણી નાની સાઈઝની બ્રેઈન ટ્યુમરમાં રેડિયોસર્જરી (સ્પેશ્યલ પ્રકારના શેક આપીને) થી ગાંઠ ને બાળી નાખવામાં આવે છે.
- બ્રેઈન ટ્યુમરનું જો સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો ઘણાં દર્દીઓના જીવ બચાવી શકાય છે .