છેલ્લા સાત દિવસથી આવકવેરા વિભાગનું ઈ-ફાઈલિંગ પોર્ટલ બંધ અવસ્થામાં હતું ત્યારે ગઈકાલે ફરીવાર આવકવેરા વિભાગનું ઇ ફાયલિંગ પોર્ટલ શરૂ થઇ ચૂક્યું છે. આવકવેરા વિભાગ દ્વારા નવું ફાયલિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેને ઇ-ફાઇલિંગ ૨.૦ નામ આપવામાં આવ્યું છે, જેને સોમવારે લોન્ચ કરી દેવામાં આવ્યું છે.
કરદાતાઓને આઇટીઆર ફાઈલિંગ-પેમેન્ટ સહિતની બાબતોમાં થશે સરળતા
નાણામંત્રાલએ સોમવારે આવકવેરા વિભાગના નવા ઇ- ફાયલિંગ પોર્ટલને લોન્ચ કરી દીધું છે. જેના થકી કરદાતાઓને આઇટીઆર પેમેન્ટમાં ખૂબ સરળતા રહેશે. વધુમાં આ પોર્ટલમાં અનેક નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આવકવેરા વિભાગના મત મુજબ નવું પોર્ટલ યુઝર ફ્રેન્ડલી છે અને અનેક સુવિધાયુક્ત છે.
આઈકર વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ વેબસાઈટ યુઝર ફ્રેન્ડલી છે જેના થકી આઇટીઆર ફાઈલ કરવાથી માંડીને રિફંડ સહિતની તમામ બાબતોમાં સરળતા રહેશે. તમામ ટ્રાન્ઝેક્શન અપલોડ અને પેન્ડિંગ એક્શન એક જ ડેષબોર્ડથી કરદાતા રીવ્યુ કરી શકશે અને જરૂરિયાત મુજબ કાર્યવાહી પણ કરી શકશે, એટલે કે એક જ વેબસાઈટ થકી કરદાતાઓ ફાઈલિંગ, આઇટીઆર રિવ્યુ અને એક્શન સહિતની પ્રક્રિયા કરી શકશે.
પોર્ટલમાં શું-શું સુવિધાઓ ?
ઓનલાઇન અને ઓફલાઇન બંને પરિસ્થિતિઓમાં આઇટીઆર ફાઈલિંગ માટે સોફ્ટવેર મફત ઉપલબ્ધ થશે. જેમાં કરદાતાઓને આશિષ્ટ કરવા માટેની સુવિધા તેમજ પ્રિ- ફાઈલિંગનો વિકલ્પ પણ મળી રહેશે, જેથી ઓછામાં ઓછી ડેટા એન્ટ્રી કરવી પડશે. ડેસ્કટોપની તમામ સુવિધાઓ મોબાઇલ એપ ઉપર પણ ઉપલબ્ધ થશે. નવા પોર્ટલમાં એક નવું ટેક્સ પેમેન્ટ સિસ્ટમ અમલી બનાવવામાં આવ્યું છે. જેમાં પેમેન્ટ માટે નવા વિકલ્પો જેવા કે નેટબેંકિંગ, યુપીઆઈ, આર.ટી.જી.એસ. અને એન.ઇ.એફ.ટી. નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.