ટિલ્ટિંગ ટ્રેનની ટેકનિક એવી છે કે તેમાં બેઠેલા મુસાફરનું બેલેન્સ રહે છે મતલબ મુસાફરે ધરાર હાલક ડોલક થવું પડતું નથી
સ્વિસની ટિલ્ટિંગ ટ્રેન ભારતમાં દોડશે. આ બારામાં દેશ સાથે કરાર થયા છે. ટૂંકમાં આ ટ્રેનમાં હવે થરમોસમાંથી કપમાં ભરતીવખતે ચા નહીં ઢોળાય.અહીં ખાસ ઉલ્લેખનીય છે કે – યુરોપીયન દેશ સ્વિસની આ ટ્રેન ઘણી બોલીવૂડ ટ્રેનમાં ચમકી ચૂકી છે. આ ટ્રેન અત્યારે ૧૧ દેશો ઇટલી, પોર્ટુગલ, સ્લોવેનિયા, ફિનલેન્ડ, રશિયા, ચેક રીપલ્બિક, યુ.કે. સ્વિસ, ચીન, જર્મન અને રોમેનિયામાં દોડે છે. આમ, આ ટ્રેન ધરાવતો ભારત ૧રમો દેશ હશે.આ ટ્રેનની ખાસિયત જોઇએ તો તે ટ્રેક પર દોડતી હોય ત્યારે તેની સ્પીડ ગમે તેટલી હોય આમ છતાં તેમાં બેઠેલા મુસાફરોએ ધરાર ધુંણવું પડતું નથી. મતલબ કે તેના જમ્પર એવી ટેકનિક ધરાવે છે કે- ફલાઇટનો અનુભવ થાય છે. જેમ ફલાઇટમાં મુસાફરને કોઇ પ્રકારના હલનચલનનો અનુભવ થતો નથી તેમ આ સ્વિસ ટ્રેનમાં પણ મુસાફર ફિલ ગૂડ ફેકટરનો અનુભવ કરે છે.ભારતીય રેલ મંત્રાલયે સ્વિસના ફેડરલ ડીપાર્ટમેન્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ, ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશન્સ સાથે ઓમ.ઓ.યુ. કર્યા છે. આ ઓમ.ઓ.યુ. થયા ત્યારે રેલમંત્રી સુરેશ પ્રભુની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. આ તકે સ્વિસ વતી ફેડરલ ડીપાર્ટમેન્ટ ઓફ રેલ ટ્રાન્સપોર્ટેશનના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉ૫સ્થિત રહ્યા હતા. બંને દેશોએ કરારના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જુલાઇ માસમાં રેલ મંત્રી પ્રભુ અને સ્વિસ રાજદૂત વચ્ચે નવી દિલ્હી સ્થિત રેલ મંત્રાલયની વડી કચેરી ખાતે એક મહત્વની બેઠક થઇ હતી.બીજું એમ.ઓ.યુ. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને સ્વિસ ફેડરલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વચ્ચે થયા છે. ભારતના રેલ વિભાગને સ્વિસનો ટેકનિકલ વિભાગ ટ્રેન માટે ટનલ બનાવવા બારામાં પણ આધુનિક જ્ઞાન પુરું પાડશે. ટૂકમાં ભારતમાં સ્વિસની આધુનિક રેલ ગાડી દોડતી થશે. લંડન જેવી સીટિ બસો દોડાવવા પણ અગાઉ યુ.કે. સાથે કરાર થયા છે.