ભારતના અગ્રણી કોમોડિટી એકસચેન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એકસચેન્જ લિમિટેડ (એનસીડેકસ)ના નવા એમડી અને સીઈઓ તરીકે અરૂણ રાતે એ આજે કાર્યભાર સંભાળ્યો હતો. એનસીડેક્સ સાથે જોડાયા પહેલા શ્રી રાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી)માં કાર્યકારી નિર્દેશક હતા. રાતે બેંક્ધિગ અને ફાયનાન્સ, કોર્પોરેટ અને સામાજીક વિકાસ એમ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રનો 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની વ્યવસાયિક કારકીર્દીમાં તેઓ આઇ.ડી. એફ.સી. ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા બેંક, નાબાર્ડ તથા એ.સી.સી. સિમેન્ટ જેવી કંપનીઓમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.
અરૂણ રાસ્તેએ ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ- હેદરાબાદ, મધર ડેરી ફુટ અને વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ-દિલ્હી તથા ઇરમા-આણંદમાં ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી છે. આ ઉપરાંત શ્રી અરૂણ રાતે વર્લ્ડટ્રેડ ઓર્ગેનાઇઝેશન, યુ.એન.સી.ટી.એડી, વર્લ્ડ સોશ્યલ ફોરમ જેવા સંગઠનોનાં આંતરરાષ્ટ્રિય કાર્યક્રમોમાં પણ ભાગ લઇ ચુક્યા છે. એક ડઝનથી વધારે રાષ્ટ્રિય તથા આંતરરાષ્ટ્રિય જનરલ્સનાં પ્રકાશન સાથે જોડાયેલા રહ્યા છે. અરૂણ રાસ્તે અર્થશાસ્ત્રમાં એમ.એ. થયેલા છે. તથા તેમણે માર્કેટિંગ મેનેજમેન્ટ તથા કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની ડિગ્રી પણ હાંસલ કરી છે.
અરૂણ રાસ્તે એનસીડેકસનો કાર્યભાર એવા સમયે સંભાળી રહ્યાં છે જ્યારે એકસચેન્જ છેલ્લા બે વર્ષમાં એવા ઘણા નવા ઉત્પાદનો અને સાહસોની શરૂઆત કરી છે જેને નવી ઉંચાઇએ લઇ જવાના છે. જેમાં કોમોડિટી ઇન્ડેક્ષની શરૂઆત, ઓશન ઇન ગુડઝ, અને બિન કૃષિ ક્ષેત્રમાં કરાયેલી નવી પહેલનો સમાવેશ થાય છે. ખેડૂતોને ખાસ કેન્દ્રસ્થાને રાખીને એક્સચેન્જ ઓશન ફેમિલીયરાઇઝેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેમાં ભાવના જોખમના પ્રબંધન અને હેજીંગનો લાભ કૃષિ ઉત્પાદકો સુધી પહોંચાડી શકાય એ માટે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનોને એકસચેન્જ સાથે જોડવાનો પ્રયાસ છે. એક્સચેન્જ નવા નૈતૃત્વ હેઠળ આ નવા સાહસોમાં નવી ઉંચાઇ હાંસલ કરશે અને બજારના સહભાગીઓમાં પણ વધારો કરશે.
એનસીડેકસનું અનેરૂ મહત્વ: એનસીડેક્સ એ ભારતનું અગ્રણી, સંપૂર્ણ વ્યવસાયિક ધોરણે વ્યવસ્થાપિત કૃષિ કોમોડિટી એકસચેન્જ છે. જે દેશનાં કૃષિ કોમોડિટીના વ્યવસાય સાથે સંકળાયેલા સૌના માટે સેવા ઓફર કરે છે. દેશનું અગ્રણી ઓનલાઇન એકસચેન્જ હોવાથી એનસીડેક્સ વિવિધ કૃષિ કોમોડિટી માટે બેન્ચ માર્ક પ્રોડક્ટસની વિશાળ શ્રૃંખલા ઓફર કરે છે. એનસીડેક્સ ખરદિનાર અને વેચનાર એમ બન્નેને ઇલેકટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપર લાવે છે. એનસીડેકસનાં અમુક ચાવીરૂપ શેરધારક રોકાણકારોમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમીટેડ, લાઇફ ઇન્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ,ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કો-ઓપરેટિવ લિમીટેડ, ઓમાન ઇન્ડિયા જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બિલ્ડ ઇન્ડિયા કેપિટલ એડવાઈઝર્સ- એલ.એલ.પી. તથા ઇન્વેસ્ટકોર્પ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ નો સમાવેશ થાય છે. (આગાઉની આઇ.ડી. એફ.સી પ્રાઇવેટ ઇક્વિટી ફંડ-3)