અબતક, જીતેન્દ્ર આચાર્ય
ગોંડલ
ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરુડી ટોલનાકા એ આદમ કાળની કમ્પ્યુટર સિસ્ટમના કારણે ફાસ્ટટેગ હોવા છતાં પણ વાહનો ઝડપથી પસાર ન થઈ શકતા હોય ફાસ્ટટેગ સિસ્ટમ મિનિંગ લેસ બની જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સતત ટ્રાફિક જામ અને છાશવારે મારામારીની ઘટનાઓથી સતત ચર્ચામાં રહેતું ભરુડી ટોલનાકાએ આદમ કાળની કોમ્પ્યુટર સિસ્ટમ હોય વાહનોમાં લાગેલા ફાસ્ટ ટેગ ઝડપથી સ્કેનિંગ કરી શકતું ન હોય વાહનચાલકોના સમયનો વેડફાટ થઈ રહ્યો છે વિના કારણે લોકોને ટ્રાફિક જામમાં ફસાવવુ પડી રહ્યું છે.
આ ઉપરાંત ઇન્ટરનેટ નેટવર્ક પ્રોબ્લેમ વધ્યા હોય ફાસ્ટ ઓનલાઇન રિચાર્જ પણ થઈ રહ્યા નથી જેના કારણે ઘણા વાહન ચાલકોને ટોલ ટેક્સ નો ડબલ માર પડી રહ્યો છે અત્રે એ ઉલ્લેખનીય છે કે ભરૂડી ટોલ નાકે વ્યાપક દુવિધાઓના કારણે વાહનચાલકો રોષે ભરાતા હોય જેના પરિણામે વાહનચાલકો અને ટોલ કર્મચારીઓ વચ્ચે રોજિંદા તણખલાઓ ઝરવા સાથે મારામારીના બનાવો પણ બની રહ્યા હોય પોલીસ ચોપડે અનેક કેસ નોંધાયા છે. બન્ને સાઈડ ની ચાર ચાર લેન માંથી રોજિંદા બે બે લાઈન બંધ રખાતી હોય ટોલ અધિકારીઓ દ્વારા જાણી જોઈને વાહન ચાલકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.સતત માંદલા રહેતાં ભરુડી ટોલનાકા ને સંચાલકો દ્વારા તંદુરસ્ત બનાવાય તેવી વાહન ચાલકો માં માંગ ઉઠવા પામી છે.