લાંબા નખએ હાથની સુંદરતાને ચાર ચાંદ લગાવી નાખે છે. પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા માંડે છે. જો તમે ઇચ્છો છો કે તમારા નખ લાંબા અને ખુબસુરત દેખાય તો આજે અમે કેટલીક ટિપ્સ જણાવીશુ જેને ફોલો કરીને તમે નખને લાંબા કરી શકો છો આ સિવાય તમારા નખ શાઇની અને મજબુત પણ થશે.
૧- લીંબુ અને ઓલિવ ઓયલ :
લીંબુ અને ઓલિવ ઓયલ નાખો પછી તેને સાધારણ ગરમ કરી લો. હવે આ મિક્સમાં તમારા નખને ડુબાડી રાખો તે સિવાય જો તમારી પાસે ઓલિવ ઓઇલ ન હોય તો તમે એક લીંબુનો ટુકડો લઇ નખ ઘસો પછી ધોઇને મોશ્ર્ચરાઇઝર લગાવી લો.
૨- ટમેટા :
અડધી વાટકી ટમેટાનો રસ લઇ તેમાં ૨ ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરી લો અને તેમાં નખને ઓછામાં ઓછા ૧૫ મિનિટ સુધી ડુબાડી રાખો.
૩- નારિયેળનું તેલ :
રાત્રે સુતા પહેલા નારિયેળનું તેલ અને ઓલિવ ઓઇલને સાધારણ ગરમ કરી લો. પછી ૧૫ મિનિટ તમારા નખને ડુબાડી રાખો પછી હાથ ધોઇને મોજા પહેરી લો.
૪- લસણ :
એક લસણની કળી લો. પછી તેને તમારા નખ પર ૧૦ મિનિટ સુધી ઘસો રગડયા પછી હાથને ધોઇ લો. અને મોશ્ર્ચરાઇઝર કરી લો.
૫- સંતરાના છાલટા :
એક વાટકીમાં સંતરાનો રસ સારી રીતે કાઢી લો. પછી આ રસમાં તમારા નખને ૧૫ મિનિટ સુધી ડુબાડો. પછી હુંફાળા પાણીથી હાથ ધોઇને હાથ પર મોશ્ર્ચરાઇઝર લગાવી લો.