સિનેમાએ દુનિયાનો આયનો ગણી શકાય, અને દુનિયામાં ચાલતી દરેક વસ્તુમાંથી જ સિનેમા ઉભું થાય છે. આ બંને વાતો એક બીજાને પરસ્પર છે. કોઈ ફિલ્મ અથવા કોઈ કેરેક્ટર લોકો સાથે જોડાય જાય છે. તે લોકોને જિંદગીની ફિલોસોફી ઈનડાયરેક્ટ રીતે કહી જાય છે. આજે આપણે એવી જ એક ફિલ્મ વિશે વાત કરવાના છે, જેને 2010ના બધા બોક્સઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ સાથે ત્યારથી ભાઈનો એક અલગ જ દબદબો શરૂ થયો.
2010માં આવેલી સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ દબંગ જોઈ તો બધાયે હશે પણ તેને સમજવામાં ઘણા લોકો કાચા પડ્યા હશે. દબંગ એક રોબિનહૂડ પોલીસ મેન ચુલબુલ પાંડેની કહાની છે. પણ જરા વિચારો કે ચુલબુલ પાંડેની કામ કરવાની રીતે સારી હતી કે ખરાબ. એક તરફથી ઇમાદરી દેખાડે છે તો બીજી સાઈડથી રિશ્વત પણ છે. આ તો એક વસ્તુ છે જે દબંગના લેખક દિલીપ શુક્લા કહેવા માંગતા હતા. દુનિયામાં કોઈ સારુ કે ખરાબ કાર્ય નથી. તેમે તે કેવા ભાવથી કરો છો તે મહત્વનું છે. ચુલબુલ પાંડે ક્રિમીનલ કે બે નંબરના કાર્ય કરવા પાસેથી માલ લૂંટતો અને જરૂરિયાત મંદોને મદદ કરતો. એટલા માટે જ તેને રૉબિનહૂડ કહેવાયો છે.
દબંગ આવી તે પછી ચશ્માં રાખવાની એક નવી ફેશન શરૂ થઈ હતી. જેમાં મોટા ભાગના લોકો કોલર પર પાછળના ભાગે ચશ્માં રાખતા. આની પાછળ પણ એક જિંદગીની હક્કીકત સમજાવે છે. તમે આગળનું તો બધું દેખાશે, પણ તમારી પીઠ પાછળ શું ચાલી રહ્યું છે તે જોવું તમારા માટે ખુબ જરૂરી છે. આ કારણથી જ સલમાન પાછળ ચશ્માં રાખતો, કે જેથી તને પાછળનું પણ દેખાય.
સામાન્ય રીતે જોવા જાવ તો દબંગ એક મિક્સ મસાલા ફિલ્મ લાગે. પરંતુ તે તમને જિંદગીની ઘણી બધી મહત્વની ફિલોસોફી સમજવી જાય છે. દબંગ સુપર હિટ જવા પાછળનું એક મહત્વનું કારણ આ પણ છે કે, તે ફક્ત એક મિક્સ મસાલા ફિલ્મ નથી. તે લોકોને જિંદગીની મહત્વની ફિલોસોફી સમજાવે છે.
18 પ્રોડક્શનમાંથી રિજેક્ટ થઈ હતી દબંગ
દબંગ ફિલ્મના લેખક દિલીપ શુક્લા હિન્દી ફિલ્મ જગતમાં એક જાણીતું નામ છે. તેને મોહરા, અંદાજ અપના અપના, જય હો, સલાખે, ઘાયલ જેવી અન્ય ફિલ્મો લખી છે. જયારે દબંગ લખી અને તે તેને એક પ્રોડક્શનમાં મોકલી તો તે રિજક્ટ થઈ. આવી રીતે દબંગ ટોટલ 18 પ્રોડક્શનમાંથી રિજેક્ટ થઈ. આખરે અરબાઝ ખાને વાર્તા સાંભળીને તેને પોતાના પ્રોડક્શનમાંથી બનાવની હા ભણી.