જમીનમાં યુરિયાનો ઉપયોગ ઘટાડવાના પ્રધાનમંત્રીના આહ્વાનથી ઇફ્કોને નેનો યુરિયા લિક્વિડનું સંશોધન અને રજૂઆત માટે પ્રેરણા મળી છે ગુજરાતમાં કલોલ ખાતે ઇફ્કોના નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (એનબીઆરસી)માં માલીકીની ટેક્નોલોજી દ્વારા અસરકારક અને કાર્યક્ષમ નેનો યુરિયા લિક્વિડ વિકસાવાયું, જે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર કૃષિ સાથે સુસંગત છે.
નેનો યુરિયા લિક્વિડની ૫૦૦ મીલીની એક બોટલ પરંપરાગત એક બેગનું સ્થાન લેશે એટલું જ નહિ પોષણની વધુ અસરકારકતા સાથે જમીન, પાણી અને હવા પ્રદૂષણમાં ઘટાડા સાથે પ્લાન્ટ ન્યુટ્રિશન માટે ટકાઉ ઉકેલ પણ આવશે આ સાથે ભૂગર્ભ જળની ગુણવત્તા ઉપર સારી અસર, આબોહવામાં પરિવર્તન અને ટકાઉ વિકાસ ઉપર સકારાત્મક અસરો સાથે ગ્લોબલ વોર્મિંગમાં નોંધતાપ્ર ઘટાડો થશે. ઈફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં આ નેનો લિક્વિડ યુરિયાની પ્રથમ બેચ કલોલથી ઉત્તર પ્રદેશ જવા માટે રવાના કરવામાં આવી હતી.
નીચા ઇનપુટ ખર્ચ સાથે ખેત પેદાશોની ગુણવત્તા સાથે ઉપજમાં સરેરાશ ૮ ટકાનો વધારો થશે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફ્કો)એ ભારતમાં ઓનલાઇન ઓફલાઇન મોડમાં તેની ૫૦મી વાર્ષિક સામાન્ય સભામાં તેના આરજીબી સદસ્યોની ઉપસ્થિતિમાં વિશ્વભરના ખેડૂતો માટે વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ રજૂ કર્યું છે. જેનો જથ્થો આજે ગુજરાત થી ઉત્તર પ્રદેશ જવા રવાના થયો છે.
અડધાથી વધુ દાણાદાર યુરિયાનો બગાડ અટકાવવા નેનો યુરિયા સજ્જ!!
જમીનમાં યુરિયાનો ઉપયોગ ઘટાડવાના ભારતના પ્રધાનમંત્રીના આહ્વાનથી આ પ્રેરણા લેવામાં આવી છે. કલોલ ખાતે નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે માલીકીની ટેક્નોલોજીના વિકાસ દ્વારા ઇફ્કોના વિજ્ઞાનીઓ અને એન્જિનિયર્સના વર્ષોના સમર્પિત અને નિષ્ઠાવાન સંશોધન બાદ સ્વદેશી નેનો યુરિયા લિક્વિડ વિકસાવવામાં આવ્યું છે, જે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર કૃષિ સાથે સુસંગત છે.
ઇફ્કો નેનો યુરિયા લિક્વિડ છોડના પોષણ માટે અસરકારક અને કાર્યક્ષમ હોવાનું જણાયું છે તે સારા પોષણ ગુણવત્તા સાથે ઉત્પાદનમાં વધારો કરે છે. તે ભુગર્ભ જળની ગુણવત્તા ઉપર ખૂબજ સકારાત્મક અસર સાથે આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ ઉપર અસર કરતાં ગ્લોબલ વોર્મિંગમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
ખેડૂતો દ્વારા નેનો યુરિયા લિક્વિડના ઉપયોગથી સંતુલિત પોષણ કાર્યક્રમને વેગ મળશે તથા જમીનમાં યુરિયાનો વધુ પડતો ઉપયોગ ઘટશે. યુરિયાના વધુ પડતા ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ, જમીનના આરોગ્યને નુકશાન થાય છે તથા છોડ રોગ અને જીવાતોના ઉપદ્રવ માટે વધુ સંવેદનશીલ બને છે તેમજ પાકના વિકાસમાં વિલંબ અને ઉત્પાદનમાં નુકશાન થાય છે.
ઈફ્કોએ વિકસાવેલી ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલા નેનો લિક્વિડ યુરિયાની પ્રથમ બેચ ઉત્તર પ્રદેશ ખાતે રવાના કરાઈ
નેનો યુરિયા લિક્વિડ પાકને મજબૂત, સ્વસ્થ બનાવે છે તથા બીજી અસરોથી તેને સુરક્ષિત રાખે છે. ઇફ્કો નેનો યુરિયા લિક્વિડ ખેડૂતો માટે વાજબી છે અને ખેડૂતોની આવકમાં વધારો કરવામાં શ્રી બ રહેશે. ઇફ્કો નેનો યુરિયા લિક્વિડની ૫૦૦ મીલી બોટલ પરંપરાગત યુરિયાની ઓછામાં ઓધ ૨/૩ સ્થાન લેશે. આથી તે ખેડૂતોના ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરશે. નેનો યુરિયા લિક્વિડનું કદ નાનું છે અને તેને પોકેટમાં પણ મૂકી શકાય છે તથા તે લોજીસ્ટિક અને વેરહાઉસિંગનો ખર્ચ પણ ઘટાડશે.
ઇફ્કો નેનો યુરિયા લિક્વિડ હવે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (એફપીઓ, ૧૯૮૫)માં પણ સામેલ છે, જે નેશનલ એગ્રીકલ્ચર રિસર્ચ સિસ્ટમ (એનએઆરએસ) દ્રાકા ૨૦ આઇસીએઆર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ્સ, સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ અને કેવીકે ખાતે ૪૩ પાક ઉપર વિવિધ સ્થળ અને પાક ઉપર હાથ ધરાયેલી ટ્રાયલ્સને આધારિત છે, તેની અસરકારકતાની ચકાસણી કરવા માટે આશરે ૧૧૦૦૦ ફાર્મર ફિલ્ડ ટ્રાયલ્સ (એફએફટી) સમગ્ર ભારતમાં ૯૪ થી વધુ પાક ઉપર કરાઇ હતી. તાજેતરમાં દેશભરમાં ૪ પાક ઉપર હાથ ધરાયેલી ટ્રાયલ્સમાં ઉપજમાં સરેરાશ ૮ ટકાનો વધારો નોંધાયો છે.
ઇફ્કો નેનો યુરિયા લિક્વિડ પરંપરાગત યુરિયાને બદલવા માટે વિકસાવવામાં આવ્યું છે અને તે જરૂરિયાતમાં ઓછામાં ઓછો ૫૦ ટકાનો ઘટાડો કરી શકે છે. તે ૫૦૦ મીલી બોટલમાં ૪૦૦૦૦ પીપીએમ નાઇટ્રોજન ધરાવે છે, જે પરંપરાગત યુરિયાની એક બેગ દ્વારા પ્રદાન કરાતા નાઇટ્રોજન પોષણની અસરને સમાન છે.
ઇફ્કો નેનો યુરિયા લિક્વિડનું ઉત્પાદન જૂન ૨૦૨૧ માં શરૂ થયું હતું ત્યારબાદ ટૂંક સમયમાં વાણિજ્યિક ધોરણે તેને રજૂ કરવામાં આવ્યું છે ઇફ્કોએ ખેડૂતો માટે નેનો યુરિયાની ૫૦૦ મીલી બોટલની કિંમત રૂ. ૨૪૦ રાખી છે, જે પરંપરાગત યુરિયા બેગની કિંમત કરતાં ૧૦ ટકા સસ્તી છે. કોઓપરેટિવે તેના ઉપયોગ અંગે ખેડૂતો સમક્ષ પ્રદર્શન અને તાલીમ આપવા માટે દેશભરમાં વ્યાપક કેમ્પેઇન યોજવાનું પણ આયોજન કર્યું છે.
લિક્વીડ યુરિયાનો ૫૦૦ મિલીલીટરનો ભાવ રૂ. ૨૪૦: ઉપજમાં કરશે વધારો
ઇફ્કોનો દાવો છે કે નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજમાં આઠ ટકાનો વધારો થશે તેમજ પાક અને ઉપજની ગુણવત્તામાં સુધારણા સાથે ખેતીનો ખર્ચ ઘટશે, જે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે. નેનો યુરિયા લીક્વીડ ખાતરની વિશેષતા અને મહત્વ બતાવતા ઇફકો જણાવ્યું હતું કે નેનો યુરીયા પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ હશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં તે ખૂબ ફાયદાકારક સાહિત થશે. સૌથી મહત્વનું છે કે નેનો લિક્વીડ યુરિયા ખાતરના લીધે લોજેસ્ટીક વેર હાઉસના ખર્ચમાં પણ ઘટાડો થશે.