જીવનને ટકાવી રાખવા માટે પોષણ એ પાયાની જરૂરિયાત છે ખોરાકમાં વિવિધતા જીવનમાં માત્ર સ્વાદ માટે જ નહિ પણ પોષણ અને આરોગ્ય માટે પણ ખૂબ જ અગત્યનું છે. વિવિધ વાનગી દરેક પ્રકારના પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં પુરા પાડે છે લોટ, અનાજ, કઠોળ, પોષણના મુખ્ય સ્ત્રોતો છે.
અનાજ-કઠોળ-ફળ -ફુલમાંથી વિવિધ પોષક તત્વો તો મળી જ રહે છે પરંતુ તેની રાંધવાની પધ્ધતિ પણ એક કળા છે. કોઈપણ ખોરાક રાંધતી વખતે તેના પોષક તત્વો પણ તેમાં જળવાય રહે તે ખૂબજ અગત્યનું છે. ઘણી વાનગીમાં વધારે તેલ-મસાલા જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે ખોરાક એવો હોવો જોઈએ અને એવી રીતે રંધાવો જોઈએકે જેથીતેમાં રહેલા પોષકતત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે, સ્વાદ પણ જળવાય અને સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ બને, હંમેશા ગૃહિણીઓએ સ્વસ્થ અને સકારાત્મક ખોરાકનો વિચાર અને રાંધવાની પધ્ધતિ અપનાવવી જોઈએ જેમ કે ખોરાકની પધ્ધતિમાં સાંસ્કૃતિક પરિબળો ખૂબજ મહત્વની ભૂમિકા ભજવે છે.
રાંધવાથી હાનિકારક કિટાણુઓ નાશ પામે છે. જયારે રાંધવાની ખોટી પધ્ધતિથી પોષકતત્વો નાશ પામે છે. તેવી જ રીતે વધુ તાપે રાંધવાથી પણ પોષકતત્વો નાશ પામે છે.
આટલું ધ્યાન રાખો
- અનાજને રાંધતા પહેલા વારંવાર ન ધુઓ
- શાકભાજીને કાપ્યા પછી ન ધુઓ
- કાપેલા શાકભાજીને લાંબા સમય સુધી પાણીમાંન રાખો
- ઢાંકણા વાળા વાસણમાં ખોરાક રાંધો
- તળવા કે શેકવા કરતા પ્રેશર કે વરાળથી રાંધવાનું પસંદ કરો
- ફણગાવેલો ખોરાક વધુ લો.
- વાપરેલુ તેલ વારંવાર ગરમ ન કરો.