છેલ્લા કેટલાક વર્ષોથી માતા-પિતા પોતાના બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવવા જ પ્રેરી રહ્યાં છે. આજકાલ વાલીઓને પોતાના સંતાનોની ઉચ્ચ માર્કસવાળી માર્કશીટ જ જોઇએ છે પરંતુ ક્યારેય વિચાર્યું છે કે પોતાના સંતોનેને તેમના જીવનમાં પુસ્તકીયું જ્ઞાન જ કામ નહિં લાગે તેને જીવન જીવવાની, વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવાની કેળવણી પણ આપવી એટલી જ જરૂરી છે. બાળકના ઉછેરમાં પ્રથમ ગણતરને પ્રાધાન્ય આપવું જોઇએ. બાળક પોતાની ઉંમરે શિક્ષણ તો જાતે પણ મેળવી લેશે. દરેક બાળક ભણવાની સાથે સાથે જીવન જીવવાની રીતભાત, વ્યવહારિક જ્ઞાન વગેરે મેળવે તે ખૂબ જરૂરી છે અને ભવિષ્યમાં પણ તેને સારી કેળવણી જ કામ લાગશે.
પ્રશ્ન: ભૂતકાળમાં જ્યારે ગર્વમેન્ટ શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણતા અને વધુમાં આવે જ્યારે કોચિંગ ક્લાસ શરૂ કર્યા ત્યારે આપની મનોસ્થિતિ શું હતી?
જવાબ: શિક્ષણ મેળવવુ એટલે માત્ર માર્ક જ મેળવવાએ નથી. સાચા શિક્ષણનો અર્થ એ બાળક પોતાની આવડતોને ડેવલોપ કરે આવડતોને પોતાની આવકનો સ્ત્રોત બનાવે વિદ્યાર્થીને ગમતુ શિક્ષણ લેવા માટેની શીટા કે તેમાં પ્રવેશ મેળવવા માટે તો એક માપદંડ એટલે માર્કશીટ છે. માર્કશીટ સિવાય પણ ઘણા રસ્તાઓ હોય છે. પણ હાલમાં અત્યારની સ્થિતિ પ્રમાણે તમારા બાળકને કે કોઇ વિદ્યાર્થીને એમબીબીએસ કરવું છે તો વિદ્યાર્થીને એડમીશન લેવા માટે એક ચોક્કસ માર્ક જોશે. જે એક માપદંડ છે. મૂલ્યાંકન શિક્ષણના ખરી રીતે ત્રણ તબક્કા છે. શિક્ષા, દિક્ષા, કેળવણી જેમાંથી માત્ર અત્યારે શિક્ષા જ અપાઇ રહી છે. અને દિક્ષા તથા કેળવણીએ ચાલ્યા ગયા છે. જો એ ફરીથી કેળવણી પર પણ પૂરતુ ધ્યાન આપવામાં આવે તો વિદ્યાર્થી માટે તે તેના જીવનમાં ઘણુ લાભકારક બનતું હોય છે.
પ્રશ્ન: પહેલા જેમ શિક્ષકો અને બાળકો વચ્ચે આત્મીયતા હતી એ શું હજુ પણ એટલી જ બની રહી છે
જવાબ: પહેલાના સમયમાં ભૂતકાળમાં શિક્ષકો પ્રત્યે લોકોને જે શ્રધ્ધા હતી તે ક્યાક ઘટવા લાગી છે. પહેલા શિક્ષકો વિદ્યાર્થીને કાન પકડી અને તેના હિત માટે સજા કરતા તો તે વિદ્યાથી એ તેની યુવાનીનો , ઉત્તમ નાગરિક બનતો હતો જે અત્યારના સમયમાં વિદ્યાર્થીઓને અને શિક્ષકને જે આત્મીયતા હતી એ ક્યાક ઘટવા લાગી છે અને વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ આવતા તે તેમાંથી અગત્યનું શીખવા કરતા બિનજરૂરી બાબતો શીખવા માંડ્યા છે. મોબાઇલથી વિદ્યાર્થીના માર્ક કદાચ વધુ આવી શકે છે. પરંતુ તેની ખરી સમજણ એ શાળામાં આવતી હોય છે અને કેળવણી એ માર્ક કરતા ઘણી વધુ અગત્યની છે. માર્ક અગત્યના જ છે. પણ માર્ક ઓછા હશે તો ચાલશે. પણ કેળવણી જો પૂરતી ન મળે તો ભવિષ્યમાં તે વિદ્યાર્થીના જીવનમાં આવનારી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તે સક્ષમ નહિં બની શકે.
પ્રશ્ન: શિક્ષકોના જીવનમાંથી વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવી અને પોતાનુ ધ્યેય બનાવતા તેમજ અત્યારે જે માત્ર પુસ્તકીય જ્ઞાનની પરિસ્થિતિ સર્જાય છે. તેના માટે શું કહેશો?
જવાબ: ભૂતકાળમાં શિક્ષણમાં જે પોતાની જીવનશૈલી હતી તેનાથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થતા અને પોતાની જીવનશૈલીમાં પણ તે અપનાવતા હતા અત્યારે બાળકોને અને શિક્ષકોને માત્ર જ્ઞાનની વાતો કરવામાં આવે છે. જેના લીધે બાળકોનું જ્ઞાનને ઘણુ વધે છે. પણ ખરા અને તેની તર્ક શક્તિ પણ ઘણી વધે છે. ભૂતકાળ કરતા શિક્ષણનું સ્તર ઘણું વધ્યું છે. એ વાત પર કોઇ શંકા નથી પણ માત્ર પુસ્તકીયુ જ્ઞાન બાળકોને જીવનમાં આવનારા ઉતાર-ચડાવમાં ઉપયોગી સાબિતી નથી થતું તેના માટે એક તો પ્રયોગ પ્રવૃતિની ખાસ જરૂરીયાતો રહેતી હોય છે. પ્રયોગ કરવાથી તે બાળકને તેમાં નિષ્ફળતા મળે તો પણ તેની પ્રવૃતિઓ ચાલુ રાખવી જોઇએ. તથા પોતાની કારર્કિદી ઘડવા માટે તો તેમને ચોક્કસ પણે જ્ઞાનની જરૂરીયાત રહેવાની જ છે.
પ્રશ્ન: અત્યારે વાલીઓ પોતાના બાળકોનું ઘણી વખત ખોટૂ ઉપરાણુ લેતા હોય છે. તેના વિશે શું કહેશો?
જવાબ: હાલ જે સ્થિતિ ચાલી રહી છે તેને ધ્યાનમાં લઇને બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. આવી વ્યવસ્થામાં બાળકોને સાચી તાલીમ તેમના વાલી થકી મળતી હોય છે. તેવા સંજોગોમાં વાલીઓ પોતાના બાળકને યોગ્ય માર્ગદર્શન યોગ્ય ટકોર નહિં કરે તો વિદ્યાર્થીની કાળજી લેવામાં ક્યાય તેઓ પાછી પડશે ભુતકાળમાં વાલીઓ બાળકોને ખીજાતા અને કદાચ વધુ મોટી ભૂલો હોય તો તેને શિક્ષા પણ કરતા જે વધુ ઘટતુ ગયું છે. જેના લીધે બાળકો માત્રને માત્ર પોતાનું અંગત માહોલમાં જ ઉછેરીને મોટુ થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે માર્ક અગત્યના છે પણ માત્ર માર્ક માટે જ ભણવું તે એક રીતે માત્ર ગાડરીયો પ્રવાહ છે. જે અત્યારનું બાળક અનુભવી રહ્યું છે. “માત્ર માર્ક લાવવાથી તમે ઉત્તમ” તે તો કોઇ મતલબ નથી પણ હાલમાં વિદ્યાર્થીઓ માર્ક માટે વધુ ધ્યાન આપી રહ્યાં છે. માર્કથી કોઇ બાળકની કાબીલીયત પરખી શકતી નથી.