કોરોનાની પ્રથમ લેહરમાં લાંબો સમય બાદ શરૂ થયેલી કોર્ટ કાર્યવાહી કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનતા ફરી કોર્ટમાં પ્રત્યેક્ષ કામગીરી બંધ કરવામાં આવ્યા બાદ કોરોના કાબુ થતા હાઇકોર્ટ દ્વારા નીચેની અદાલતો ફરી કાર્યરત કરવા આદેશ કરતા સોમવારથી સમગ્ર રાજયમાં કોર્ટ ફરી શરૂ થવાની છે.
કોરોનાની મહામારી અને સંક્રમણ વધતા રાજયભરમાં કરફર્યુ અને આંશિક લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા જેના પગલે હાઇકોર્ટ દ્વારા રાજયભરની અદાલતોમાં માત્ર પ્રત્યક્ષ કામગીરી બંધ કરી ઓન લાઇન અરજન્ટ સુનાવણી જ કરવામાં આવતી હતી. કોરોનાની બીજી લહેર હળવી થતા અને સંક્રમણનો ભય દુર થતા હાઇકોર્ટ દ્વારા રાજયના તમામ જિલ્લા અને રાજય કક્ષાએ કોર્ટની પ્રત્યેક્ષ કાર્યવાહી ફરી શરૂ કરવા હાઇકોર્ટ દ્વારા માર્ગ દર્શિકા જાહેર કરી તા.7ને સોમવારથી ફરી શરૂ કરવા કરેલા આદેશના પગલે સોમવારથી કોર્ટની કાર્યવાહીનો ફરી પ્રારંભ થઇ જશે.લાંબા સમયથી બંધ રહેલી કોર્ટ કાર્યવાહી ફરી ધમધમતી થવાની હોવાથી વકીલો અને અસીલોની આતુરતાનો અંત આવ્યો છે. લાંબો સમય સુધી બંધ રહેલી કોર્ટ કાર્યવાહીના કારણે અનેક એડવોકેટ બેકાર બન્યા છે.કોરોનાની પ્રથમ લહેરના કારણે તા.26 માર્ચ 2020થી નીચેની અદાલતમાં પ્રત્યેક્ષ કામગીરી બંધ કરાઇ હતી.
ત્યાર બાદ જાન્યુઆરી 2021માં ચાર મહાનગરો સિવાય રાજયની તમામ અદાલતોમાં પ્રત્યેક્ષ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ફેબ્રુઆરી 2021માં ચાર મહાનગરોની નીચેની કોર્ટમાં પ્રત્યેક્ષ કામગીરીની શરૂ કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની સંક્રમણ થવાના ભયના કારણે એપ્રિલ 2021માં કોર્ટમાં પ્રત્યેક્ષ સુનાવણી બંધ કરવામાં આવી હતી. લાંબા સમય બાદ હાઇકોર્ટના માર્ગ દર્શન અને આદેશ અનુસાર તેમજ કોરોના અંગેની સરકારની ગાઇડ લાઇન મુજબ તા.7ને સોમવારથી રાજયના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ કોર્ટની પ્રત્યેક્ષ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.