કોરોના કાળમાં લોકોના દુ:ખ ભૂલી સરકારી પ્રોપર્ટીને પાર્ટી પ્લોટ માં તબદીલ કરી ભાજપી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હોય સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો વાયરલ થતા સીટી પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા અને મંત્રી બીપીનભાઈ નિમાવત દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે જેલ ચોક ખાતે ના જનસેવા કેન્દ્રની જલસા કેન્દ્ર બનાવી સોશિયલ ડિસ્ટનસ ના ધજાગરા ઉડાવી કેક કાપી ગિફ્ટ લઇ અવતરણ દિન ઉજવવામાં આવ્યો હોય જેના ફોટોસ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ધ્યાને આવતા પી.આઈ એસ એમ જાડેજા દ્વારા તપાસના આદેશ અપાયા હતા અને અવતરણ દિનની ઉજવણી થયેલ હોય બંને આગેવાનો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે પોલીસ મથકમાં પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા રેશ્માબેન દ્વારા નેતાઓના જલસા બનાવ અંગે પૂછપરછ કરાતા લાજ કાઢવામાં આવી હતી અને ઓનલાઇન માહિતી જોઈ લેશો તેઓ ઉભડો જવાબ અપાયો હતો અને ટેલિફોન નું રીસીવર સાઈડમાં મુકી ફરજ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હતી.આ બનાવ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી હતી.