ભારતના અર્તથંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું લક્ષ્ય જાહેર કરવામાં આવ્યું ત્યારે લાગતુ હતુ કે આ લક્ષ્ય પૂરું કરવામાં દિલ્હી હજુ ઘણુ દૂર છે પરંતુ આર્થિક સુધારાઓમાં તબક્કાવારના આયોજન થકી સમયોચિત પગલાઓને લઈને અર્થતંત્રની વિરાટ કાયાનું સપનું પૂરું થશે તેવો માત્ર આશાવાદ જ નહીં પરંતુ રસ્તો ચોખ્ખો થતો જાય છે. અત્યારની પરિસ્થિતિમાં વિશ્ર્વભરમાં કથીત કોરોનાની મંદીથી કહેવાતી મોટી આર્થિક મહાસત્તાઓ પણ ડચકા લઈ રહી છે ત્યારે શેરબજારોમાં મોટી ઉથલ-પાથલ સર્જાય છે તેવા સંજોગોમાં ભારતનું અર્થતંત્ર નક્કર અને વધુમાં વધુ મજબૂત બનતું જાય છે. જુલાઈ મહિનાથી બજારમાં તેજીની સાથે સાથે જો કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો જીડીપીનો વૃદ્ધિ દર 10 ટકાને આંબી જશે. ભારતનો વિકાસ દર અત્યારે ચીનની લગોલગ તરક્કી કરી રહ્યું છે અને જો આને આ રફતાર કાયમ રહેશે તો ભારતની આર્થિક ગતિ ડ્રેનને પણ ઓવરટેક કરીને સાઈડ કાપી લેશે.
શેરબજાર અર્થતંત્રનું બેરોમીટર ગણવામાં આવે છે. દિવાળી સુધીમાં જો યોગ્ય વાતાવરણ અને કોરોનાનો અવરોધ ન નળે તો સેન્સેકસ 60,000ની સપાટીને ટચ કરે તેવી ધારણા સેવાઈ રહી છે. અત્યારે બજારનું માર્કેટ કેપ રૂા.226 લાખ કરોડને પાર થઈ ગયું છે. અર્થતંત્રના મુખ્ય આધાર એવા નિકાસ ક્ષેત્રને બળ આપવા માટેના તમામ પરિમાણોમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળે છે. સ્થાનિક ઉત્પાદન વધારવા માટે પ્રોડકશન ઈન્સેટીવ ઉત્પાદન પ્રોત્સાહન યોજનાઓ અને નિકાસ ક્ષેત્રને મજબૂત બનાવવા ઘરેલુ ઉત્પાદનથી આયાતની અવેજીનો વપરાશ વધારી વિદેશી હુડીયામણ બચાવવાના પ્રયાસો પણ ઝડપથી પરિણામદાયી બની રહ્યાં છે.
કોરોનાની અસર હવે ઝીરો લેવલ સુધી લઈ જવા સરકાર અને ખાસ કરીને રિઝર્વ બેંક દ્વારા મહત્વના નિર્ણય લેવાઈ રહ્યાં છે. બજારમાં તરલતા લેવા અપાયેલી રાહતનો ફાળ બજારમાં મહત્વની તરલતા માટે પરિણામદાયી બની રહ્યાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 20 વીનીવેશ પર પણ ભાર ઉભો કર્યો છે. સરકાર હસ્તકના ખોટ ખાતા એકમોનો નિકાલ નાણા ઉભા કરી નિકાસમાં રોકાણ કરી અર્થતંત્રને ફૂલગુલાબી ટચ આપી રહ્યું છે. બજારમાં તેજી આવતા પોલાદના ભાવમાં વધારાએ સ્થાનિક પોલાદી ઉદ્યોગ અને સંલગ્ન ઉદ્યોગોમાં ટર્નઓવરમાં નવા કિર્તીમાન ઉભા કર્યા છે. જો પરિસ્થિતિ સાનુકુળ રહી અને આગાહી મુજબ જ સતત ત્રીજુ વર્ષનું ચોમાસુ પણ સવા સો ટકા વરસાદ વરસાવનારૂ બની રહે તો કૃષિ ઉત્પાદનમાં પણ મબલખ વધારો થશે જે જીડીપીને પણ પીઠબળ મળશે. 2020માં જીડીપીનું 10 ટકાનું લક્ષ્યાંક પૂરું પાડવા માટે સારૂ વર્ષ પણ નિમીત બને તેવું દેખાઈ રહ્યું છે. સ્થાનિક આર્થિક મજબૂત સ્થિતિ અને સાનુકુળ વાતાવરણની સાથે સાથે જીડીપી દરમાં ધરખમ ઉછાળાથી વિદેશી મુડી રોકાણની વિશ્ર્વસનીયતા પણ અર્થતંત્ર માટે કમાઉ દિકરો બની રહે તેવા સંજોગો પણ ઉભા થયા છે.
એક તરફ દુનિયાના કેટલાંક નકારાત્મક પરિબળોને લઈ મોટા આર્થિક મહાસત્તાની છાપ ધરાવતા દેશોમાં આર્થિક ઉથલ-પાથળની દહેશત અને ગભરાટનું વાતાવરણ પ્રવર્તી ર્હયું છે. અલગ અલગ દેશોની શેરબજારો અને કરન્સીમાં આંચકા આવે છે તેવા સંજોગોમાં ભારતનું અર્થતંત્ર મક્કમ રીતે વધુને વધુ મજબૂત બનતું જઈ રહ્યું છે. પડકારોને પહોંચી વળવાની કાર્ય ક્ષમતા અને આફતને અવસરમાં બદલવાની કોઠાસુઝને લઈને ભારતનું અર્થતંત્ર કપરા સમયમાંથી સાંગોપાંગ પાર ઉતર્યું છે. હવે જો કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો 2022માં ભારતનું જીડીપી 10 ટકાની વિક્રમી ટોચે હશે.