પ્રાકૃતિક ખેતીથી સૌરાષ્ટ્રના કૃષિ જગતની તાસીર બદલાઈ રહી છે. સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતોના અખતરા અને પ્રાકૃતિક ખેતીના પરિણામો નાના અને સીમાંત ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો કરીને રોજગારીની નવી દિશા આપી રહ્યા છે. રાજકોટના પ્રગતિશીલ ખેડૂત કે જેઓ વ્યવસાયે ડોક્ટર છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાના શોખથી પ્રેક્ટિસ મૂકીને તેઓએ રાજકોટ નજીક જશવંતપુર ગામે તેના 20 વીઘા ફાર્મમાં 12થી 15 ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતોને પ્રેરણા મળે તેવા આવિષ્કારો કર્યા છે.
‘અબતક’ સાથે વાત કરતા ડો.રમેશભાઇ પીપળીયા જણાવે છે કે પોતે વ્યવસાયે ડેન્ટીસ્ટ છે. તેમની હોસ્પિટલ છે તેમને શરૂઆતથી જ ખેતી કરવાનો શોખ હતો. તેથી તેમને આજથી સાત,આઠ વર્ષ પહેલા આ ફાર્મમાં ખારેકની ખેતીની શરૂઆત કરી હતી. ખારેક સામાન્ય રીતે કચ્છમાં જ થાય છે. પરંતુ આજથી સાત-આઠ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં ખાલી એકથી બે જ ખારેકના ફાર્મ હતા. ત્યારે મેં ખારેકનું ઉપજ કરવાનું વિચાર કર્યું. ખારેકમાં ખેતીમાં એક એકરમાં 60 છોડ હોય છે. રમેશભાઇને 10 વિઘામાં ખારેકના છોડ છે તેથી ટોટલ 260 ખારેકના વૃક્ષો છે એક વર્ષમાં ચારથી પાંચ અહીંના જ ખેતી કરવાની હોય છે. બાકીના સમયમાં છોડ વચ્ચેની જગ્યાઓમાં આપણે બીજા કોઇ અન્ય પાકો જેવા કે મગફળી, ધાણા, તલ, વગેરેનું વાવેતર કરી શકાય છે. એક છોડમાંથી આશરે 50 થી 70 કિ.ગ્રા.નું ખારેકનું ઉત્પાદન થાય છે.
માર્કેટમાં 100 કિ.ગ્રા. વેચી શકાય છે. ડો.રમેશભાઇ વાત કરતા જણાવે છે કે મને પહેલેથી જ ખેતી કરવાનો શોખ હતો એટલે ઘણું રીસર્ચ કર્યા બાદ મેં ખારેકનું વાવેતર કરવાનું નક્કી કર્યું. અને આ ખેતીમાં કોઇ પેસ્ટી સાઇડ ખાતરની જરૂર નથી પડતી. સંપૂર્ણ રીતે ઓર્ગેનીક ખેતી થાય છે. ખાસ તો પાણીની જરૂરીયાત ઉનાળામાં પળતી હોય છે. બાકીના આઠ મહિના પાણી ન થાય તો પણ ઝાડને પાણીની જરૂર પડતી નથી.
ખાસ કરીને નાના ખેડૂતો માટે નાના પાયે વેંચાણ કરે તો પણ એક વિઘે એક લાખનું ઉત્પાદન થાય છે. અને સરકાર તરફથી 70 થી 75%ની આ ખારેકની ખેતી માટેની સબસીડી છે.
વધુમાં વાત કરતા જણાવે છે આ ખેતીમાં કોઇપણ પ્રકારના યુરીયાનો ઉપયોગ થતો નથી. ખાલી છાણીયું ખાતર જ વાપરવામાં આવે છે. આ પાક 15 જૂનની આસપાસ પાકે છે. અને દોઢ-બે મહિનામાં પાક તૈયાર કરીને તેનું વેંચાણ કરી નાખીએ છીએ. અન્ય ખેડૂતોને કહે છે કે એક એકરના ખારેકના વાવેતરમાં બે થી ત્રણ લાખનું ખારેકનું ઉત્પાદન શક્ય છે.