જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના સંગઠ્ઠનને મુજબુત બનાવવા જિલ્લાની કારોબારી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ કારોબારીમાં વિશેષ આમંત્રીત તરીકે કુલ 31 સભ્યોના નામની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત આમંત્રીત સભ્યો તરીકે 47 સભ્યોના નામની પસંદગી કરાઇ છે. જયારે જિલ્લાની કારોબારીમાં 51 સભ્યોનો સમાવેશ કરાઇ છે. જેમાં પ્રમુખ રમેશભાઇ મુંગરાની આગેવાનીમાં આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી તથા કોષાધ્યક્ષ સહિત 70 સભ્યોને કારોબારીમાં સમાવિષ્ટ કરાયા છે. જયારે વિશેષ સભ્યો તરીકે સાંસદ સભ્યો, ધારાસભ્ય સહિતના 31 સભ્યોને વિશેષ કારોબારીમાં સ્થાન અપાયું છે. જયારે આમંત્રીત સભ્યોમાં 47 સભ્યોનો સમાવેશ કરાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લાના પ્રમુખ રમેશભાઇ મુંગરા દ્વારા જિલ્લાના ભાજપના ગ્રામ્ય વિસ્તારના સંગઠ્ઠનને વધુ મજબુત કરવા કારોબારીની ઘોસણા કરવામાં આવી છે. જેમાં વિશેષ આમંત્રીત તરીકે કારોબારી સભ્યમાં કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, પૂર્વ પ્રમુખ ચંદ્રેશ પટેલ, પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, મેઘજીભાઇ ચાવડા, પૂર્વ પ્રમુખ ડો.પી.બી.વસોયા, સુર્યકાંત મઢવી, દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, ડો.વિનોદ ભંડેરી, ચેતનભાઇ કડીવાળ, કશ્યપત વૈષ્નવ, હસમુખભાઇ કણઝારીયા, વિનોદકુમાર વાડોલીયા, મનીષાબેન કણઝારીયા, પ્રવિણબેન ચભાડીયા, લખધીરસિંહ જાડેજા, કરશનભાઇ ગાગીયા, કુંદનબેન ચોવટીયા, હર્ષદીપભાઇ સુતરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ સાજીબેન કાંબરીયા, એમ.પી.ડાંગરીયા, હસમુખભાઇ ફાચરા, ગીતાબા જાડેજા, જયશ્રીબેન પરમાર, અજમલભાઇ નાકરાણી, મમતાબેન શિહોરા, રસીકભાઇ ભંડેરી અને યુવરાજસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા ભાજપની કારોબારીમાં આમંત્રીત સભ્યો તરીકે જેઠાલાલ અઘેરા, મગનભાઇ ભોજાણી, ડો.રાજેન્દ્રસિંહ જાડેજા, લાલજીભાઇ વ્યાસ, દિવ્યેશ જાવીયા, ગોવુભા જાડેજા, અમુભાઇ વૈષ્ણાની, હરજીભાઇ જેસડીયા, ચંદ્રકાંભાઇ વલેરા, ધનજીભાઇ નંદાણીયા સહીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. કારોબારી સભ્યમાં 21 મહિલાઓને ઉપપ્રમુખ તરીકે ત્રણ મહિલા, મંત્રી તરીકે ચાર મહિલાઓને સ્થાન અપાયું છે.
પ્રમુખ તરીકે રમેશભાઇ મુંગરા, ઉપપ્રમુખ તરીકે ભનુભાઇ ચૌહાણ, દયાળજીભાઇ જીવાણી, ગણેશભાઇ મુંગરા, સુધાબેન વીરડીયા, નીતિબેન પરમાર, ગાંડુભાઇ ડાંગરીયા, રેખાબેન કગથરા, રણમલભાઇ કાંબરીયાની વરણી કરાઇ છે. જયારે મહામંત્રી તરીકે દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઇ જાનીને જવાબદારી સોંપાઇ છે. મંત્રી તરીકે કૌશીકભાઇ રાબડીયા, નાથાભાઇ વાસકીયા, કુમારપાલસિંહ રાણા, હિનાબેન રાખોલીયા, કાન્તીલાલ નંદા, નયનાબેન ત્રિવેદી, પુષ્પાબેન રાઠોડ, હર્ષાબેન રાઠોડનો સમાવેશ કરાયો છે. કોષાધ્યક્ષ તરીકે જાદવજીભાઇ રાઘવાણીની વરણી કરવામાં આવી છે.