ગુજરાત સરકાર વિકાસને લઈ સતત પ્રયત્નશીલ રહી છે. આ સાથે ગુજરાતનું યુવાધન રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે તે માટે રૂપાણી સરકાર દ્વારાઅલગ અલગ ક્ષેત્રોમાં નવી ભરતીઓ જાહેર કરવામાં આવે છે. યુવાનોને રોજગારી પુરી પાડવા માટે અને વીજ કંપનીઓની સેવાનો વ્યાપ વધારવા ઉર્જા વિભાગ હસ્તક પાંચ વીજ કંપનીઓમાં 2500થી વધુ યુવકોની ભરતી કરવામાં આવી છે.
ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, ‘રાજ્યના શિક્ષિત યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં 2600થી વધુ યુવાઓને વિદ્યૃત સહાયક જૂનિયર આસિસટન્ટ અને વિદ્યૃત સહાયક જૂનિયર તરીકે નિમણૂક કરી દેવાઈ છે.’
આગળ વાત કરતા જણાવ્યું છે કે, ‘યુવાઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલમાં આ નિમણૂકો આપવામાં આવી છે. રાજ્યની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ડીસેમ્બર-2020 અને જાન્યુઆરી-2021માં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું પરિણામ 9 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ. જેના આધારે આ નિમણૂકો કરવામાં આવી છે.’
નિમૂક થયેલા ઉમેદવારોની સંખ્યાગત માહિતી વિશે વાત કરીયે તો, વિદ્યુત સહાયક જુનીયર આસીસ્ટંટની જગ્યા પર ડીજીવીસીએલમાં 691, યુજીવીસીએલમાં 527, પીજીવીસીએલમાં 839, એમજીવીસીએલમાં 240 અને જીસેકમાં 68 મળી કુલ 2365 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે. એ જ રીતે વિદ્યુત સહાયક જુનીયર ઈજનેરની જગ્યા પર ડીજીવીસીએલમાં 131, યુજીવીસીએલમાં 37, અને જીસેકમાં 107 મળી કુલ 275 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે.