CBIએ દેશની એક મહત્વપૂર્ણ એજન્સી છે. હાલ થોડા સમય પહેલા જ CBIના નવા અધ્યક્ષ તરીકે સુબોધ જયશ્વાલની પસંદી કરવામાં આવી છે. સુબોધ જયશ્વાલ 1985ની બેંચના IPS અધિકારી છે. તેઓએ ભુતકાળમાં મુંબઇના પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના ડીજીપી પણ રહી ચૂક્યા છે. સુબોધ જયશ્વાલે CBI ચીફ ડિરેક્ટરનો ચાર્જ સંભાળતાની સાથે જ પર્સનાલિટી ડેવલોપમેન્ટને લગતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
સુબોધ જયશ્વાલે લીધેલા નિર્ણય મુજબ, ‘હવે CBIના અધિકારીઓ કે સ્ટાફ જીન્સ, ટી-શર્ટ અને સ્પોર્ટ્સ બૂટમાં જોવા મળશે નહીં. આ સાથે જ તેને નવો ડ્રેસ કોડ નક્કી કરી દીધો છે. એજન્સીનો દરેક અધિકારી/કર્મચારી કચેરીમાં ફોર્મલ પોશાક પહેરશે. જીન્સ, ટી-શર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ ઓફિસમાં ચાલશે નહીં.’
પુરુષ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, ‘તેઓ ફક્ત ફોર્મલ પોશાક અને સાદા બૂટ પહેરશે. તેને યોગ્ય સેવિંગ કરીને ઓફિસમાં આવવાનું રહેશે. મહિલા અધિકારીઓ અથવા કર્મચારીઓને ફરજ પર હોય ત્યારે ફક્ત સાડીઓ, સુટ્સ અને ફોર્મલ શર્ટ પહેરવાનો રહેશે.’ CBIના ડિરેક્ટર સુબોધકુમાર જયસ્વાલની મંજૂરી સાથે નાયબ નિયામક (વહીવટ) અનૂપ ટી મેથ્યુ દ્વારા જારી કરાયેલા આદેશમાં આ વાત કહેવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ જીન્સ અને ટી-શર્ટ જેવા કપડાં પહેરવાનું શરૂ કર્યું હતું. કોઈએ તેને આ બાબતે કઈ પણ સૂચન આપ્યું ના હતું. ખાસ કરીને મંત્રાલયના કર્મચારીઓ. CBI અધિકારીઓએ બધાએ ફોર્મલ કપડાં પહેરવા ખુબ જરૂરી છે.
CBIના નવા અધ્યક્ષની પસંદગીની કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા એન.વી. રમણા અને કોંગ્રેસ લોકસભા વિરોધપક્ષના નેતા અધિર રંજન ચૌધરી વચ્ચે વડાપ્રધાન આવાસ ખાતે બેઠક મળી હતી. અંદાજે 90 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં મહારાષ્ટ્ર કેડરના IPS અધિકારી સુબોધ જયશ્વાલના નામ પર મહોર લગાવવામાં આવી હતી.