ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બલ્લેબાજ અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર પર ડ્રગ કંટ્રોલરનો ખતરો મંડરાયેલો છે. ગૌતમ ગંભીર ફાઉન્ડેશન વિરુદ્ધ ડ્રગ કંટ્રોલર બોડીએ કેસ કર્યા હતો, જેની આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હતી.
ડ્રગ કંટ્રોલરની બોડીએ દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, ‘ગૌતમ ગંભીર ફાઉન્ડેશન વિરુદ્ધ કોવિડ દર્દીઓને ગેરકાયદેસર રીતે ‘ફેબીફ્લુ’ આપવા દવા અને દવાનો સંગ્રહ માટે દોષી સાબિત થયું છે.’ ડ્રગ કંટ્રોલરની એડવોકેટ નંદિતા રાવે કહ્યું હતું કે, ‘ગૌતમ ગંભીર ફાઉન્ડેશને ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ ગુનો કર્યો છે. કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ડ્રગનો સંગ્રહ કરે છે.
ડ્રગ કંટ્રોલરએ જણાવ્યું હતું કે, ‘હવે વિલંબ કર્યા વિના ગૌતમ ગંભીર ફાઉન્ડેશન અને ડ્રગ ડીલરો સામે કાર્યવાહી કરવામાં આવે. કોર્ટને કહ્યું કે, ‘ધારાસભ્ય પ્રવીણ કુમાર પણ ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ આ ગુનામાં દોષી સાબિત થયા છે.’ કોર્ટે ડ્રગ કંટ્રોલરને આ કેસના સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા માટે છ અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 29 જુલાઈના રોજ થશે.
ડ્રગ કંટ્રોલરને પણ મળ્યો ઠપકો
31 મેના રોજ, દિલ્હી હાઇ કોર્ટે ભાજપના સાંસદ ગૌતમ ગંભીર દ્વારા કોવિડની સારવારમાં વપરાયેલી દવા ‘ફેબીફ્લુ’ની મોટી માત્રામાં ખરીદી કરવાની યોગ્ય રીતે તપાસ ન કરવા બદલ ડ્રગ રેગ્યુલેટરને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ‘હાલતનો ફાયદો ઉઠાવીને લોકોની મદદ કરવી અથવા પરિસ્થિતિનો લાભ લેવાની વૃત્તિ વારા લોકોની કડક નિંદા કરવી જોયે.’
હાઈ કોર્ટે એક જનહિત યાચિકા પર સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘આ કેસમાં જે આરોપીઓ છે તેની સામે FIR દર્જ કરવાની માંગ કરી છે. આ સાથે નેતાઓ મોટી સંખ્યામાં કોવિડ-19 ની દવાઓ ખરીદવા અને વિતરણ કરવામાં સક્ષમ છે, જયારે દર્દીઓ અથવા જરૂરિયાત વારા લોકોને દવાઓ માંડવામાં મુશ્કેલીઓ થાય છે.’