સામગ્રી :
૧૦ નંગ અળવીના પાન
પેસ્ટ માટે :
- – ૩ કપ ચણાનો લોટ
- – ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
- – ૧ ચમચી હળદર
- – ૧ ચમચી લાલ મરચુ
- – ૧/૨ ચમચી હિંગ
- – મીઠુ
- – ૩/૪ ગોળ
- – ૧ લીંબુ
- – ૨ ચમચી તેલ
વઘાર માટે :
- ૩ ચમચા તેલ
- રાઇ
- તલ
- લીમડો
- લીલા મરચાના ટુકડા
- થોડી કોથમીર
- હિંગ
રીત :
સૌ પ્રથમ એક વાટકામાં પેસ્ટ માટે તેમા આદુ મરચાની પેસ્ટ, ગોળ, હળદર, લાલમરચુ, હિંગ, મીઠુ, ૨ ચમચી તેલ, ૧ લીંબુનો રસ નાંખી અને થોડુ પાણી નાખી તેનુ ખી‚ તૈયાર કરો પછી તો સાઇડમાં મુકો.
હવે અડવીના પાન સારી રીતે ધોઇને લૂંછી લો. અને તેની અંદર પેસ્ટ લગાવો ત્યાર પછી પુરા પાન પર ફેલાવો. આ રીતે એક બીજુ પાન લઇ તેના પર પેસ્ટ ફેલાવો. આ રીતે એક બીજુ પાન લઇ તેના પર પેસ્ટ લગાડો. પછી આ રીતે ત્રીજા પાનમાં પણ આવી જ પ્રોસેસ કરવી. અને ત્રણેય પાનને સારી રીતે પેસ્ટ લગાડીને બીજી તરફથી રોલ કરો અને તેને વરાળમાં ૨૦-૨૫ મિનિટ સુધી બાફો. પછી તાપને બંધ કરી કાઢી લો. તેને ઠંડા કરવા મુકી દો. ઠંડા થયા પછી એને ૧/૪ ઇંચના ટુકડામાં કાપી લો.
હવે એક કડાઇમાં તેલ ગરમ કરી એમા રાઇ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા તાપ પર શેકો અને તેની સાથે કોથમીર અને છીણેલુ નારિયેળ સાથે ગાર્નિશ કરો.