ઉપલેટામાં ગઇકાલે ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વૃઘ્ધના નામે રસી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન થયું હોવાની ઘટનામાં ઓપરેટરને નોકરીમાંથી છુટો કરી દેવામાં આવ્યોહતો. પરંતુ આજરોજ ઓપરેટર દ્વારા લેખીત ફરીયાદ કરી મૃતકના પુત્ર સામે જાણી જોઇને રસી માટે તેમના પિતાના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ અંગે ફરીયાદી કેયુરભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમો આ કામના ફરીયાદી યુ.એચ.સી. (એમપીએચડબલ્યુ) નોકરી કરીએ છીએ તથા મારૂ કામ વેકિસન આપવા આવેલા લોકોની મોબાઇલમાં ઓનલાઇન એન્ટરી કરવાનું છે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેના યુઝર આઇ.ડી. તથા પાસવર્ડ ઘણા વ્યકિત પાસે હોઇ છે. આથી કામના આરોપી સંદીપભાઇ હરદાસભાઇ કરંગીયા તા. 3-પ-21 ના રોજ 3-15 મીનીટે અમોની પાસે પોતાના પિતાનું અન્ય જગ્યાએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવીને આવેલા તથા આ કામના આરોપીને પહેલેથી જાણ હોવાથી તેઓ ડમી ટોકન લઇને અમોની પાસે ઓનલાઇન એન્ટ્રી કરાવવા આવેલા હતા. તેઓએ જણાવ્યું હતું કે પિતા ચાલી નથી શકતા આથી હું એન્ટ્રી કરાવવા આવ્યો છું. અને અજાણી કોઇ વ્યકિતને દર્શાવી ને કહેલ કે મારા પિતા સામે બેઠેલા છે.
આથી અમોએ આરોપીના પિતાની વેકીસન માટે અમોની પાસે લઇને આવવાનું કહેલું તથા ત્યારબાદ અમોએ આરોપીનું ટોકન તથા આધારકાર્ડ પરત કરેલા અને આરોપીને વેકસીન લેવા માટે અંદર મોકલેલ પરંતુ આ કામના આરોપીને જાણ થઇ કે અંદર પણ એક રજીસ્ટ્રાર હોય છે. આથી આ કામના આરોપી ટ્રાફીકનો લાભ લઇને અમોના ટેબલની પાછળથી ઘરે જતા રહેલ.
ત્યારબાદ અમોને હાલના ઉપલેટાના વર્તમાન પત્રક દ્વારા પ્રસિઘ્ધ થયેલ મૃત પિતાના નામે રજીસ્ટ્રેશન કરાવી અન્ય વ્યકિતને કોરોના રસી આપી દેવાની બાબતે અમોને તારીખ 1-6-21 ના રોજ સાંજે 7.30 વાગ્યે અમારી નિષ્ઠા પૂર્વકની કામગીરીમાંથી અમોને ઇ-મેઇલ દ્વારા છુટા કરી દેવામાં આવ્યા હતા.
ફરીયાદીએ જણાવ્યું હતું કે અમે સિસ્ટમ વિરૂઘ્ધનું કોઇપણ પ્રકારનું કામ કર્યુ નથી. આ કામના આરોપીને બન્ને રજીસ્ટ્રરમાંથી એક પણ રજીસ્ટ્રારમાં એન્ટ્રી થયેલ જ નથી. આથી આ આરોપી પહેલેથી જ ખોટું કરવાના બદઇરાદાથી આરોગ્ય શાખામાં આવેલ આથી આ બાબતની તપાસ કરી જે વ્યકિત આ કામમાં સંડોવાયલ છે. તથા ખરેખર જે વ્યકિત ગુનેગાર છે તેમના વિરુઘ્ધ કાર્યવાહી કરી તેઓને સજા તથા અમો ફરીયાદીની નોકરી ખોટા આરોપ સર ગયેલ છે તે ફરી મળે તેવી કાર્યવાહી કરવા અજરી કરી છે.