કોરોના વાયરસની બીજી લહેર હજુ માંડ સમી છે. ત્યાં ત્રીજી લહેરની દસ્તકે ભય ફેલાવ્યો છે. એમાં પણ ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધુ ખતરો મંડરાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો અને વિશ્લેષકોના મતાનુસાર ત્રીજી લહેરનો સૌથી વધુ ભોગ બાળકો બનશે. અને આ ચેતવણી જાણે યથાર્થ ઠરી રહી હોય તેમ દેશના અનેક રાજ્યોમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર બાદ હવે તેંલગાણામાં મોટી સંખ્યામાં બાળકો ઝપટે ચડતા ચિંતા વધી છે.
તેલંગાણાના આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે 37,332 બાળકો કોરોના પોઝિટીવ થયા છે. જેમની ઉંમર 0 થી 19 વય વચ્ચે છે. આ વર્ષે માર્ચ થી મે માસની વચ્ચે આટલા બાળકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા છે. પરંતુ અમે ત્રીજી લહેરનો સામનો કરવા માટે બાળકો માટે બેડ, સાધનો અને જાગૃતિ ડ્રાઇવ સાથે તૈયાર થઈ રહ્યા છે.
ચીફ સેક્રેટરી સોમેશ કુમારે જણાવ્યું કે તૃતીય તરંગ અને બાળકોમાં કેસ વધારવા અંગે ડોકટરો અને નિષ્ણાતો સાથે શ્રેણીબદ્ધ બેઠક કરી છે. બાળકો માટે ઓછામાં ઓછા 5,000 બેડ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નશીલ છીએ. તબીબી શિક્ષણ નિયામક (ડીએમઇ)કે રમેશ રેડ્ડી જણાવ્યું કે બાળકોમાં એમઆઈએસ-સીએ ચિંતાનો વિષય છે, કારણ કે ભવિષ્યમાં આના કેસ વધવાનો પણ ભય રહે છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પણ કોરોનાએ બાળકોને ઝપેટમાં લઈ હાહાકાર મચાવી દીધો છે. ગત મહિનામાં 10,000 બાળકો કોરોના પોઝિટીવ થતા ખળખળાટ મચી ગયો છે. આ અંગે અહેમદનગરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભોસલેએ જણાવ્યું હતું કે 89 ટકા બાળકો 1 વર્ષની વયના, 3,052 બાળકો 1 થી 10 વર્ષની ઉંમરના તથા 6,787 બાળકો 11 થી 18 વર્ષની વયના છે. તેમનામાં મૃત્યુદર 0.5 ટકા કરતા પણ ઓછો છે. રિકવરી રેટ ઘણો સારો છે આથી કોઈ ગંભીર સ્થિતિ નથી.