દેશની ટોચની કંપનીઓ રિલાયન્સ અને અદાણી વચ્ચે હરીફાઈ જામતી જઈ રહી છે. જો કે બંને પોત પોતાના ક્ષેત્રમાં પુરી મજબૂતાઈ સાથે આગળ ધપી રહયા છે. અદાણી ઉર્જા ક્ષેત્ર પર વધુ ભાર મૂકી રહી છે તો રિલાયન્સે ઉર્જા ઉપરાંત પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી ડિજિટલ માર્કેટમાં પણ ઝડપથી પગપેસારો કર્યોછે. તાજેતરમાં મુકેશ અંબાણી પોતાની કંપનીની બેલેન્સશીટ વધુ મજબૂત બનાવાની જાહેરાત સાથે વર્ષ 2022 સુધીનો રોડ મેપ કંપનીના વાર્ષિક અહેવાલમાં રજૂ કર્યો છે. તો આ સાથે તાજેતરમાં અદાણી કંપનીએ પણ એક ઐતિહાસિક પગલું ભરી ગુજરાતમાં મોટી કામગીરી શરૂ કરી દીધી છે.
અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું કે તેના એકમ AWEKTLએ ગુજરાતના કચ્છ જિલ્લામાં 150 મેગાવોટ વિન્ડ પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ શેડ્યૂલ કરતા નવ મહિના પહેલા જ ચાલુ કરી દેવામાં આવ્યો છે.
રિલાયન્સની સાઈડ કાપવા અદાણીએ સ્પીડ પકડી 150 મેગાવોટનો પ્રોજેકટ સમય પહેલા પૂર્ણ કરી લેશે
અદાણી ગ્રીન એનર્જીએ સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં જણાવ્યું કે, ’અદાણી વાઈન્ડ એનર્જી કચ્છ થ્રી લિ. (AWEKTL)એ 150 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટને ચાલુ કર્યો છે. નિયત સમય કરતા નવ મહિના પહેલાં તેનો અમલ થતા તે સમય પહેલાં પૂર્ણ પણ થઈ જશે.
જણાવી દઈએ કે અદાણીએ આ પ્રોજેક્ટ માટે ભારતની સોલર એનર્જી કોર્પોરેશન (એસઇસીઆઈ) સાથે 25 વર્ષીય વીજ ખરીદી કરાર (પીપીએ) છે. આ કરાર 2.82 રૂપિયા પ્રતિ યુનિટ (કિલોવોટ કલાક) પર કરવામાં આવ્યો છે.