મેષ રાશીફળ – આ રાશિના જાતકો માટે તેમના માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. ક્યાં વ્યક્તિ સાથે આર્થિક લેવડ-દેવડ કરો છો તેનું ધ્યાન રાખવું. બીજા લોકોની કમીઓ શધોવાનું બિનજરૂરીકામ તથા સંબંધીઓની આલોચના ન કરવી. તમારી બધાને સાથે રાખી ચાલવાની ટેવના આજે વખાણ થઈ શકે છે. પરિવાર સાથે વ્યવહારમાં નરમાશ રાખવી.
વૃષભ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમને કોઈ પુછે નહીં ત્યાં સુધી સલાહ આપવી નહીં, નહિતર સંબંધ બગડી શકે છે. એટલે કે, પોતાની જાત પર નિયંત્રણ રાખો. આજે તમારો સામનો નવી આર્થિક યોજનાઓ સાથે થશે. કોઈ પણ નિર્મય લેતા પહેલા સારી અને નબળી વસ્તુનું ધ્યાન રાખવું. તમારી કોઈ સલાહ માંગે તો જરૂર આપવી, તમારી સલાહ દ્વારા લોકોનું ભવિષ્ય સુધરી શકે છે.
મિથુન રાશીફળ -આ રાશિના જાતકો માટે આધ્યાત્મિક સહાયતા લેવા માટે આજનો દિવસ શુભ છે. જે તમારા માનસીકતા મજબૂત બનાવી શકે છે. આર્થિક સમસ્યાઓએ તમારા રચનાત્મક વિચારને બેકાર બનાવી દીધી છે તેથી મનમાં ભારણ ઓછું લેવું પરિસસ્થિતિ આજ નહીં તો કાલ સુધરી જ જશે. આજે કોઈ પણ પ્રકારના ઝગડામાં ન પડવું. જુઠુ બોલવાથી બચવું, કોઈ પણ જગ્યાએ બોલેલું જૂઠ તમારા સંબધ બગાડી શકે છે. આજના દિવસ દરમિયાન ભરેલા બહાદુરી ભર્યા પગલા તમને સારો પુરસ્કાર અપાવી શકે છે.
કર્ક રાશીફળ – આ રાશિના લોકો માટે વધારે તણાવ અને ચિંતા કરવાની આદત તબીયતને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે. આજના દિવસ દરમિયાન પૈસા કમાવવાના નવા અવસર તમને અવશ્ય નફો અપાવશે. કાર્યક્ષેત્રમાં તમે ખુદને ખાસ મહેસુસ કરશો. આજના દિવસ દરમિયાન કરેલું લાંબાગાળા માટેનું રોકાણ ફાયદાકારક સાબિત થશે.
સિંહ રાશીફળ – આજના દિવસ દરમિયાન વ્યસ્ત દિનચર્યા હોવા છતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. આજના દિવસે તમે ઉર્જાથી ભરપૂર રહેશે, અચાનક નફો મળી શકે છે. દિવસના ઉત્તરાર્ધમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. આજના દિવસ દરમિયાન તમારા કેટલાક સહકર્મી મહત્વના મુદ્દા પર તમારી કાર્યશૈલીથી નાખુશ રહેશે, પરંતુ તમને જણાવશે નહીં. જો તમારા પરિણામ અનુસાર નવી યોજનાનું પરિણામ નથી મળી રહ્યું તો વિશ્લેષણ કરો. તેના માટે અનુભવી લોકોની સલાહ પર ધ્યાન આપો.
કન્યા રાશીફળ – આજના દિવસ દરમિયાન ઝવેરાત અને એન્ટીકમાં કરેલું રોકાણ ફાયદાકારક રહેશે અને સમૃદ્ધિ લાવશે. આ રાશિના જાતકોને પ્રેમમાં નિરાશા મળી શકે છે. ઓફિસમાં કોઈ રાજનીતિ ચાલતી હોય તો, પરિણામ તમારા પક્ષમાં રહી શકે છે. આજે ઘરમાં કર્મકાંડ, પૂજા વગેરેનું આયોજન થઈ શકે છે.
તુલા રાશીફળ – માનસીક તણાવ તમારા શરીરની બીમારી સામે લડવાની ક્ષમતાને ખુબ ઓછી કરી દે છે, જેથી નકારાત્મક વિચારોને મગજમાં પગપેસારો કરવા ન દેવા. આજે સફળતાનો મંત્ર એ છે કે, એવા લોકોની સલાહ પર પૈસા લગાવો જે મૌલિક વિચારો ધરાવે છે અને અનુભવી હોય. તમારા સંબંધમાં યથાર્થવાદી બનવાની કોશિશ કરો.
વૃશ્ચિક રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારો તીખો સ્વભાવ જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. આજના દિવસ દરમિયાન લાંબા સમયથી અટકેલા પૈસા તમને મળી શકે છે. તમારા પ્રિયનો સ્વભાવ બદલાય તેવી ભાવના રાખવાથી કશુ નહીં મળે, તમારૂ મગજ જ શાંત રાખવું. વ્યવસાયીક જીવનમાં તમારા કામને સારી ઓળખ મળી શકે છે. લાંબા સમય માટે રોકેલા નાણાં ફાયદાકારક સાબિત થશે.
ધન રાશીફળ – આજનો દિવસ તમારા માટે ઉર્જા ભરેલો નથી. આજે તમારો સામનો નવી આર્થિક યોજનાઓ સામે આવશે . કોઈ પણ નિર્ણય કરતા પહેલા સારી વસ્તુ અને નબળા પાસા તરફ ધ્યાન આપવું. અચાનક મળેલો કોઈ સુખદ સંદેશ ઊંઘમાં તમને મીઠા સપના આપશે. એવી કોઈ જાણકારી કોઈ આગળ શેર ના કરશો જે ગોપનીય હોય.
મકર રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે. આજે તમે જેની સાથે રહો છો, તેમની સાથે થોડો અણબનાવ રહી શકે છે. ટેક્સ અને વીમા સાથે જોડાયેલા વિષય પર ધ્યાન આપવાની જરૂરત.
કુંભ રાશીફળ – ધ્યાનથી આનંદ મલશે. આજે જો તમે સારી રીતે ધ્યાન આપશો તો સારી રીતે ધન કમાઈ શકશો. જેની સાથે સંબંધ બરોબર નથી, તેમની સાથે પણ સારી રીતે વાતચીત થઈ શકે છે. અચાનક આવેલી આકસ્મિક યાત્રા તણાવનું કારણ બની શકે છે.
મીન રાશીફળ – આજે તમારે આરામ કરવાનો અને પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. યાત્રા તમને થાક અને તણાવ આપશે, પરંતુ આર્થિક રીતે તે ફાયદાકારક રહેશે. જેના પર ભરોસો કરી રહ્યા છો, તે તમારો ભરોસો તોડી શકે છે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ ટીકાનું કારણ બની શકે છે. તમારા કામ પર ધ્યાન આપવું, નહીં તો મુશ્કેલી ઉભી કરી શકે છે.