ચાર કલાક લાંબી બેઠકમાં મંત્રીઓના પરર્ફોમન્સની કરી ચર્ચા: ભાવનગરના સાંસદને નવી ‘મોદી ટીમ’માં સ્થાન મળે તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટનો ‘ગંજીપો’ ચીપશે !!! એક ડઝન પ્રધાનોની છટણી કરાશે !!! અહી ખાસ ઉલ્લેખનીય છે કે, ચાર કલાક લાંબી બેઠકમાં મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બંધ બારણે મંત્રીઓના પરફોર્મન્સની ચર્ચા કરી હતી. એવું માનવામાં આવે છે કે જેડીયું અને એઆઈએડીએમકેને મંત્રી મંડળમાં સ્થાન મળશે.
મોદી સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારની તૈયારીઓ શ‚ થઈ ગઈ છે. ગૂ‚વારે સરકારનાં છ પ્રધાનોએ એક પછી એક રાજીનામા આપી દીધા હતા.
રાજીનામું આપનાર પ્રધાનોમાં ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવપ્રતાપ ‚ડી, સંજીવ બાલ્યાન, મહેન્દ્રનાથ પાંડે અને નિર્મલા સીતારામનનો સમાવેશ થાય છે. આ તમામે દિવસ દરમિયાન શાહ સાથે બેઠક કરી હતી. મોડી સાંજે શાહની હાજરીમાં તેમણે સંગઠનના મહામંત્રીને રાજીનામા આપ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફોકસ નવા સામાજીક સમીકરણો રચવા પર રહેશે સરકાર કેટલીક નવી જ્ઞાતિના ચહેરાને સરકારમાં સ્થાન આપે તેવી શકયતા છે. બેઠકમાં સંભવિત ચહેરાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી તે દરમિયાન ૬ પ્રધાનોના રાજીનામા આવ્યા હતા હવે આ રવિવારે ગંજીપો ચીપાશે.
સૂત્રોનાં જણાવ્યા મુજબ ઓબીસી ચહેરા તરીકે ભાવનગરનાં સાંસદ ભારતી શિયાળને મંત્રી પદ મળી શકે છે. આ સિવાય બિહારનાં ભુપેન્દ્ર યાદવને પણ કોઈ પોર્ટફોલીયો સોંપાય તેવી સંભાવના છે.
હિમાચલથી પ્રેમકુમાર ધુમલ, કર્ણાટકથી સુરેશ કલમાડી, શોભા કાધલન, મુંબઈના સત્યપાલસિંહ, અન્નાદ્રમુકના થમ્બીદુરાઈ, મિત્રયાન, વિગેરે નવી મોદી ટીમના ચહેરા હોવાની સંભાવના નકારી શકાતી નથી.